તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નુકસાન:નેત્રંગમાં 12 કલાકમાં 2 ઇંચ વરસાદથી સોયાબિન અને ડાંગરના પાકને નુકસાન

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે જંબુસરના કાવી, ઝઘડિયા વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યાં

ભરૂચ અને નર્મદા જિલ્લામાં શનિવારે રાત્રે થયેલા વરસાદ બાદ બીજા દિવસે રવિવારે પણ જંબુસરના કાવી પંથકમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગ વાલિયા અને ઝઘડિયા પંથકમાં પણ હળવા ઝાપટાં નોંધાયા હતા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. નેત્રંગ તાલુકામાં વિતેલા 12 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સોયાબીન, અડદ , ડાંગર અને કપાસ ના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો માથે આભ ફાટ્યું હતું. વરસાદે ખરાં અર્થમાં ખેડૂતોની દિવાળી બગાડી છે. જ્યારે કાપેલાં સોયાબીન અને અડદને સગેવગે કરવા ખેડૂતોની જહેમત ઉઠાવી હતી.ડેડીયાપડાના ચીકદા વિસ્તારમાં શનિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે એક જ કલાકમાં 2 ઈચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચાલુ વર્ષે વધુ વરસાદ થતાં નુકશાનીના એધાણ છે, ખેડુતો કુદરતી આર્થિક મારથી હજુ બહાર આવ્યા પણ નથી. તૈયાર ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે.

વાતાવરણ બદલાતા ચૂસીયા જીવાતનો ઉપદ્રવ વધશે
પરિપક્વ થઈ ગયેલા કપાસને નુકસાની ઓછું થશે. જ્યારે જે કપાસના ઝીંડવા ફૂટી ગયા હશે તે ભેજના સંગ્રહને કારણે કપાસ બગડી શકે. પણ ફરી જરૂરી માત્રામાં સૂર્યપ્રકાશ મળતો રહશે તો નુકસાન ઓછું થશે. જ્યારે વાતાવરણના ફેરફારથી ચૂસીયા નામની જીવાતનો ઉપદ્રવ વધી શકશે.> મહેન્દ્ર પટેલ, કૃષિ વૈજ્ઞાનિક - ચાસવડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો