ટેરો રાશિફળ / શનિવારે મેષ જાતકોએ સંભાળીને કામ કરવાની જરૂર છે, જોબના મામલે સારી ઓફર મળી શકે છે

daily Tarot predictions of 21 March 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 21 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Hanged Man
આજે તમે પોતાને બંધાયેલાં અનુભવ કરી શકો છો. તમારી આસપાસના વાતાવરણથી તમને ગભરામણ થઇ શકે છે. થોડા મામલે તમારા માટે સ્થિતિ થોડી પોઝિટિવ રહી શકે છે. આજે તમારે સંભાળીને કામ કરવાની જરૂર છે.

કરિયરઃ- જોબના મામલે તમને સારી ઓફર મળી શકે છે.
લવઃ- તમારો સાથી આજે તમને કોઇ સારી ભેટ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમારા ગળમાં દુખાવો રહી શકે છે.

--------------------

વૃષભઃ- Justice
તમને આજે દૂર સ્થાન પર યાત્રાનો અવસર મળી શકે છે અથવા તમે ભવિષ્ય માટે કોઇ વિદેશી યાત્રાની યોજના બનાવી શકો છો. તે તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી પણ હોઇ શકે છે. તમને ચિંતાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

કરિયરઃ- વિદેશ યાત્રાની યોજના સંભવ છે.
લવઃ- તમારા સાથી સાથે દરેક વાત શેયર કરો.
સ્વાસ્થ્યઃ- આજે તમે શાંત રહો.

--------------------

મિથુનઃ- Queen of Coins
આજે તમારી માટે લાભ કમાવાનો અવસર છે. તમને સંપૂર્ણ ધીરજ સાથે પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું પડશે. તમારી માટે આજે રોકાણ અને પ્રોફિટ મેકિંગના અનેક અવસર સામે હશે.

કરિયરઃ- કળા અને શિલ્પ વ્યવસાય સાથે જોડાયેલાં લોકોને લાભ મળી શકશે.
લવઃ- તમારા સાથી સાથે સાંજની યોજના બનાવો.
સ્વાસ્થ્યઃ- કાનનો દુખાવો તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

--------------------

કર્કઃ- Four of Wands
કોઈ વાતને લઈને ચિંતિત હોવ તો તેને કોઈની સાથે શેયર કરો. તેનાથી મન પણ હલકું થશે અને ચિંતાનો હલ પણ મળી જશે. ભવિષ્યને લઈને પરેશાન ન થશો, સમયની સાથે બધુ સરખું થઈ જશે. તમારામાં આજે ઊર્જાની ખોટ નહીં રહે. તેને યોગ્ય દિશામાં વાળો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કરિયરઃ- આજનો દિવસ કામમાં વધુ ફળદાયી નહીં રહે. કામમાં કોઈ કઠિનાઈને લીધે કોઈ એક્સપર્ટની સલાહ લેશો તો સારું રહેશે.
લવઃ- પ્રિયજનો સાથે કોઈ વાતે રિસાયેલાં હોવ તો તેને શેયર કરો, મનમાં રાખવાથી કોઈ ઝઘડાનો અંત નહીં થાય.
સ્વાસ્થ્યઃ- પોતાના મનની વાતે વ્યક્ત કરવાથી સ્વાસ્થ્ય લાભ થશે.

--------------------

સિંહઃ- Nine of Cups
આજે બીજાની વાતોમાં ન આવે, પોતાના વિચારો અને સમજણને પણ કામમાં લો, જરૂરી નથી કે બીજાની સલાહ તમારી માટે લાભકારી હોય, કોઈ નજીકના જાણકારોથી સાવધાન રહેવું નહીં તો તમારે નિરાશ થવું પડી શકે છે.

કરિયરઃ- આજે કામમાં ફોકસ રાખો. આમ-તેમ વાતોમાં ધ્યાન આપશો તો તમને નુકસાન થઈ શકે.
લવઃ- કોઈપણ સંબંધમાં આત્મસન્માન ટકાવી રાખો નહીં તો એ સંબંધોમાં કડવાશ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તણાવથી બચો, મેડિટેશન સાથે જોડાઓ.

--------------------

કન્યાઃ- Two of Wands
સફળતા માટે ખૂબ જ મહેનત પણ કરવી પડશે. તમારા આઈડિયા અને પ્લાન્સ ઝડપથી લાગૂ કરી શકો જેને લીધે તમારું માન-સન્માન વધશે. કામમાં તમારું ફોકસ સારું છે પરંતુ તેને લીધે પરિવાર અને અંગત જીવનની જવાબદારીઓને અનદેખી ન કરો.

કરિયરઃ- આજે કામમાં તમારું ફોકસ સારું છે. બોસ અને સહકર્મિઓ પ્રશંશા કરશે.
લવઃ- પ્રિયજનની સાથે આજે થોડો સમય જરૂર વિતાવો. તેમનાથી તમને પૂરો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય આજે સારું રહેશે કોઈ વ્યાયામ વગેરેનું નિયમિત રીતે પાલન કરો.

--------------------

તુલાઃ- Queen of Pentacles
આજે તમને થોડાં સારા પરિણામ મળી શકે છે. તમારી યોગ્યતા અને કુશળતાના કારણે તમને થોડું વધારે ધન કમાવા મળી શકે છે. તમારે તમારા નજીકના લોકો સાથે સંપર્કમાં રહેવું પડશે. થોડાં લોકો તમારા કામના વખાણ પણ કરી શકે છે.

કરિયરઃ- આવકના સ્ત્રોત તમને મળી શકે છે.
લવઃ- તમારા સંબંધને આગળ વધારવા માટે આ સમય શુભ છે.
સ્વાસ્થ્યઃ- ફિટનેસ પર ધ્યાન આપો.

--------------------

વૃશ્ચિકઃ- Four of Cups
આજે તમને વધારે જવાબદારીઓ સાથે કોઇ પુરસ્કાર મળવાના યોગ બની રહ્યા છે. તમારા કામના આજે વખાણ થઇ શકે છે. કોઇ નવી જવાબદારી હેઠળ તમારે વધારે ગંભીરતાથી કામ લેવું પડશે.

કરિયરઃ- તમારા બોસ તમારા દ્વારા કરેલાં કામને ઓળખશે.
લવઃ- સાતીની નાની-નાની વસ્તુઓના વખાણ કરો.
સ્વાસ્થ્યઃ- રેકી કે યોગ શરૂ કરવા માટે આ સમય સારો છે.

--------------------

ધનઃ- The Chariot
આજે તમારી ઇચ્છા પૂર્ણ થવાનો સંકેત છે. તમને એવો કોઇ અવસર મળી શકે છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતાં. તમારે તેની માટે તૈયાર રહેવું પડશે. ધનલાભ અને પ્રતિષ્ટા વધારવાના યોગ છે. તણાવથી બચવાની કોશિશ કરો.

કરિયરઃ- તમે જે વ્યવસાય શરૂ કરવા માંગો છો તેની શરૂઆત કરી શકો છો.
લવઃ- પાર્ટનર આજે ખૂબ જ ડિમાંડિંગ રહેશે.
સ્વાસ્થ્યઃ- તણાવ વધી શકે છે.

--------------------

મકરઃ- Temperance
ઘરના નિર્ણયોમાં કોઇ બહારના વ્યક્તિની સલાહને મહત્ત્વ આપશો નહીં. દિવસની શરૂઆત ધીમી રહેશે. આજે તમારામાં ઊર્જાનું પ્રમાણ ઓછું રહેશે. આજના દિવસે યાત્રા કરશો નહીં. અન્યની સલાહને વધારે મહત્ત્વ આપશો નહીં.

કરિયરઃ- જોબના મામલે સાવધાન રહો.
લવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિની વાતને હ્રદયે લગાવશો નહીં.
સ્વાસ્થ્યઃ-તણાવથી બચવું.

--------------------

કુંભઃ- Nine of Cups
આજે તમારા જીવનમાં કોઇ પરેશાની છે, તો તેને કોઇ સાથે વ્યક્ત કરો. ત્યારે જ તમને તેનો ઉકેલ મળી શકશે. દરેક પરિસ્થિતિમાં નિહિત વરદાન ઓળખો. આ સમય આધ્યાત્મિક ઉન્નતિનો પણ છે.

કરિયરઃ- કરિયર લાઇન બદલવાનું વિચારી રહ્યા છો તો સમય યોગ્ય છે.
લવઃ- આજે સંબંધોમાં થોડો બદલાવ અને પરિવર્તનના કારણે તણાવપૂર્ણ સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કોઇ લક્ષણથી પરેશાન થઇ શકો છો.

--------------------

મીનઃ- Six of Pentacles
આજે તમારે તમારા કામને ટાળવું નહીં કે આળસ કરવી નહીં. જો આવું કરશો તો ભવિષ્યમાં આ બાબતને લઇને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે કોઇ બેદરકારી કરશો નહીં. તમારા મૂડ સ્વિંગ ઉપર નિયંત્રણ રાખો.

કરિયરઃ- કામને ટાળવું નહીં.
લવઃ- પ્રિયજન સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

X
daily Tarot predictions of 21 March 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી