તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારે Nine of Pentacles કાર્ડ પ્રમાણે, મેષ જાતકોએ બધા જ કામ શાંતિ અને ધૈર્ય સાથે કરવાં

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 18 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Nine of Pentacles
આજનો દિવસ તમારા માટે આર્થિક સ્થિતિ ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરવાનો અને તેને મજબૂત બનાવવા ઉપર ધ્યાન આપવાનો છે. આજે તમે ધન એકઠું કરવા વિશે વિચાર કરશો. તમારે તમારા બધા જ કામ શાંતિ અને ધૈર્ય સાથે કરવા પડશે.

કરિયરઃ- શેરમાર્કેટમાં રૂપિયા રોકી શકો છો. 
લવઃ- જીવનસાથી પાસેથી કોઇ ભેટ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- જૂની શારીરિક પરેશાનીઓમાં રાહત મળી શકે છે.
---------------------------

વૃષભઃ- Ace of Cups
આજનો દિવસ ક્રિએટિવ આઇડિયાઝથી શરૂઆત કરવાનો છે. તમને થોડાં મામલે બોસ પાસેથી પ્રોત્સાહન મળી શકે છે. તમારી વાત રાખવા અને તમારા આઇડિયાઝને જણાવવાની તમારી કુશળતાનો સારો ફાયદો મળી શકે છે.

કરિયરઃ- તમે તમારા લક્ષ્ય માટે પ્રતિબદ્ધ રહો.
લવઃ- તમે તમારા સાથીને ખુશ કરો તેવું તે ઇચ્છે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અથવા માઇગ્રેનની સમસ્યા થઇ શકે છે.
---------------------------

મિથુનઃ- Five of Swords
તમારા માટે સમય પોઝિટિવ રહેવાનો છે. તમે તમારી આશા છોડો નહીં તે જ સમયની માંગ છે. કોઇપણ પ્રકારે નેગેટિવિ હાવી થવા દેશો નહીં. આ સમયગાળો સંપૂર્ણપણે તમારી ફેવરમાં રહેશે.

કરિયરઃ- તમે તમારા કરિયરમાં સારું કરશો.
લવઃ- તમારો પ્રેમી તમારી સાથે ફરવા જવાનું વિચારશે.
સ્વાસ્થ્યઃ- જંક ફૂડથી બચો.
---------------------------

કર્કઃ- Judgement
આજે તમારે તમારા બેસ્ટ પરફોર્મન્સ ઉપર ફોકસ કરવું જોઇએ. તમે તમારા કામમાં કોઇપણ પ્રકારની બેદરકારી કે અદેખાઈ કરશો નહીં. આ બાબત તમારા ભવિષ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.

કરિયરઃ- આજનો દિવસ પોઝિટિવ રહેવાનો છે.
લવઃ- તમારો સાથી તમને સ્પશિયલ ફીલ કરાવશે.
સ્વાસ્થ્યઃ- કાનનું સંક્રમણ તમારા મૂડને પ્રભાવિત કરી શકે છે.
---------------------------

સિંહઃ- Death
આજનો દિવસ ભવિષ્યને લઇને નવી રીતે વિચારવાનો અને તમારા લક્ષ્ય પ્રત્યે સ્પષ્ટ રહેવાનો છે. તમને તમારા વરિષ્ઠો પાસેથી સલાહ લઇને તમારી કોઇ નવી યોજના ઉપર કામ શરૂ કરવું જોઇએ.

કરિયરઃ- તમારા કરિયર માટે લક્ષ્ય નિર્ધારિત કરવા માટે સારો દિવસ છે.
લવઃ- અંગત જીવનમાં દખલગીરી સંબંધને પ્રભાવિત કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- દાંત કે દાઢમાં દુખાવો થઇ શકે છે.
---------------------------

કન્યાઃ- The Chariot
તમને જે વસ્તુની જીવનમાં શોધ હતી તે પૂર્ણ થઇ શકે છે અથવા તેના પૂર્ણ થવાના યોગ બની શકે છે. પોઝિટિવ અને સમજોતાવાદી હોવું તમારા માટે શુભ રહેશે. મિત્રો અને સંબંધીઓની મદદથી તમને જીવનમાં થોડું સુખ મળી શકે છે.

કરિયરઃ- આજે તમે રસપ્રદ લોકોને મળશો.
લવઃ- તમે તમારા સાથીને આજે ડેટ પર લઇ જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમને પીઠ કે કમરનો દુખાવો થઇ શકે છે.
---------------------------

તુલાઃ- The Magician
આજનો દિવસ તે લોકો માટે ખૂબ જ સારો છે જેઓ થોડાં રાજનીતિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલાં છે. આજે તમારી પાસે અનેક પ્રકારની ઓફર રહી શકે છે. તે પ્રસ્તાવનો વિચાર કરો, જે તમને સૌથી સારો લાગી શકે છે.

કરિયરઃ- આજે ઓફિસમાં થોડાં કાર્યો પૂર્ણ કરવા માટે કૂટનીતિની મદદ લેવી પડી શકે છે.
લવઃ- આજે પાર્ટનરની શોધ પૂર્ણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે દિવસ સારો છે.
---------------------------

વૃશ્ચિકઃ- The Star
આજે તમારે થોડાં મોટાં નિર્ણયો લેવા પડી શકે છે. તમારે તમારી માટે દરેક વસ્તુઓ અનુકૂળ લાગશે પરંતુ વાસ્તવમાં એવું થશે નહીં. ભૌતિક સુખ-સુવિધાઓ અને સાધનોમાં વૃદ્ધિ થઇ શકે છે. નક્ષત્રો આજે તમારી ફેવરમાં રહેશે.

કરિયરઃ- તમારા બોસ આજે કામમાં મદદગાર રહેશે.
લવઃ- શુક્ર તમારી ઉપર મહેરબાન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- લાંબી યાત્રાથી તમને થાક લાગી શકે છે.
---------------------------

ધનઃ- The Empress
આજનો દિવસ તમારા માટે સારા અવસર લઇને આવશે. થોડાં નવા અનુબંધ તમને શાનદાર ગ્રોથ આપી શકે છે. મોટાભાગનો સમય લોકોને મળવામાં પસાર થઇ શકે છે. તમને પ્રોફેશનલ લાઇફમાં સારી સફળતા મળી શકે છે.

કરિયરઃ- તમે નવા સોદા ઉપર હસ્તાક્ષર કરશો
લવઃ- રોમાન્સ માટે ખૂબ જ સારો દિવસ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે નવો ફિટનેસ પ્લાન શરૂ કરી શકો છો.
---------------------------

મકરઃ- Seven of Wands
આજે તમારે તમારી જ થોડી આદતો ઉપર કામ કરવું પડી શકે છે. થોડાં લોકોને તમારા વ્યવહારથી આપત્તિ આવી શકે છે, જે તમારા માટે નુકસાનદાયક રહેશે. તમારે તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવો જોઇએ.

કરિયરઃ- તમારા કૌશલને સુધારવા ઉપર કામ કરો.
લવઃ- પ્રેમીના હિતનું સમર્થન કરો.
સ્વાસ્થ્યઃ- શરદી-તાવ થવાની આશંકા છે.
---------------------------

કુંભઃ- Six of Pentacles
આજનો દિવસ તમારા માટે અંગત અને પ્રોફેશનલાઇફમાં બેલેન્સ જાળવી રાખવાનો છે. તમને થોડાં લોકો પાસેથી નુકસાન થઇ શકે છે. દરેક વ્યક્તિ સાથે તમારી ગુપ્ત વાતો અથવા યોજનાઓ શેર ના કરો.

કરિયરઃ- સમર્પિત રહેવું અને વધારે લાભ પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય રાખો.
લવઃ- તમે એક નાના વિવાદ પછી તમારા પ્રેમી સાથે ભાવુક થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમને ધૂળથી એલર્જી થઇ શકે છે.
---------------------------

મીનઃ- Three of Coins
આજે તમારે તમારા સહયોગિઓ અને મિત્રો પાસેથી ખૂબ જ સારું સમર્થન અને સહયોગ મળી શકે છે. તમે તમારી ટીમ અથવા સહયોગિઓ સાથે બહાર જવાની યોજના બનાવી શકો છો. તમારે આજે તમારા જીવનસાથી પાસેથી અથવા પ્રેમી પાસેથી કોઇ સરપ્રાઇઝ મળી શકે છે.

કરિયરઃ- કામમાં તમારો મિત્ર ખૂબ જ સહયોગી રહેશે.
લવઃ- સાથીના પ્રયાસને પ્રોત્સાહન આપો.
સ્વાસ્થ્યઃ- થાક અને તણાવ તમને પરેશાન કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser