તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:ઝઘડિયાના દુમાલા બોરીદ્રા ગામે દૂષિત પાણીથી માછલીઓનાં મોત

ઝઘડિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગો ખાડીમાં દૂષિત પાણી છોડતાં હોવાની ફરિયાદ

ઝઘડિયા તાલુકાના દુમાલા બોરીદ્રા ગામે ઉદ્યોગોએ વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી છોડતા ગામ નજીક વહેતી ખાડીમાં માછલીઓના મોત થયા હતા. ખાડીની આજુબાજુમાં આવેલા ખેતરોમાં નુકસાન થવાની ભીતિ સેવી જી.પી.સી.બી ને ફરિયાદ કરતા જીપીસીબીએ નમૂના લઇ કાર્યવાહી કરી છે.ઝઘડિયા તાલુકાના દુમાલા બોરીદ્રા ગામે રહેતા નરેન્દ્રભાઈ પટેલ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે જ્યારે તેઓ તેમના ખાડી વગા ના ખેતર આંટો મારવા ગયા હતા ત્યારે ખાડીમાં મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી ઝગડિયા જીઆઈડીસી તરફથી આવતા પાણીના વહેણમાં જોવા મળ્યું હતું. વધુ તપાસ કરતા ખાડીના કિનારે મોટી માત્રામાં જળચર જીવો તેમજ માછલીઓ મરેલી બહાર પડી હતી. આટલી મોટી માત્રામાં પ્રદુષિત પાણી ખાડીમાંથી વહેતા નરેન્દ્રભાઈ એ જીપીસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો