તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દાંતકરોડી ગામે ઓએનજીસી હાયહાયના નારા લગાવી લોકસુનાવણીનો બહિષ્કાર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા તાલુકાના ખેડૂતો અને સરપંચો દ્વારા સુનાવણીનો બહિષ્કાર કરી હોબાળો મચાવતાં અધિકારીઓ પાછા ફર્યા
  • મહિલા સરપંચને સ્ટેજ પર સ્થાન ન અપાતા હાજર સરપંચો નારાજ જોવા મળ્યા

પાટણઃ ઓએનજીસી માટે જમીન આપનાર ખેડૂતોના વળતર  અને ઓઈલ કૂવાઓની નજીકના ખેતરોમાં પાક બગાડ સહીતના  પ્રશ્નોના નિરાકરણ માટે ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ , ઓએનજીસી અને વહીવટી તંત્ર દ્વારા લોક સુનાવણી ગુરુવારે રાખવામાં આવી હતી પરંતુ તમામ લોકોની જાણકારી  વગર સુનાવણી રાખાતાં ખેડૂતો અને સરપંચો અજાણ રહેતાં તંત્રના આયોજનને લઇને ભારે હોબાળો મચી ગયો હતો જેમાં ઓએનજીસી હાય હાયના નારા લગાવી  ખેડૂતોએ કાર્યક્રમનો બહિષ્કાર કરી ચાલતી પકડી હતી. ગામના મહિલા સરપંચને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી પણ હાજર ગામોના  સરપંચો નારાજ થયા હતા.
ચાણસ્મા હારીજ અને પાટણ સહિતના વિસ્તારમાં ઓએનજીસી દ્વારા ભૂગર્ભમાં સંશોધન કરીને ઓઈલ કાઢવા માટે વેલ કરવામાં આવેલા છે. અંદાજે ૭૦૦ જેટલા ખેડૂતોની જમીનનું સંપાદન થયેલું છે ત્યારે જમીન આપનાર ખેડૂતો તેમજ ઓઇલ કૂવાઓની નજીકના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ગુરુવારે દાંતકરોડી ગામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ , ઓએનજીસી અને વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરાયો નહોતો.પણ ચાણસ્મા તાલુકાના માત્ર પાંચ-સાત ગામોના સરપંચો સુનાવણીમાં આવ્યા હતા .ખેડૂતોની પણ પાંખી હાજરીને લઇ  હોબાળો મચાવી કાર્યક્રમનો બહિષ્કાર કરી ચલતી પકડતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો .

ખેડૂતોની રજૂઆતથી સુનાવણી મુલતવી રખાઈ
નિવાસી અધિક કલેકટર એન ડી પરમારે જણાવ્યું હતું કે આ સુનાવણી બાબતે ખેડૂતોને પૂરતી જાણકારી ન હોવાની રજૂઆત મળતા  ખેડૂતોને  જાણ કર્યા બાદ રાખવા માટે ઓએનજીસીને સૂચના આપવામાં આવી છે.આ કાર્યક્રમ ઓએનજીસી દ્વારા થનાર કુવાઓના ખોદકામથી પર્યાવરણીય અસરો શું થઇ શકે તે માટે રાખવામાં આવી હતી જેમાં અંદાજે 50થી વધુ ખેડૂતો હાજર જણાયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો