તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:હોટલના પાંચમા માળેથી પડતું મૂકતાં યુવકનું મોત

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલકાપુરી ગરનાળા પાસે બનેલો બનાવ

શહેરના અલકાપુરી ગરનાળા નજીક આવેલી સુદર્શન હોટલના પાંચમા માળેથી એક અજાણ્યા યુવકે પડતું મૂકતાં ચકચાર મચી હતી. બનાવને પગલે પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી તેની ઓળખનાં ચક્રો ગતિમાન કર્યાં છે. અલકાપુરી ગરનાળા નજીક સુદર્શન હોટલ આવેલી છે. આજે સવારે 25 વર્ષનો યુવક હોટલની સીડી વડે કાચનો સાંકળ મારેલો દરવાજો ખોલી પાંચમા માળે પહોંચ્યો હતો અને ત્યાં બારીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. નીચે પટકાતાં જ તેનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં ટોળાં સ્થળ પર દોડી આવ્યાં હતાં. બનાવની માહિતી મળતાં જ ગોત્રી પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ભિક્ષુક હોવાનું અને વિસ્તારમાં ફરતો હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો