તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:2 ઇંચ વરસાદથી વિજાપુર પંથકમાં મગફળીને નુકસાન

વિજાપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા નોરતે વરસાદની રમઝટ , મહેસાણામાં અડધો ઇંચ, વિસનગર, કડી, બહુચરાજી, જોટાણા, વડનગરમાં ઝાપટાં પડ્યાં

મહેસાણા જિલ્લામાં શનિવારે પ્રથમ નોરતાની મધરાતથી રવિવાર વહેલી સવાર સુધી ગાજવીજ સાથે વરસાદે રમઝટ જમાવી હતી. જેમાં વિજાપુરમાં બે કલાકમાં 2 ઇંચ, મહેસાણામાં અડધો ઇંચ સહિત 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ઉતરતા ચોમાસે વરસેલા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ રહેતાં વિજાપુર પંથકમાં મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાય છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને લઇ શનિવારે રાત્રે ઉત્તર ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો હતો અને મહેસાણા શહેરમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે રાત્રે 2થી 3માં અડધો ઇંચ અને વિજાપુરમાં રવિવારે વહેલી સવારે 4 થી 6માં 2 ઇંચ પાણી પડ્યું હતું. ડિઝાસ્ટર કંટ્રોલરૂ મુજબ, વિજાપુરમાં 51 મીમી, મહેસાણામાં 15 મીમી, વિસનગરમાં 9 મીમી, કડીમાં 3 મીમી, બહુચરાજી અને જોટાણામાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો.

વડનગર સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યાં હતાં. હાલ મહેસાણા જિલ્લામાં 70 હજાર હેક્ટરમાં દિવેલા, 30 હજાર હેક્ટરમાં કપાસનો પાક ઉભો છે. વિજાપુરમાં 7 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલું છે. ગવાર સહિત કઠોળ પણ તૈયાર છે. એવામાં વરસાદ પડતાં કઠોળ પાકોને નુકસાન થઇ શકે છે.

મગફળીની ક્વોલિટી પર અસર થઇ શકે છે
કાપણી થઇ હોય એવી ખેત પેદાશ પલળતાં ગુણવત્તાને લઇ નુકસાન થઇ શકે. મગફળી કાપણીના તબક્કામાં છે, ખેડૂતોએ મગફળી હાર્વેસ્ટ કરેલી હોય એવામાં પવન સાથે વરસાદનું પાણી આવ્યું હોય ત્યાં ક્વોલિટીને માઠી અસર થઇ શકે છે. > વી.જે.જોશી, જિલ્લા ખેતીવાડી અધિકારી

હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઇ જવાની ચિંતા
પાટણ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં પોણો ઇંચ અને સુઇગામ, દાંતીવાડામાં ઝાપટું પડ્યું હતું. થરાદમાં મકાનોનાં પતરાં ઊડયાં હતાં. અરવલ્લી અને સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો