કેરળ / 10 વર્ષના બાળકે ઝીરો એન્ગલથી ગોલ કર્યો, લોકોએ મેસી સાથે સરખામણી કરી; વીડિયો વાયરલ

  • કેરળ કિડ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં 10 વર્ષના દાનીએ ઝીરો એન્ગલથી ગોલ કર્યો
  • લોકોએ કહ્યું- આપણે ભારતના ભવિષ્યના ચેમ્પિયનના વખાણ કરવા જોઈએ, શાબાશ દાની

Divyabhaskar.com

Feb 15, 2020, 04:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કેરળમાં 10 વર્ષના એક બાળકે ઝીરો એન્ગલથી ગોલ કરીને ફૂટબોલ ફેન્સને હેરાન કરી દીધા છે. ખેલાડીનું નામ દાની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને દાનીની માતાએ ફેસબુક પર પોસ્ટ કર્યો છે. તેને પૂર્વ ભારતીય ફૂટબોલર આઇએમ વિજયને પણ ટ્વિટર પર શેર કર્યો હતો.

આ મેચ ઓલ કેરળ કિડ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ હતી, જે 9 ફેબ્રુઆરીએ મિનાન્ગડીમાં રમાઈ હતી. દાનીએ કેરળ ફૂટબોલ ટ્રેનિંગ સેન્ટર તરફથી રમતા મેચમાં હેટ્રિક કરી હતી. ટૂર્નામેન્ટમાં

13 ગોલ કરનાર દાનીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સ આ બાળકની સરખામણી અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી સાથે કરી રહ્યા છે.

20 હજારથી વધુ લોકોએ વીડિયો જોયો
આ વીડિયોને સોશિયલ મીડિયા પર 20 હજારથી વધુ લોકોએ જોયો છે. ટ્વિટર પર તેને 300થી વધુ રીટ્વીટ મળી છે. યૂઝર્સ દાનીના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ભારતીય ફૂટબોલને લઈને લોકો વધુ જાગૃત નથી. કદાચ આ વીડિયો જોઈને તેમને પ્રેરણા મળે. એક અન્ય યૂઝરે લખ્યું - આપણે ભારતના ભવિષ્યના ચેમ્પિયનના વખાણ કરવા જોઈએ. ઝીરો એન્ગલથી સીધો ગોલ પોસ્ટમાં. જય હિન્દ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી