ટેરો રાશિફળ / ગુરૂવારે Seven of Cups કાર્ડ્સ પ્રમાણે વૃષભ જાતકોની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે છે

daily Tarot predictions of 19 March 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 19 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Five of Coins
આજનો દિવસ તમારા માટે ઝડપથી આગળ વધવાનો હોઇ શકે છે. તમારામાંથી થોડાં લોકોને એવા અવસર મળી શકે છે, જે તમારા ઓછા પ્રયાસમાં કામનું પૂર્ણ પરિણામ આપી શકે છે. આજે તમે કામને જલ્દી પૂર્ણ કરીને નવા ટાસ્ક લેવા માટે તૈયાર રહેશો.

કરિયરઃ- આજે તમારું કામ ખૂબ જ રસપ્રદ રહેશે.
લવઃ- આજે તમારે તમારા સંબંધોની સહજતા ઉપર ફોકસ કરવું પડશે.
સ્વાસ્થ્યઃ- ચામડી સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.

---------------------------

વૃષભઃ- Seven of Cups
આજનો દિવસ તમારા માટે કોઇ સામાજિક અથવા માંગલિક કાર્યમાં સામેલ થવાનો છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ છે. તમારે લોકોની મદદ માટે આગળ આવવું પડી શકે છે.

કરિયરઃ- આજે મહત્ત્વપૂર્ણ કાર્યોને ટાળશો નહીં.
લવઃ- સંબંધો માટે દિવસ ખૂબ જ સારો છે.
સ્વાસ્થ્યઃ- આજે તમને માથામાં દુખાવો અથવા માઇગ્રેનની ફરિયાદ રહી શકે છે.

---------------------------

મિથુનઃ- The Empress
આજનો દિવસ તમારા માટે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ માટે ગંભીરતા દેખાડવાનો છે. તમને કોઇ સારી સૂચના મળી શકે છે. તમારા માટે કાર્ડ્સના સંકેત ખૂબ જ સ્પષ્ટ છે. આજે તમને મનગમતી સફળતા અથવા ઉન્નતિ સરળતાથી મળી શકે છે.

કરિયરઃ- જોબમાં પ્રમોશન મળવાના સંકેત છે.
લવઃ- તમારો સાથી ખૂબ જ સરળ છે.
સ્વાસ્થ્યઃ- તાવથી તમને પરેશાની થઇ શકે છે.

---------------------------

કર્કઃ- Three of Swords
આજે તમારે તમારી દિનચર્યામાં બમણી જવાબદારીઓમાંથી પસાર થવું પડી શકે છે. લોકોને તમારી રચનાત્મકતા ખૂબ જ પ્રભાવિત કરશે. તમારે તમારી પોઝિશનને લઇને કોઇ શંકા હોય તો અધિકારી કે બોસ સાથે તેના વિશે વાત કરી શકો છો.

કરિયરઃ- રચનાત્મક બનો અને મહાન અવધારણાઓ સાથે તૈયાર રહો.
લવઃ- તમે કોઇ વિવાદથી પસાર થઇ રહ્યા છો તેનો ઉકેલ તમારો સાથી કરશે.
સ્વાસ્થ્યઃ- પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

---------------------------

સિંહઃ- The Moon
આજનો દિવસ તમારા માટે અનેક પ્રકારની સફળતાઓવાળો રહી શકે છે. કામમાં તમને અનેક વિકલ્પ મળી શકે છે. તમારા માટે આ સમય પરિવર્તનકારી સાબિત થઇ શકે છે. તમારા વ્યવહારને પોઝિટિવ રાખો.

કરિયરઃ- તમને આજે નવી નોકરી મળી શકે છે.
લવઃ- થોડો આનંદ એક સારા સંબંધની પૂંજી છે.
સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

---------------------------

કન્યાઃ- The Tower
આજનો દિવસ તમારા માટે સ્થાન પરિવર્તન અથવા લાંબા સમય માટે ક્યાંક બહાર જવાનો સાબિત થઇ શકે છે. તમને પોઝિટિવ પરિવર્તનની સૂચના મળી શકે છે. તમારે તમારી પાસે રહેલાં વિકલ્પો ઉપર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.

કરિયરઃ- યોગ્ય લોકોને મળો જેઓ તમને આગળ વધવામાં મદદ કરશે.
લવઃ- તમે મહત્ત્વપૂર્ણ મામલાઓને લઇને સાથી સાથે સહેમત રહેશો.
સ્વાસ્થ્યઃ- હથેળી અથવા આંગળીમાં ઘાવ થઇ શકે છે.

---------------------------

તુલાઃ- Judgement
આજનો દિવસ દોડભાગભર્યો રહી શકે છે. અનેક મામલાઓમાં પરિસ્થિતિના કારણે તમે પરેશાન રહી શકો છો. અનેક લોકોએ તેમનું કામ સવારમાં જ શરૂ કરી દેવું પડશે. આ કારણે તમારી દિનચર્યા પણ ખૂબ જ વ્યસ્ત રહેશે.

કરિયરઃ- કામના દબાવમાં થોડી મીટિંગ્સને મિસ કરી દેશો.
લવઃ- તમારા સાથી સાથે વાત કરવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- આજે થાકનો અનુભવ થશે.

---------------------------

વૃશ્ચિકઃ- Five of Cups
આજના દિવસે તમને સમસ્યાઓનું સમાધાન મળવા અને તમારી યોજનાઓને પૂર્ણ કરવા માટે ઘણો સારો રહેશે. તમારા ટાર્ગેટ ઉપર ફોકસ કરીને તમારી પ્રાથમિકતાઓને નક્કી કરો. તમને લોકોનું નેતૃત્વ કરવાનો અવસર મળશે.

કરિયરઃ- તમને ઓફિસમાં ટીમનું નેતૃત્વ કરવાનો અવસર મળશે.
લવઃ- તમે કોઇ વ્યક્તિના કામથી આકર્ષિત થશો.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો પરેશાની ઊભી કરી શકે છે.

---------------------------

ધનઃ- The Magician
આજે તમને થોડાં પ્રસ્તાવોની જાણકારી મળી શકે છે. આ પ્રસ્તાવ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. જો તમે ગંભીરતાથી વિચાર કરીને તમારા માટે કોઇ વિકલ્પ પસંદ કરશો તો તમને ખૂબ જ લાભ મળી શકે છે.

કરિયરઃ- કોઇ જૂનો મિત્ર તમને નોકરીમાં નવા અવસર વિશે જણાવી શકે છે.
લવઃ- તમારા સાથી સાથે ડિનર ડેટ પ્લાન કરો.
સ્વાસ્થ્યઃ- આજે તમારે ધ્યાન અને યોગ અજમાવો જોઇએ.

---------------------------

મકરઃ- The Chariot
આજનો દિવસ તમારા માટે આર્થિક સ્થિરતા ઉપર ગંભીરતાથી વિચાર કરીને આગળ વધવાની યોજના ઉપર કામ કરવાનો રહેશે. જો તમે કોઇ વધારે પ્રયાસ કરશો તો તે લાભકારી સાબિત થશે.

કરિયરઃ- તમારા રૂપિયાને લઇને સાવધાન રહો.
લવઃ- તમારો સાથી તમારી ઉપર વિશ્વાસ કરે છે.
સ્વાસ્થ્યઃ- પાચન સંબંધી સમસ્યા કે ગેસની સમસ્યા થઇ શકે છે.

---------------------------

કુંભઃ- Seven of Swords
આજે તમારે તમારા સંબંધ અને પ્રોફેશન બંને ઉપર બરાબર ધ્યાન આપવું પડશે. તમારે તમારું પૂર્ણ ફોકસ તમારા લક્ષ્ય ઉપર રાખવું જોઇએ. કામ વધારે હોવાથી તમે થોડી નબળાઈ અનુભવ કરી શકો છો.

કરિયરઃ- તમે તમારી નોકરીમાં સારું પ્રદર્શન કરશો.
લવઃ- સાથી સાથે એક મજેદાર રમત તમારી વચ્ચેનું અંતર ઘટાડશે.
સ્વાસ્થ્યઃ- તમારે તમારા શરીર ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

---------------------------

મીનઃ- Six of Pentacles
આજે સામાજિક સંબંધ અને પારિવારિક જવાબદારીઓ પ્રત્યે તમારે ગંભીરતા દર્શાવવી જોઇએ. થોડાં લોકો માટે પ્રોફેશનલ લાઇફમાં મદદ મળી શકે છે. તમારા લોકો વચ્ચે સમય પસાર કરવાની કોશિશ કરો.

કરિયરઃ- કામ માટે લોકો તમારી મદદ કરશે.
લવઃ- સાથીની વાત સાંભળો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

X
daily Tarot predictions of 19 March 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી