અંકલેશ્વર / સાગબારા ફાટક પાસે ઝાડ પર લટકી યુવાને આપઘાત કર્યો, લોકોએ આગળ ઉભા રહી સેલ્ફી લીધી

વૃક્ષ સાથે લટકતો મૃતદેહ
વૃક્ષ સાથે લટકતો મૃતદેહ

  • સવારે ગ્રામજનો જાણ થતા લોકો દોડી આવ્યા
  • દઢાલ ગામના યુવાનનો મૃત દેહ ઝાડ પર લટકો હતો લોકોએ સેલ્ફી લીધી
  • સોશિયલ મીડીયાના તૂતે મોતનો પણ લોકો મલાજો ના જાણવ્યો  
  • તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી 

Divyabhaskar.com

Jan 16, 2020, 11:13 PM IST

અંકલેશ્વર: અંકલેશ્વર સાગબારા ફાટક પાસે ઝાડ પર લટકી યુવાને કર્યો આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગ્રામજનો જાણ થતા લોકો દોડી આવ્યા હતા. દઢાલ ગામના યુવાનનો મૃત દેહ ઝાડ પર લટકો હતો લોકો સેલ્ફી લીધી હતી. સોશ્યલ મીડીયાના તૂટે મોતનો પણ લોકો મલાજો પણ ના જાણવ્યો હતો. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની ધેલછામાં યુવા ધન તદ્દન બેફકરી અને માનવતા ની હદ પણ વટાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર દઢાલ ગામ પાસે નવાગામ જતા માર્ગ પર સાગબારા ફાટક પાસે લીમડાના ઝાડ પર દઢાલ ગામના રહીશ ગિરીશ ઉકડ વસાવા નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. સવારે આ ઘટનાની જાણ ગ્રામજનોને કરવામાં આવતા લોકો દોડી આવ્યા હતા. જ્યા લોકો મૃતદેહ આગળ ઉભા રહી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. અને તેના ફોટો પણ વાયરલ કર્યા હતા. બનાવની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પી.એમ અર્થે ખસેડ્યો હતો. મૃતક યુવાન કયા કારણસર આપઘાત કર્યો તે બહાર આવ્યું નથી પરંતુ આપઘાતની ઘટના સમયે સોશ્યલ મીડીયાની ધેલછામાં લોકોની માનસિક વિકૃતિ સામે આવી હતી જે સેલ્ફી સ્વરૂપે નજરે પડી હતી.

X
વૃક્ષ સાથે લટકતો મૃતદેહવૃક્ષ સાથે લટકતો મૃતદેહ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી