ભરૂચ / 6 વર્ષના બાળકનું અપહરણ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ હત્યા

બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

  • વાગરાના વડદલા ગામની ઘટના
  • નજીકના ફ્લેટમાં લઇ જઇ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Divyabhaskar.com

Jan 20, 2020, 03:27 AM IST

ભરૂચઃ વાગરા તાલુકાના વડદલા ગામે રહેતાં મુકાદમને ત્યાં મિથુનકુમાર રામપ્રસાદ કેવટ (ઢીમ્મર) લેબર તરીકે કામ કરતો હતો. શનિવારે મુકાદમના 6 વર્ષના પુત્રને મિથુન કોઇ લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. બાદમાં નજીકમાં આવેલાં એક અવાવરૂ ફ્લેટમાં તેને લઇ જઇ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જઘન્ય કૃત્યથી હેબતાઇ ગયેલું બાળક તેના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરશે તેવી ભીતિને પગલે મિથુનકુમારે આવેશમાં આવી તેનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. બીજી તરફ પરિવારજનોએ પોલીસ સાથે મળી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં બાળક છેલ્લે મિથુનકુમાર સાથે દેખાયો હોવાનું માલુમ પડતાં પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તમામ મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

મિથુન કેવટ નામના યુવક સાથે છેલ્લે બાળક જોવા મળ્યો હતો

દહેજના વડદલા ગામમાં આવેલી રેસીડેન્સીમાં ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિ(ઉ.વ.6) પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ બપોરે 12:30 વાગ્યે ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી શોધખોળ હાથ ધરી હતી. જેમાં મિથુન કેવટ નામના યુવક સાથે છેલ્લે બાળક જોવા મળ્યો હતો. જેથી પોલીસે મિથુનની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ નજીકમાં આવેલી એક રેસીડેન્સીના પ્રથમ માળના બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી.

સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની આશંકા

ગુમ બાળકની હત્યા કરવાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે, રિપોર્ટ બાદ જ વધુ માહિતી મળશે.

અહેવાલઃ પ્રકાશ મેકવાન, ભરૂચ

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી