ટેરો રાશિફળ / સોમવારનો દિવસ મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે, બિઝનેસ અને કરિયરમાં નવી ઓળખ મળશે

daily Tarot predictions of 3 August 2020, Shila M Bajaj
X
daily Tarot predictions of 3 August 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 12:30 AM IST

સોમવાર, 3 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Four of Coins

આજનો દિવસ તમારા માટે થોડાં એવા કામ કરવાનો છે જે તમને માનસિક શાંતિ અથવા સુખ આપી શકે છે. તમે તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવા વિશે વિચારશો. તે તમને વધારે રચનાત્મક બનાવશે.

કરિયરઃ- આજે કામમાં મન લાગશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- આજે તમને હાથમાં થોડી તકલીફ રહેશે.

-----------

વૃષભઃ- Queen of Cups

દમન ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિ જવાબદારી અને પરેશાનીઓથી ઘેરાઈ જાઓ છો. જેમ કે દરેક વસ્તુની અતિ ખરાબ છે. તમારા ઉત્સાહ અને ઓળખ પર કરિયરના મામલાઓને ખરાબ ન થવા દો. તમારા જીવનમાં વ્યાપ્ત નકારાત્મકતાઓને દૂર કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારી શાખ પર વિચાર કરી લો.

કરિયરઃ- આજે કેટલીક નવી સંભાવનાઓ નજર આવશે. તમારે અતિઉત્સાહથી બચવું પડશે.

લવઃ- વિવાહિતો માટે તમે વિવાહેતર સંબંધમાં સામેલ થઈ શકો છો અને એકલા લોકો માટે પ્રેમ સંબંધના સંકેત આપી જાય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા નકારાત્મક વિચારસરણી શિથિલ અને ચિડિયા બનાવી શકે.

-----------

મિથુનઃ- The Sun

આજનો દિવસ તમારા માટે તમારી યોગ્યતાના દમ પર આગળ વધવાનો છે. તમારી પાસે થોડાં એવા આઇડિયા હોઇ શકે છે, જે બિઝનેસ અથવા કરિયરમાં તમને એક નવી ઓળખ અપાવી શકે છે. આજે થોડો સમય ખરીદારીમાં પણ વિતાવી શકો છો.

કરિયરઃ- આજે તમને થોડાં મામલે આર્થિક લાભ પણ મળી શકે છે.

લવઃ- જીવનસાતી સાથે તમારો ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- તમને વાઇરલ ઇન્ફેક્શન થઇ શકે છે.

-----------

કર્કઃ- The Chariot

જ્યારે તમે એક દિશામાં આગળ વધતાં રહો તો સ્થિતિઓ પોતે જ પ્રગટ થશે. નિયતિ તમારી કાર્યવાહી નક્કી કરશે. આસામ કરો અને તમારા સંબંધોનું આત્મનિરિક્ષણ કરો. એક ઈચ્છા પૂરી થસે. તમારો આંતરિક અવાજ અને તમારી ચેતના પર ભરોસો કરો. તમે તેની ઉપર વિચાર કરો કે શું સંબંધોની માંગણી પ્રમાણે તમે તેને સમય આપી રહ્યાં છો કે નહીં.

કરિયરઃ- તમારા સંબંધોમાં ફેરફારમાં ખચકાશો નહીં. વસ્તુઓને મોટા સ્તરે વિચારવામાં તમને આત્મા અવલોકન કરવાની જરૂર છે.

લવઃ- આજે તમારે પરિવારને સમય આપવો પડશે અને સાથીની સાથે ફરવા જઈ શકો.

સ્વાસ્થ્યઃ- હેલ્થ માટે સમય સારું રહેશે. મોસમી બીમારીઓથી સાવધાન રહેવું.

-----------

સિંહઃ- Seven of Cups

આજનો દિવસ તમારા માટે પોઝિટિવ રીતે કામ કરવાનો છે. આજે તમે થોડાં મામલે તમારી નેતૃત્વ ક્ષમતાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો. આજના દિવસમાં થોડી રચનાત્મક વાતો પણ થઇ શકે છે.

કરિયરઃ- ઓફિસ અને બિઝનેસ માટે આજે દિવસ ઘણો સારો છે. તમે વિલંબમાં પડેલાં કામને પૂરાં કરી શકો.

લવઃ- સાથીની સાથે કોઈ કલાત્મક જગ્યાએ જવાની તકો મળે. સાંજના સમયે સંબંધો માટે અનુકૂળ રહેશે.

સ્વાસ્થ્યઃ- આંખો નબળી થઈ શકે અને સ્વાસ્થ્યને પ્રાભાવિત કરી શકે.

-----------

કન્યાઃ- Four of Swords

આ સમય તમારા મન, શરીર અને આત્માને ફરીથી જીવંત કરવાનો છે. તમારી દિનચર્યાથી થોડો બ્રેક લઈ બહાર જઈ શકો. આ સમય તમારી માટે રિઝર્વ રાખવાનો છે. પરિવારની સાથે કેટલીક સારી યાદો એકઠાં કરી શકો. તમારા કાર્યની પ્રશંસા થઈ શકે. સમયના હિસાબે તમને તેનું પરિણામ મળી શકે.

કરિયરઃ- તમે ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી કામ કરી રહ્યાં છો. તેનું સારું પરિણામ ઝડપથી જોવા મળશે.

લવઃ- તમારા સાથી અને પરિવારની સાથે સમય વિતાવો, તમે તમારા અંગત જીવન પર પર્યાપ્ત ધ્યાન નહીં આપી રહ્યાં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેશે. તમને માનસિક થાકથી રાહત મળશે.

-----------

તુલાઃ- Three of Swords

આજનો દિવસ તમારા માટે વિશેષ ઉપલબ્ધિઓવાળો રહેશે. તમારા માટે કેટલીક એવી વાતો થશે જે ભવિષ્યમાં તમને અલગ છબીવાળા વ્યક્તિ બનાવી શકે. કંઈક નવું શરૂ કરવા કે નવી જવાબદારીઓ મળવાનો દિવસ છે. તમને કાર્યક્ષેત્રમાં વિશેષ ઓળખ મળશે. લોકોની સલાહ મદદરૂપ થશે. તમારે આ સ્વભાવની સાથે જ આગળ વધવું પડશે.

કરિયરઃ- આજે તમને અધિકારીઓ કે વડીલોની સલાહ કે સહાયતાની જરૂર પડી શકે. તમને કોઈ નવા પ્રોજેક્ટના લીડર બનાવવામાં આવે.

લવઃ- તમારા સાથી તમને વધુ પ્રેમ કરે છે. જે તમને ખુશ રાખવાનો પ્રયાસ કરશે.

સ્વાસ્થ્યઃ- ફિટ રહેવા માટે હેલ્દી ફૂડ ખાઓ. જંકફૂડથી બચજો.

-----------

વૃશ્ચિકઃ- The Tower

થાક અને તણાવવાળો દિવસ તમને પરેશાન કરનારો રહેશે. આજે તમને તમારા કામની ગતિ ધીમી રાખવી જોઈએ. વધુ ઊતાવળ કોઈ પરેશાનીનું કારણ બની શકે. તમારે જવાબદારીઓનું ધ્યાન રાખીને પ્રાથમિકતા આપવી પડશે. ધ્યાન તમારા કાયાકલ્પમાં મદદ કરી શકે.

કરિયરઃ- ઓફિસ કે બિઝનેસમાં આજનો દિવસ થકાવી દેનારો રહેશે.

લવઃ- આજે સંબંધો માટે સમય કાઢવો તમારા માટે મુશ્કેલ રહેશે. અત્યધિક વ્યસ્તતા સાથીઓથી દૂર રાખી શકે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ પેદા થઈ શકે છે.

-----------

ધનઃ- Justice

દરેક બાબતને હેન્ડલ કરવાની તમારી સ્કીલની પ્રશંસા થશે. લોકો તમારી વાતો અને વિચારોની પ્રશંસા થશે. કેટલાક મામલાઓમાં તમને પુરસ્કાર કે રિવોર્ડ મળી શકે. જે તમારા દિવસને યાદગાર બનાવી દેશે. તમારો પોઝિટિવ એટિટ્યુડ તમને ઘણાં આગળ લઈ જશે. પરિણામ હકારાત્મક અને મનચાહ્યું કરી શકો.

કરિયરઃ- તમારા પ્રેઝન્ટેશન સ્કીલની પ્રશંસા થશે. તમારી વસ્તુઓને જોવાની પદ્ધતિ અને દ્રષ્ટિકોણ બંને બદલાશે.

લવઃ- જીવનસાથી કે પ્રેમીની સાથે તમે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બની શકે.

સ્વાસ્થ્યઃ- તમારા હાથોમાં ચોટ લાગી શકે. વજન ઊઠાવવામાં સાવધાની રાખવી.

-----------

મકરઃ- Nine of Pentacles

આજના દિવસે કામનું લિસ્ટ બનાવીને તેને ઈમ્પોર્ટન્સ આપીને પૂરું કરવાનો દિવસ છે. તેનાથી તમારા ભવિષ્યની અનેક પરેશાનીથી બચી શકશો, સાથી જ તમારી પ્રોડક્ટિવિટી વધશે. તમારા માટે આજના દિવસે અનેક મામલામાં દિવસ સારું પરિણામ આપનારો રહેશે. સંબંધો મજબૂત બનાવવા અને પ્રેરણા માટે સમય સારો છે.

કરિયરઃ- તમે આજે કામમાં ખૂબ જ રચનાત્મક અને પ્રેરિત રહેશો. તત્કાલ ડિલિવરેબલ્સ પર ધ્યાન આપો. તમને તમારા કામમાં પ્રાયોરિટી નક્કી કરવી પડશે.

લવઃ- લવ લાઈફ ખૂબ જ સારી રહેશે. સાથીની સાથે તમારા સંબંધો મજબૂત રહેશે. તમારા તાલમેળ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા કે આયુર્વેદની મદદ લો.

-----------

કુંભઃ- Eight of Cups

પરિસ્થિતિમાં જો કોઇ પરેશાની બની રહી છે તો તે જલ્દી જ ઉકેલાઇ જશે. તમારા મનમાં કોઇ નેગેટિવ ભાવ આવવા દેશો નહીં. કામમાં સંપૂર્ણ ફોકસ જાળવી રાખવાનો પ્રયાસ કરો. વેપાર માટે આજનો દિવસ ખૂબ જ લાભકારી રહેશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારી આસપાસ નેગેટિવિટી રહેશે.

લવઃ- આજે સંબંધોમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય જાળવી રાખવું.

-----------

મીનઃ- The High Priestess

તમારા માટે આજનો દિવસ તમારા ભવિષ્યને આપવાનો છે. આજે તમે જો કોઈ જૂના વાયદા વિશે વિચારી રહ્યાં હોવ તો એ લોકો સાથે વાત કરવાનો સમય છે, જેમને તમે આશ્વાસન આપ્યું હતું. તમારી વાતોને આજે મહત્વ આપવામાં આવશે. આજે રોમાંચક યાત્રા થઈ શકે, તે કામકાજ કે અંગત યાત્રા હોઈ શકે. દિવસ તમારી ફેવરમાં રહેશે.

કરિયરઃ- પ્રમોશન માટે તમારા બોસ સાથે વાત કરવાનો સારો સમય છે. તમારા વિચાર સાંભળવામાં આવશે.

લવઃ- તમારા સાથીની સાથે યાત્રા કરશો. દિલચસ્પ વાતચીત અને રોમાંસના યોગ છે.

સ્વાસ્થ્યઃ- તમારા માથામાં દુઃખાવો રહી શકે. સાવધાન રહેવું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી