તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:નદીમાં ન્હાવા પડેલા સાળા-બનેવીનાં મોત

અમીરગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમીરગઢ નજીક પાલનપુરનો પરિવાર પિકનીક મનાવવા આવ્યો હતો

પાલનપુરના મુસ્લિમ પરિવાર રવિવારે પીકનીક માટે આવ્યા હતા. જ્યાં અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નાહવા પડતાં સાળો-બનેવી ડૂબી જતાં આજુબાજુના લોકોએ દોડી આવી બહાર કાઢ્યા હતા. પરંતુ આ સાળો-બનેવીના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે.

પાલનપુરમાં ઢુંઢિયાવાડી પોલીસ સ્ટેશન પાછળ રહેતાં સોયલખાન મહમદખાન પઠાણ રવિવારે પરિવાર સાથે ગયા હતા. જ્યાં અમીરગઢ નજીકથી પસાર થતી બનાસનદીમાં સોયલખાન મહમદખાન પઠાણ તેમજ તેમના સાળા રીઝવાન અયુબભાઇ બલોચ (રહે.નાનીબજાર) નાહવા ગયા હતા. જ્યાં બનાસ નદીમાં કાલિકાકર નજીકના ધરામાં સાળો-બનેવી ડૂબ્યા હતા. જેમને સ્થાનિક યુવકો દ્વારા દોડી આવી બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાર સુધીમાં બન્ને સાળો-બનેવીના મોત નિપજ્યા હતા.

આ બન્નેની લાશને અમીરગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડાઇ હતી. ઘટનાને પગલે અમીરગઢ પીએસઆઇ તેજસ દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપુત દોડી આવ્યા હતા. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ સોયલખાન મહમદખાન પઠાણના બે માસ પહેલા જ લગ્ન થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો