તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:સાબરકાંઠા અને અરવલ્લીમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતાં પાકને નુકસાન

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિણોલ

ધનસુરાના શિણોલ પંથકમાં શનિવાર રાત્રે વરસાદ પડતાં પાણી ભરાતાં જતાં મગફળી, કપાસ,સોયાબીન સહિત ખેત પેદાશો પલળી જતાં ખેડૂતોને નુકસાન થયુ છે. મગફળીનો ભૂકો પલળી ગયો હતો.

માલપુર

શનિવારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં ખેતરોમાં પડેલા પાકને નુકશાન થયુ હતું. મગફળી,કઠોળ, કપાસ,જેવા તૈયાર થયેલા પાકોને નુકસાન થતાં ખેડૂતો પર "પડતા ઉપર પાટું" જેવો ઘાટ સર્જાયો હતો. જિલ્લામાં સૌથી વધુ માલપુરના ઉમરાણ પંથકમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. ખેડૂતો વરસાદના કારણે રાત્રીના સમયે પાક બચાવવા તાડપત્રી લઈને ખેતર તરફ દોડાદોડી કરી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રાંતિજ

પ્રાંતિજ પંથકમાં ભારે પવન સાથે વરસાદ તુટી પડતા ડાંગરનો તૈયાર થયેલ પાક જમીન સરસો થઈ ગયો હતોે.

મોડાસા

અરવલ્લી જિલ્લાના સરહદી વીસ્તાર ગણાતા ગદતાપુર અને ઉભરાણ ગામ વચ્ચે વાવાઝોડું ફૂંકાતા મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોમાં મોટુ નુકશાન ખેડૂતોના પેટ પર પાટુ જેવી સ્થિતી વર્તાઇ હતી.

વીરાવાડા

હિંમતનગરના વીરાવાડામાં વિનુભાઈ ધરમાભાઈ પટેલના ખેતરમાં ચાર વીઘા મગફળીનું વાવેતર પલળી ગયું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો