તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:રાંદેરમાં આધેડ મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા

રાંદેરમાં એક આધેડ મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજયું છે. સામાજીક પ્રસંગમાં હાજરી આપવા જવા માટે મહિલા પોતાના રૂમમાં તૈયાર થવા માટે ગઈ હતી. ત્યાર બાદ રૂમમાંથી મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. મહિલાના માથામાં ઈજા થવાના કારણે મોત થયું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. જોકે માથામાં ઈજા કેવી રીતે થઈ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.રાંદેર પાલનપુર પાટીયા ગંગાનગર સોસાયટી ખાતે રહેતા 49 વર્ષીય જોલીબેન સુનિલભાઈ ઠક્કરના પતિ સુનિલભાઈ ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. શનિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં તેમને કોઈક સામાજિક પ્રસંગમાં બહાર જવાનું હોવાથી તેઓ પોતાના રૂમમાં તૈયાર થવા માટે ગયા હતા. જોકે મોડી સુધી તેઓ નીચે નહીં આવતા પરિવારે તપાસ કરી હતી. જેમાં તેઓ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેમના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જેમાં જોલીબેનનું મોત માથાના ભાગે ઈજા થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. જોકે તેમને માથાના ભાગે ઈજા કેવી રીતે થઈ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. રૂમમાં અક્સમાતે પટકાતા માથામાં ઈજા થવાથી તેમનું મોત નિપજ્યું હોવાની શક્યતા પોલીસે વ્યકત કરી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો