ટેરો રાશિફળ / મંગળવારે વૃષભ જાતકોને ખરાબ અનુભવો થશે, કરિયરને લઇને વિશેષ ચર્ચાઓ થશે

daily Tarot predictions of 17 March 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 01:56 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ મંગળવાર, 17 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Five of Pentacles
આજનો દિવસ તમારા માટે તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવાનો છે. તમારા સામે અનેક ચુનોતીઓ આવી શકે છે, જે થોડી મુશ્કેલીઓ પેદા કરશે પરંતુ તમે કામના પરિણામને લઇને નિશ્ચિંત રહી શકો છો.

કરિયરઃ- આજે તણાવ વિના કાર્યો પૂર્ણ થશે.
લવઃ- સાથી સાથે માંગલિક આયોજનમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહી શકે છે.

-------------------------------

વૃષભઃ- The Devil
આજના દિવસે થોડાં ખરાબ અનુભવ થઇ શકે છે. કોઇ મામલાઓને લઇને તમારા મનમાં અનેક શંકાઓ અથવા ભય રહી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓમાં કોઇ સુધાર થઇ શકે છે. મિત્ર દ્વારા કોઇ જોબ કે બિઝનેસની ઓફર મળી શકે છે.

કરિયરઃ- આજના દિવસની શરૂઆત તણાવ સાથે થશે.
લવઃ- કરિયરને લઇને ચર્ચા થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.

-------------------------------

મિથુનઃ- Two of Coins
આજનો દિવસ તમને થોડાં નવા મામલાઓની જાણકારી મળી શકે છે. આ સમય તમારા માટે નવાં ચેલેન્જ લઇને આવ્યો છે. થોડાં મામલાઓમાં તમારે મોટી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- જોબમાં પરિવર્તન અથવા ટ્રાન્સફ થવાના યોગ બની રહ્યા છે.
લવઃ- તમારા સાથીને તમારી સાથે સુરક્ષા અને સુકૂનનો અહેસાસ થશે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની સમસ્યા રહેશે.

-------------------------------

કર્કઃ- Wheel of Fortune
આજે તમને કિસ્મતનો પૂર્ણ સાથ મળશે. અનેક પરિસ્થિતિઓમાં તમે અન્યથી વધારે આગળ રહી શકો છો. નવા અવસર મળવાનો સંકેત પણ છે. તમને તમારા કાર્યસ્થળ પર લોકોનો ભરપૂર સહયોગ મળી શકે છે.

કરિયરઃ- અધિકારીઓને તમારી પાસેથી વધારે પરિશ્રમ અને પરિણામની આશા રહેશે.
લવઃ- જીવનસાથી સાથે કોઇ યાત્રાએ જવાની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- તમને પાચન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

-------------------------------

સિંહઃ- Judgement
આજનો દિવસ તમારા માટે નિર્ણયોને ટાળવાનો નથી. આજે તમારે થોડાં કડક નિર્ણય લેવા પડી શકે છે. જે તમને કઠોર વ્યક્તિ સ્વરૂપે સ્થાપિત કરવામાં મદદગાર રહેશે. આજે થોડાં લોકોને પાર્ટનરશિપના નવા પ્રસ્તાવ મળી શકે છે.

કરિયરઃ- આજે તમને રોકાણના નવા અવસર મળી શકે છે.
લવઃ- જીવનસાથી સાથે કોઇ ડીનર કે મવી ડેટ પર જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- આજે તમારું મન મેડિટેશન તરફ આકર્ષિત થશે.

-------------------------------

કન્યાઃ- Strength
આજે તમારે તમારી ઇચ્છાશક્તિથી પરિસ્થિતિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. તમારા માટે વસ્તુઓ થોડી મુશ્કેલ થઇ શકે છે. આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સારો છે.

કરિયરઃ- આજે તમે અનેક અધૂરા પડેલાં કાર્યોને પૂર્ણ કરી શકો છો.
લવઃ- જીવનસાથી સાથે તમારો સંબંધ વધુ ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.

-------------------------------

તુલાઃ- Queen of Swords
આજનો દિવસ એવા લોકો માટે ખૂબ જ પોઝિટિવ રહી શકે છે, જે પોતાના કોઇ શોખ અથવા ગુણને પોતાના કરિયર બનાવવા વિશે વિચારી રહ્યા છે. આવા લોકોને થોડાં રોચક પ્રસ્તાવ પણ મળી શકે છે.

કરિયરઃ- નવો વ્યવસાય સ્થાપિત કરવા માટે સમય પોઝિટિવ છે.
લવઃ- પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય મામલે દિવસ થોડો મિશ્રિત રહી શકે છે.

-------------------------------

વૃશ્ચિકઃ- King of Cups
આજનો દિવસ તમારા માટે પારિવારિક સભ્યો સાથે સમય મળવામાં પસાર કરી શકો છો. કોઇ માંગલિક કાર્યમાં સામેલ થઇ શકો છો. અનેક નવા લોકો સાથે તમે મળશો અને તેમની પાસેથી તમને ઘણી મદદ મળી શકે છે.

કરિયરઃ- થોડાં લોકો તમારા કરિયરને ગતિ આપવામાં મદદ કરી શકે છે.
લવઃ- આજે તમારો દિવસ પરિવાર વચ્ચે કોઇ માંગલિક કાર્યમાં વિતી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમને સ્વાસ્થ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.

-------------------------------

ધનઃ- Five of Swords
આજનો દિવસ તમારા માટે આર્થિક સ્થિતિને સારી કરવા અને આવકના નવા સ્ત્રોત બનાવવાનો છે. જો તમે કોઇ વસ્તુમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો સમય સારો છે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે.

કરિયરઃ- આજે તમને આર્થિક લાભ મળી શકશે.
લવઃ- આજે તમારા સંબંધ વધારે મજબૂત બનશે.
સ્વાસ્થ્યઃ- આજે હાથમાં કોઇ સમસ્યા થઇ શકે છે.

-------------------------------

મકરઃ- Three of Wands
આજે તમારા માટે કરિયરની દ્રષ્ટિએ ગંભીરતા અપનાવવાનો દિવસ છે. તમારે તમારા માટે થોડાં નવા રસ્તાઓ શોધવા પડી શકે છે. થોડાં લોકો પાસેથી નવા પ્રપોઝલ પણ મળી શકે છે. તમને કોઇપણ કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળવાનો યોગ છે.

કરિયરઃ- તમારા માટે કઇંક નવું વિચારવાનો સમય છે.
લવઃ- પ્રેમીઓ માટે ડેટિંગનો સારો સમય છે.
સ્વાસ્થ્યઃ- તમારે તમારી શારીરિક ગતિવિધિઓને વધારવી જોઇએ.

-------------------------------

કુંભઃ- The Hierophant
આજનો દિવસ તમારા માટે આર્થિક ઉન્નતિ સાથે કઇંક નવા કામ શરૂ થવાનો છે. તમારામાંથી થોડાં લોકોને જોબમાં પ્રમોશન પણ મળી શકે છે. કોઇપણ વાતની ઉતાવળ કરશો નહીં. પૂજાપાઠ કરશો તો તમારા માટે સારું રહેશે.

કરિયરઃ- બિઝનેસમાં નવો પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે.
લવઃ- કુંવારા લોકો માટે નવા સંબંધની શરૂઆતનો સમય છે.
સ્વાસ્થ્યઃ- તમારા પગમાં દુખાવો થઇ શકે છે.

-------------------------------

મીનઃ- The World
આજનો દિવસ તમારા માટે એવા લોકો પાસેથી મદદ મળવાનો હોઇ શકે છે, જેઓ અત્યાર સુધી તમારા વિરોધમાં હતાં અથવા તમને નજરઅંદાજ કરી રહ્યા હતાં. થોડાં મામલે તમારે ચુનોતીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

કરિયરઃ- આજે તમને તમારા લોકો સાથે કામ કરતાં લોકોનો સહયોગ મળી શકે છે.
લવઃ- સંબંધોની દ્રષ્ટિએ સમય તમારા માટે પોઝિટિવ રહેશે.
સ્વાસ્થ્યઃ- નબળાઇ અને થાકનો અનુભવ થઇ શકે છે.

X
daily Tarot predictions of 17 March 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી