• Home
  • Utility
  • Automobile
  • Datsun Ready Go will come with new safety features and SUV designs, with prices likely to increase from ₹ 10 thousand to ₹ 20 thousand

અપકમિંગ / ડેટ્સન રેડી ગો નવાં સેફ્ટી ફીચર્સ અને SUV ડિઝાઇન સાથે આવશે, કિંમત ₹10 હજારથી ₹20 હજાર વધવાની શક્યતા

Datsun Ready Go will come with new safety features and SUV designs, with prices likely to increase from ₹ 10 thousand to ₹ 20 thousand

Divyabhaskar.com

Mar 09, 2020, 03:17 PM IST

ઓટો ડેસ્કઃ દેશની સૌથી સસ્તી કાર ડેટ્સન રેડી ગો હવે એક નવા રૂપરંગમાં આવી રહી છે. જાપાની ઓટોમોબાઇલ કંપની ડેટ્સ તેની હેચબેક કાર રેડી ગોને એકદમ નવા લુકમાં લોન્ચ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ આ કાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ હતી, જેમાં સેનો અટ્રેક્ટિવ લુક અને નવી ડિઝાઇન સ્પષ્ટ દેખાઈ આવી હતી. આ કારમાં કંપનીએ BS6 એન્જિનનો પ્રયોગ કર્યો છે.

ટેસ્ટિંગ દરમિયાન જે કાર જોવા મળી તેને જોઇને લાગી રહ્યું છે કે, કંપની આ કારનાં ફીચર્સ અને એન્જિનમાં નહીં પરંતુ તેની ડિઝાઇનમાં મોટો ફેરફાર કરી રહી છે. ડેટ્સન રેડી ગોના કરન્ટ મોડેલની કિંમત 2,79,650 રૂપિયા છે.

નવી અપડેટેડ ડેટ્સન રેડી ગો ચેન્નાઇના રસ્તાઓ પર જોવા મળી હતી. આ કંપને કંપનીએ ટોલ બોય ડિઝાઇન આપી છે, જે તેને SUV જેવો દેખાવ આપે છે. આ ઉપરાંત, કંપનીએ તેના ડોરની સાઇડ ક્રીઝ લાઇન્સમાં પણ ફેરફાર કર્યો છે. કંપની આ કારના ફ્રંટમાં વધારે ફેરફાર કરે એવી શક્યતા છે.

જો કે, ટેસ્ટિંગ દરમિયાન આ કાર સંપૂર્ણ રીતે કવર કરેલી હતી. તેથી, તેની ડિઝાઇન વિશે અન્ય જાણકારી જાણવા નથી મળી. કંપની આ કારને BS6 એમિશન નોર્મ્સ અનુસાર બે એન્જિન ઓપ્શનમાં રજૂ કરશે. આ કારનું કરન્ટ 0.8 લિટરનું એન્જિન 54hp પાવર અને 1.0 લિટરની કેપેસિટીનું પેટ્રોલ એન્જિન 68hp પાવર જનરેટ કરે છે. આ કારને કંપની 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે માર્કેટમાં લોન્ચ કરશે.

લોન્ચ પહેલાં રેડી ગોનાં નવાં મોડેલની કિંમત વિશે કોઈ જાણકારી નથી મળી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કારની કિંમતમાં આશરે 10થી 20 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે.

X
Datsun Ready Go will come with new safety features and SUV designs, with prices likely to increase from ₹ 10 thousand to ₹ 20 thousand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી