તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીનમાં મૃત્યુઆંક વધીને 3012, ઈટાલીમાં 109 થયો, અમેરિકાએ વાઈરસ સામે લડવા 8.3 અબજ ડોલરનું ભંડોળ ફાળવ્યું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચોવીસ કલાકમાં ચીનમાં વધુ 31 લોકોના મોત થયા, 139 સંક્રમિત દર્દી ઉમેરાયા
  • ઈટાલીએ કોરોનાના ફફડાટથી 15મી માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય ઠપ્પ કર્યું, મૃત્યુઆંક 109 થયો
  • કેર્લિફોર્નિયાએ સ્ટેટ ઈમર્જન્સી જાહેર કરી, અમેરિકામાં 11, ઈરાનમાં 93 મૃત્યુ પામ્યા

બેઈજીંગ/વેલિંગ્ટન/લોસ એન્જેલસ/રોમઃ કોરોનાની સૌથી વધુ અસર પામેલા ચીનમાં વધુ 31 લોકોના મોત થતા મૃત્યુઆંક 3012 થયો છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 80,409 થઈ છે, તેમ સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓએ ગુરુવારે માહિતી આપી હતી. આ તમામ મૃત્યુ હુબેઈ પ્રાંતમાં થયા છે.
બુધવારે પણ કોરોનાના નવા 139 કેસ નોંધાયા છે. આરોગ્યમાં સુધારો થયા બાદ 2,189 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે ગંભીર કેસની સંખ્યા 464 ઘટીને 5,952 થયા છે. અત્યાર સુધીમાં હોસ્પિટલમાંથી કુલ 52,045 લોકોને રજા આપી દેવામાં આવી છે ત્યારે 25,352 દર્દીની સંક્રમણને લગતી સારવાર કરવામાં આવી રહી છે. વૈશ્વિકસ્તરે કોરોનાના 93,000થી વધારે કેસ નોંધાયા છે. 

ઈટાલીમાં મૃત્યુઆંક 109 થયો, 15મી માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો નિર્ણય
અન્ય દેશો ઈટાલીમાં કોરોના ફેલાવાને પગલે શાળાઓ 15મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઈટાલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે ત્યારે વાઈરસથી અસર પામેલાની સંખ્યા વધીને 3089 થઈ છે. વડાપ્રધાન પાલાઝો ચિગીએ વધુ નોટિસ ન મળે ત્યાં સુધી જાહેર સ્થળોના પ્રવાસને લગતા નિયંત્રણો  જાહેર કર્યા છે. સ્થાનિક શિક્ષણ પ્રધાને 15મી માર્ચથી શૈક્ષણિક કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાએ કોરોના સામે લડવા 8.3 અબજ ડોલરનું ભંડોળ ફાળવ્યુ, મૃત્યુઆંક વધીને 11 થયો
અમેરિકામાં કોરોનાના કેસ વધીને 11 થયા છે ત્યારે યુએસ કોંગ્રેસે ઝડપથી ફેલાઈ રહેલા વાઈરસ સામે લડવા 8 અબજ ડોલર કરતા વધારે ભંડોળ ફાળવવાની જાહેરાત કરી છે. કેલિફોર્નિયામાં કોરોના વાઈરસને લીધે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે, જેને પગલે અમેરિકામાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 11 થઈ છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. ન્યુ એન્જેલસે કોરોનાના નવા 6 કેસ નોંધાતા સ્થાનિકસ્તરે હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે, ન્યુ યોર્કમાં પણ 9 નવા કેસ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાને લીધે બે વ્યક્તિના મોત
ઓસ્ટ્રેલિયામાં કોરોનાને લીધે બીજી વ્યક્તિનું મોત થયું છે, અગાઉ જે મહિલામાં કોરોનાનું નિદાન થયું હતું તેનું મૃત્યું થયું છે. ઓસ્ટ્રેલિયાએ સંખ્યાબંધ દેશને લગતા પ્રવાસને લગતા નિયંત્રણ લાદ્યા છે. પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયામાંથી આવતા બિન-ઓસ્ટ્રેલિયન નાગરિકને દેશમાં પ્રવેશવા મંજૂરી આપશે નહીં ત્યારે ઈટાલીમાંથી આવેલા લોકોને તપાસ હેઠળ રાખવામાં આવ્યા છે.

દક્ષિણ કોરિયામાં સતત નવા કેસ વધી રહ્યા છે
દક્ષિણ કોરિયામાં પણ વધુ 438 નવા કેસ સામે આવતા કોરોનાથી સંક્રમિત દર્દીની સંખ્યા 5,766 થઈ છે.
કોરિયા સેન્ટર્સ ફોર ડાસિસ એન્ડ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશનના જણાવ્યા પ્રમાણે વધુ ત્રણ લોકોના મોત થતા મૃત્યુઆંક વધીને 35 થયા છે. અમેરિકાએ પણ ઓસ્ટ્રેલિયામાં રહેલા તેના 28,500 સૈનિકમાં વધુ બે કેસ નોંધાયાની માહિતી આપી છે. આ સાથે સંક્રમિત સૈનિકની સંખ્યા વધીને છ થઈ છે.

કોરોના વાઈરસનો વધુ દેશોમાં ફેલાવો થયો, ઈરાનમાં મૃત્યુઆંક વધી 92 થયો
સ્પેન, ચીલી, પોલેન્ડ, હંગરી, અને ફેરોઈ આઈસલેન્ડમાં કોરોનાના સૌ પ્રથમ કેસ નોંધાયા છે. બીજીબાજુ ન્યુઝીલેન્ડમાં તાજેતરમાં જ ઈરાનથી પરત ફરેલા એક વ્યક્તિમાં કોરોનાની અસર દેખાઈ છે. આ સાથે ન્યુઝીલેન્ડમાં કોરોનાના કુલ ત્રણ કેસ નોંધાય છે. ઈરાનમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 92 થઈ છે ત્યારે 586 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 2922 થઈ છે.

મલેશિયામાં નવા 14 કેસ નોંધાયા
મલેશિયામાં કોરોનાના વધુ 14 કેસ નોંધાતા દેશમાં કોરોનાના કુલ 50 કેસ નોંધાયા છે. 28 જેટલા દર્દીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

બ્રિટીશ કોલમ્બિયામાં કોરોના સંક્રમિતનો આંક વધીને 13 થયો
બ્રિટીશ કોલમ્બિયામાં કોરોનાનો 13મો કેસ નોંધાયો છે ત્યારે કેનેડામાં કુલ આંક 34 થયો છે. ભારત અને હોંગકોંગમાંથી પરત ફરેલી એક મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યો છે.
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો