પાલનપુર / 17 વ્યાજખોરના ત્રાસથી દાંતાના દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

વ્યાજખોરોના ત્રાસથી  દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ
વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ

  • એસપીને રજૂઆત કરી વ્યાજખોરો સામે પગલાં ભરવા યુવકના પિતાના માંગ

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 10:56 AM IST

પાલનપુરઃ દાંતાના 17 વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. તાત્કાલિક પાલનપુર લાવી સારવાર અપાતા બંનેનો જીવ બચી ગયો હતો. દરમિયાન પિતાએ એસપીને લેખિત રજૂઆત કરી તેમના પુત્ર અને તેમની પુત્રવધુએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હોવાનું જણાવી વ્યાજખોરો સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.

દાંતાના પંચાલ વાસમાં રહેતા વિકાસ જયંતીભાઈ પંચાલ અને તેમની પત્ની એકતા વિકાસ કુમાર પંચાલએ સોમવારે સવારે સાત વાગ્યે ઝેર પી લેતા તેમને પહેલા દાંતાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી આઈસીયુમાં ભરતી કરાયા હતા.

પાલનપુર સારવારમાં લાવતા વિકાસભાઈના પિતા જયંતીભાઈએ એસપીને લેખિત ફરિયાદ કરીને જણાવ્યું હતું કે "વ્યાજખોરોના ત્રાસથી મારા દીકરા વિકાસ અને પુત્રવધુ એકતાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. દાંતામાં વ્યાજે નાણાં ધીરનાર વ્યક્તિઓના ત્રાસથી કંટાળી જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેની ચિઠ્ઠી પણ વિકાસના ખિસ્સામાંથી મળી આવી હતી. દાંતા પોલીસે હજુ ફરિયાદ લીધી નથી. જેથી તાત્કાલિક ગુનો નોંધવામાં આવે અને આરોપીઓની અટકાયત કરવામાં આવે. વિકાસના પિતા એ જણાવ્યું હતું કે " વ્યાજખોરો સામેની ચિઠ્ઠીમાં કુલ 17 જણાના નામો લખેલા છે. બંને પતિ-પત્ની પાલનપુરની સ્વસ્તિક આઈસીયુમાં હાલ સારવાર હેઠળ છે.

X
વ્યાજખોરોના ત્રાસથી  દંપતીએ આત્મહત્યાનો પ્રયાસવ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી