નિર્ભયા કેસની અસર / કેન્દ્રની સુપ્રીમ કોર્ટમાં અરજી- દયા અરજી નામંજૂર થયાના 7 દિવસમાં ડેથ વોરંટ જાહેર થાય, કોઇ દોષીની અરજી પેન્ડીંગ હોવા પર બાકીઓની ફાંસી ટળે નહીં

નિર્ભયાના માતા-પિતા, ફાઇલ
નિર્ભયાના માતા-પિતા, ફાઇલ

  • સરકારે અરજીમાં કહ્યું- વર્તમાન નિયમોના કારણે દોષિતને કાયદાથી રમવાનો અને ફાંસી ટાળવાનો મોકો મળી જાય છે
  • કેન્દ્રએ 2014માં સુપ્રીમ કોર્ટના એ ચૂકાદામાં બદલાવની માંગ કરી જેમાં દયા અરજી નામંજૂર થવાના 14 દિવસ બાદ જ ફાંસી આપવાની વ્યવસ્થા અપાઇ હતી

Divyabhaskar.com

Jan 23, 2020, 02:31 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં માંગ કરી છે કે, મૃત્યુદંડના મામલામાં ક્યુરેટિવ પિટિશન, દયા અરજી દાખલ થવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવે. આ સાથે ડેથ વૉરંટ જારી થયાના 7 જ દિવસમાં દોષિતોને ફાંસીના માંચડે પહોંચાડવામાં આવે. ગૃહ મંત્રાલયે બુધવારે સુપ્રીમકોર્ટમાં એક અરજી કરીને આ સૂચનો કર્યા હતાં.
ભાસ્કરે નિર્ભયાકાંડને કેન્દ્રમાં રાખીને ત્રણ દિવસ સુધી અહેવાલ પ્રકાશિત કર્યા હતા
નિર્ભયા કાંડના ચારેય દોષિત સતત સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યા હોવાથી સરકારની આ અરજીનું મહત્ત્વ વધી જાય છે. તેઓ આ રીતે જ ફાંસીથી બચી રહ્યા છે. ગયા અઠવાડિયે જ ભાસ્કરે નિર્ભયાકાંડને કેન્દ્રમાં રાખીને ત્રણ દિવસ સુધી ચારેય દોષિતોના કાનૂની દાવપેચ અને કાયદાની ખામીઓને લગતા અહેવાલ પ્રકાશિત કર્યા હતા.
દોષિતોની દયાઅરજી ફગાવ્યા પછી 7 જ દિવસમાં ડેથ વૉરંટ જારી કરીને ફાંસી આપી દેવાય
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાંથી શત્રુઘ્ન ચૌહાણ કેસમાં મોતની સજા પર અમલ માટે જારી ગાઈડલાઈન્સમાં પણ ફેરફારની માંગ કરી છે. સરકારે કહ્યું છે કે, હાલની ગાઈડલાઈન્સ દોષિતોના અધિકારો પર કેન્દ્રિત છે, પરંતુ હવે તેમના અધિકારોના બદલે પીડિતોના હિતમાં ગાઈડલાઈન્સ બનાવવાની ખાસ જરૂર છે. સરકારે માંગ કરી છે કે, તમામ નીચલી અદાલતો, રાજ્ય સરકારો અને જેલ તંત્ર માટે અનિવાર્ય કરવામાં આવે કે, દોષિતોની દયાઅરજી ફગાવ્યા પછી 7 જ દિવસમાં ડેથ વૉરંટ જારી કરીને ફાંસી આપી દેવાય. ભલે પછી સહ-ગુનેગારોની અરજી પેન્ડિંગ હોય. ન્યાયતંત્રમાં દોષિતોને મૃત્યુદંડ વિરુદ્ધ અપીલ કરવા અનેક તક મળે જ છે. સૌથી પેલા તો મૃત્યુદંડના નિર્ણયની હાઈ કોર્ટ સમીક્ષા કરે છે. તેના વિના મોતની સજાનો અમલ નથી કરાતો. ત્યાર પછી સુપ્રીમકોર્ટ અને ફરી પુનર્વિચાર અરજીનો રસ્તો પણ ખુલ્લો હોય છે. ફક્ત મૃત્યુદંડના મામલામાં જ સુપ્રીમકોર્ટ પુનર્વિચાર અરજી પર પણ ખુલ્લી અદાલતમાં સુનાવણી કરે છે.
6 વર્ષ જૂના ચુકાદામાં સરકાર આ ત્રણ ફેરફાર ઈચ્છે છે
ભાસ્કરે નિષ્ણાતોની સલાહ પર 4 સૂચન આપ્યા હતા. તેમાંના ત્રણનો ઉલ્લેખ કેન્દ્રની અરજીમાં પણ છે.
1. પુનર્વિચાર અરજી ફગાવાયા પછી મૃત્યુદંડ પામનારા દોષિતોની ક્યુરેટિવ પિટિશનની સમયમર્યાદા નક્કી થાય.
2. દોષિતો દયા અરજી દાખલ કરવા ઈચ્છે તો ડેથ વૉરંટ મળ્યાના 7 જ દિવસમાં કાર્યવાહી શરૂ કરે.
3. વધારે દોષિત હોય તો જુદી જુદી ફાંસી પણ શક્ય બને. કોઈ એકની અરજી પેન્ડિંગ હોય તો બધા ના બચી જાય.
સરકારની દલીલો: દુષ્કર્મ માનવતા વિરુદ્ધનો ગુનો
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, દેશ અત્યંત ગંભીર ગુનાખોરીનો સામનો કરી રહ્યો છે, જેમાં મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. તેમાં દુષ્કર્મ, હત્યા અને આતંકવાદ જેવા ગુના સામેલ છે. દુષ્કર્મ ફક્ત એખ વ્યક્તિ અને સમાજ નહીં, પરંતુ સમગ્ર માનવતા વિરુદ્ધનો ગુનો છે. છેલ્લાં કેટલાક સમયમાં એવા ગુના પણ થયા છે, જેણે દેશની સામૂહિક ચેતનાને હલબલાવી દીધી છે.
દોષિતોને કાયદા સાથે ખિલવાડની મંજૂરી ના હોય
સરકારે કહ્યું કે, બંધારણની કલમ 21ની આડમાં દોષિતો ન્યાયિક પ્રક્રિયા સાથે રમત કરી રહ્યા છે. ભયાનક, ક્રૂર અને ઘૃણાસ્પદ ગુનાના ગુનેગારોને કાયદા સાથે ખિલવાડની મંજૂરી ના આપી શકાય. કોર્ટ દરેક નાગરિકના મૌલિક અધિકારોના સંરક્ષકના રૂપમાં પીડિત અને તેના પરિવારજનોની ફરિયાદનું પણ નિવારણ કરે.
ફાંસીમાં મોડું થાય તેને સુપ્રીમ પણ અમાનવીય ઠેરવી ચૂકી છે
સરકારે કહ્યું કે, એકથી વધુ દોષિતો હોય તો એકસાથે નહીં પણ વારાફરથી કાનૂની દાવપેચ અજમાવે છે. તેના કારણે તેમની ફાંસી વારંવાર ટળી જાય છે, જ્યારે સુપ્રીમકોર્ટ જ કહી ચૂકી છે કે, એકવાર ગુનેગારને તેની ફાંસી વિશે ખબર પડી જાય, એ પછી તેમાં મોડું થાય તો તે અમાનવીય છે. દોષિતોના મૃત્યુદંડના અમલને પ્રાથમિકતા આપવી જોઈએ.
2014 જ નહીં, 2002ના ચુકાદામાં પણ ફેરફાર જરૂરી
વકીલ વિરાગ ગુપ્તાના કહેવા પ્રમાણે, કેન્દ્રનું આ પગલું પૂરતું નથી. ક્યુરેટિવ પિટિશનની વ્યવસ્થા 2002ના અશોક હુર્રા કેસમાંથી આવી હતી. એટલે ફક્ત 2014ના ચુકાદામાં ફેરફારથી કામ નહીં ચાલે. કોર્ટે પણ નિયમો બદલવા પડશે.

ગૃહમંત્રાલયની અરજીના મુખ્ય બિંદુ:

  • મૃત્યુદંડ પર સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન નામંજૂર થયા બાદ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની સમયસીમા નક્કી થાય.
  • ડેથ વોરંટ જાહેર થયા બાદ દયા અરજી દાખલ કરવા માટે સાત દિવસનો સમય નક્કી થાય.
  • દયા અરજી નામંજૂર થવાના સાત દિવસની અંદર નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવે.
  • નવું ડેથ વોરંટ જાહેર થયાના સાત દિવસ બાદ દોષિતને ફાંસી આપવામાં આવે.
  • કેસ સંબંધિત કોઇ અન્ય દોષિતની રિવ્યૂ/ક્યૂરેટિવ/દયા અરજી પર ચૂકાદો પેન્ડિંગ હોવા પર બાકી દોષિતોની ફાંસી ન રોકવામાં આવે.

પીડિતને ધ્યાનમાં રાખીને ગાઇડલાન્સ બદલવામાં આવે
ગૃહ મંત્રાલયે અરજીમાં મૃત્યુદંડના મામલાઓમાં કાયદાકીય જોગવાઇઓને દોષિત કેન્દ્રિતની જગ્યાએ પીડિત કેન્દ્રિત કરવાની અપીલ કરી. તેનો અર્થ એ કે મૃત્યુની સજાના મામલાઓમાં નક્કી થયેલી જોગવાઇઓને દોષિતોની જગ્યાએ પીડિતને ધ્યાનમાં રાખીને બદલવામા આવે. સરકારે અરજીમાં કહ્યું- વર્તમાન કાયદાની ગાઇડલાઇન્સ દોષિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેના લીધે તેઓ સજા ટાળવા માટે કાયદાકીય જોગવાઇઓ સાથે ચેડાં કરે છે. જાન્યુઆરી 2014માં સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં કહ્યું હતું- મૃત્યુદંડના દોષિતના પણ અમુક અધિકાર હોય છે અને તેની દયા અરજી નામંજૂર થયાના 14 દિવસ બાદ જ તેને ફાંસી આપવામાં આવે. સરકારે આ ચૂકાદામાં પણ બદલાવની માંગ કરી હતી.

X
નિર્ભયાના માતા-પિતા, ફાઇલનિર્ભયાના માતા-પિતા, ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી