રાજકોટ / રાજવી પરિવારનાં દિકરીએ સાસરિયાના ત્રાસથી કંટાળી ફરિયાદ કરી, પોલીસે દહેજ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન

  • લગ્નના 10 જ દિવસ બાદ અમને ખબર પડી હતી કે પતિ ચેઇન સ્મોકર છે
  • 60-70 હજારનો પગાર તેઓ દારૂ અને સિગારેટમાં વાપરી નાંખતા

Divyabhaskar.com

Oct 20, 2019, 12:25 AM IST

રાજકોટ: રાજકોટ ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી લાખાજીરાજ જાડેજાના પુત્ર સ્વ.પ્રહલાદસિંહજીના પુત્રી મેધાવીબાએ મહિલા પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદના બોડકદેવ, જજીસ બંગ્લોઝ પાછળ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા પતિ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા, મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા, સાસુ વિનાદેવી, દિયર અભયરાજસિંહના નામ આપ્યા હતા. છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી રોડ, નીલસિટી એસ્ટ્રલ પાર્ટ-એમાં માવતરે રહેતા મેધાવીબાએ નોંધાવેલી ફરિયાદમાં, તેમના લગ્ન 2008માં મેઘરાજસિંહ સાથે થયા હતા. રાજ પરિવારના હોવાથી લગ્ન સમયે લાખોનો કરિયાવર અપાયો હતો.

પતિ, સાસુ-સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાઈ
પોલીસે હાલ યુનિવર્સિટી રોડ પર રહેતાં મેઘાવીબા મેઘરાજસિંહ ચુડાસમા (ઉં-37)ની ફરિયાદ પરથી અમદાવાદમાં રહેતા તેમના પતિ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડસમા (ઉં-42), સસરા મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા, સાસુ વિનાદેવી મનહરસિંહ ચુડાસમા અને દિયર અભરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સામે આઇપીસી 498 (ક), 323,504,506(2), 114 અને દહેજધારાની કલમ-3, 4 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પૈસા કમાવવાનું કહેતા નોકરી પણ કરી
લગ્ન પૂર્વે જ વધુ અભ્યાસ કરવા દેવાની વાત થઇ હતી. તેમ છતાં વધુ અભ્યાસ કરવા દેવામાં આવ્યો ન હતો. દરમિયાન પતિ એક પણ રૂપિયો આપતા ન હોવા અંગે સાસુ-સસરાને વાત કરતા તેમણે જાતે કમાઇ લેવાનું કહ્યું હતું. પોતે સારા ચિત્રકાર હોય સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે નોકરી કરવી પડી હતી. તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ વધતાં અંતે નોકરી પણ મૂકવી પડી હતી. તેમણે બનાવેલા કિંમતી પેઇન્ટિંગ્સ હાલ તેમના કબજામાં છે.

સમાધાન માટે બે વર્ષથી પ્રયાસો કરાતા
મેધાવીબાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, બે વર્ષ પૂર્વે પતિ સાસરિયાઓએ ત્રાસ આપી કાઢી મૂકતા રાજકોટ પિયર આવી ગયા હતા. પિયર આવ્યા બાદ પરિવારજનોએ સમાધાન માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ફેમિલી કોર્ટ, મિડીએશન સેન્ટર સુધી પણ પહોંચ્યા હતા. તેમ છતાં સાસરિયાઓએ સમાધાન કર્યું ન હતું. જ્યારે કરિયાવર પરત માગતાં તે આપવાની ના પાડતા અંતે ફરિયાદ કરવાની ફરજ પડી છે.

નાની-નાની વાતમાં ગુસ્સે થઈ ગાળાગેાળી કરતા હતા
મેઘાવીબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન મેઘરાજસિંહ સાથે 2008માં રાજકોટ કાઠીયાવાડ જીમખાના સાથે હિન્દુ શાસ્ત્રોકત વિધીથી થયા છે. લગ્ન જીવન દરમિયાન એક પુત્રી આહનાબાનો જન્મ થયો જે 11 વર્ષના છે. લગ્નના દસ જ દિવસ બાદ અમને ખબર પડી હતી કે પતિ ચેઇન સ્મોકર છે અને ખુબ જ દારૂ પીવાની ટેવ ધરાવે છે. પણ લગ્નના થોડા જ દિવસ થયા હોઇ અમે શાંતિથી તેમને સમજવાની શરૂઆત કરી હતી. પણ તે અમારી વાત સાંભળતા નહિં. દારૂ છોડવાને બદલે દિવસેને દિવસે વ્યસન વધતુ ગયું હતું. આ કારણે તેનો સ્વભાવ ઉગ્ર અને તામશી થઇ ગયો હતો. નાની-નાની વાતે ગુસ્સે થઇ મારામારી ગાળાગાળી કરવા લાગતાં હતાં. 60-70 હજારનો પગાર તેઓ દારૂ અને સિગારેટમાં વાપરી નાંખતા હતાં. મને એક રૂપિયો પણ આપતા નહિં. આવુ બે મહિના સુધી ચાલ્યું હતું.

સમાધાનના પ્રયાસમાં સમય પસાર થતાં ફરિયાદ મોડી કરી
જે બાદ અમે સસરા મનહરસિંહને વાત કરી હતી. તો તેમણે મારા પતિને સમજાવવાને બદલે અમને ઠપકો આપી તમારો ખર્ચ તમારે જાતે કમાઈ લેવો જોઇએ, પૈસા અમારી પાસે માંગવાના નહિ તેમ કહ્યું હતું. આ જ રીતે સાસુએ પણ તેના દિકરાનું ઉપરાણું લીધું હતું. જ્યારે દિયર વાત વાતમાં ખૂનની ધમકી આપી તુકારા દઇ બદનામ કરી નાંખવાની ધમકી આપતાં હતાં. અનહદ ત્રાસને કારણે અમારે બે વર્ષથી રાજકોટ માવતરના ઘરે રહેવા ફરજ પડી છે. અમને કોઇપણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડ્યા વગર કાઢી મુકાયા છે. સાસરિયાઓ કહે છે કે છુટાછેડામાં સહી કરી જાવ તો જ કરિયાવર પાછો આપવો છે. સમાધાનના પ્રયાસમાં સમય પસાર થતાં ફરિયાદ મોડી કરી છે.

X
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનરાજકોટ મહિલા પોલીસ સ્ટેશન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી