ટેરો રાશિફળ / સોમવારે મિથુન જાતકો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિથી ભરપૂર રહેશે, કર્કને ભાગ્યનો સાથ મળશે

daily Tarot predictions of 16 March 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 01:23 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ સોમવાર, 16 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Ten of Coins
આજનો દિવસ તમારા માટે થોડો આરામ અને માનસિક શાંતિવાળો રહી શકે છે. આજે કામનો ભાર થોડો ઓછો રહેશે. તમે હળવા મૂડમાં રહેશો. તમારે તમારી ક્ષમતા પ્રમાણે જ કામનો દબાવ લેવો જોઇએ.

કરિયરઃ- કરિયરની દ્રષ્ટિથી સમય સામાન્ય રહેશે.
લવઃ- કુંવારા લોકો માટે પ્રેમ પ્રસ્તાવના સંકેત છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------------------------

વૃષભઃ- The Moon
તમારા માટે આજનો દિવસ થોડી સફળતાઓ સાથે શરૂ થઇ શકે છે. તમારે આજે થોડી વિપરીત પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે, પરંતુ તમે તમારી કાર્યકુશળતાથી વસ્તુઓને સંભાળવામાં સક્ષમ રહેશો.

કરિયરઃ- કરિયરના મામલે જોબ કરતાં લોકોએ થોડો સંઘર્ષ કરવો પડી શકે છે.
લવઃ- આજે તમને થોડી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમે થોડો થાક અનુભવશો.

----------------------------------

મિથુનઃ- Six of Cups
આજનો દિવસ તમારા માટે તમારી પરિસ્થિતિઓમાં એક મોટું પરિવર્તન લાવવાનો સંકેત કરી રહ્યો છે. કાર્ડના સંકેત પ્રમાણે આજે તમે આત્મવિશ્વાસ, ઇચ્છાશક્તિ અને આશાથી ભરપૂર રહી શકો છો.

કરિયરઃ- તમને તમારા રિસર્ચની ક્ષમતાના કારણે લોકપ્રિયતા મળી શકે છે.
લવઃ- પરિવાર સાથે સારો સમય વિતશે.
સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનથી બચવાનો પ્રયાસ કરો.

----------------------------------

કર્કઃ- Nine of Swords
આજનો દિવસ તમારા માટે થોડી વિપરીત પરિસ્થિતિઓભર્યો રહી શકે છે. તમારે થોડાં એવા નુકસાન ઉઠાવવા પડી શકે છે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. તમારે તમારા ભાગ્ય ઉપર વિશ્વાસ રાખવો. સંબંધોમાં કિસ્મતનો સાથ મળશે.

કરિયરઃ- આજે તમે તમારા કામને લઇને થોડાં ચિંતિત રહેશો.
લવઃ- સંબંધોની દ્રષ્ટિએ દિવસ પોઝિટિવ રહેશે.
સ્વાસ્થ્યઃ- શરદી અને કફની સમસ્યા પરેશાન કરી શકે છે.

----------------------------------

સિંહઃ- Two of Wands
નસીબ બદલવા માટે તૈયાર રહો. નવા અને ઉત્તેજક ફેરફારોનાં ચિહ્નો કાર્ડ્સ પર રહેલા છે. તમને કેટલીક સારી માહિતી સાથે કેટલીક નવી જવાબદારી મળવાના સંકેતો છે. તમે નવી વસ્તુઓની શોધમાં આક્રમક રીતે વ્યસ્ત રહેશો. કોઈ પણ સંજોગોમાં તમે કામમાં પીછેહઠ નહીં કરો.

કરિયર:- કોઈ નવો પ્રોજેક્ટ અથવા નવી નોકરી તમારી રાહ જોશે. તમે નવી જવાબદારીઓને પૂર્ણ કરશો.
લવ:- શુક્ર તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે.
સ્વાસ્થ્ય:- ઊંઘના અભાવે તમને કંટાળો આવશે અને બળતરા અનુભવાશે

----------------------------------

કન્યાઃ- Knight of Pentacles
તમે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સગવડતાઓ, સંપત્તિ અને સારી વસ્તુઓ મેળવવાની અપેક્ષા રાખી શકો છો. આ સમય આગળ વધવાનો છે. તમારી યોજનાઓને સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરવાનો છે. સફળતા અને પૈસા બંને કાર્ડ પર છે. પરંતુ, તમારા અહંકારને ક્યાંય વચ્ચે ન આવવા દો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

કરિયર:- નોકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જીવન અને કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી શકો છો.
લવ:- તમારા સંબંધોને સંભાળવાનો અને આગળ ધપાવવાનો સમય છે. તમારા જીવનસાથીને સંપૂર્ણ સમય આપો.
સ્વાસ્થ્ય:- તમે થોડો થાક અનુભવી શકો છો.

----------------------------------

તુલાઃ- Judgement
આજનો દિવસ તમારા કામના રિવોર્ડ મળવાનો છે. તમે ટાર્ગેટ નજીક પહોંચી શકો છો. આજે કોઇ સારી સૂચના મળી શકે છે. માન-સન્માન વધશે પરંતુ અંગત જીવનમાં તણાવ આવી શકે છે.

કરિયરઃ- તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા તરફ અગ્રસર રહેશો.
લવઃ- તમારા સંબંધોમાં અપરાધ બોધની ભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------------

વૃશ્ચિકઃ- Temperance
આજે જીવનના રચનાત્મક પક્ષ સાથે જોડાયેલાં રહો. તમારી અંદર જે પણ વ્યવહારિક જ્ઞાન છે, તેને સ્વભાવમાં ઉતારવાની જરૂર છે. થોડું નુકસાન થવાનો સંકેત છે.

કરિયરઃ- તમે ખૂબ જ વધારે પરિશ્રમ કરી રહ્યાં છો.
લવઃ- સબંધોને લઇને જે સવાલ તમારા દિમાગમાં ચાલી રહ્યા છે, તેના જવાબ હ્રદય આપશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક રહેશે.

----------------------------------

ધનઃ- The Lovers
થાક અને તણાવભર્યો દિવસ ખૂબ જ પરેશાન કરશે. આજે કામની ગતિને ધીમી જાળવો. વધારે ઉતાવળ કોઇ પરેશાનીનું કારણ બની શકે છે.

કરિયરઃ- ઓફિસ કે બિઝનેસમાં થાકભર્યો દિવસ રહેશે.
લવઃ- સંબંધો માટે સમય કાઢવો મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ રહેશે.

----------------------------------

મકરઃ- Ace of Cups
આ સમય તમારા મન, શરીર અને આત્માને ફરી જીવંત કરવાનો સમય છે. તમારી દિનચર્યાથી થોડો બ્રેક લઇને બહાર જઇ શકો છો. આ સમય તમારે રિઝર્વ રહેવાનો છે. પરિવાર સાથે થોડો સારો સમય વ્યતિત કરી શકો છો.

કરિયરઃ- તમારા કાર્યની પ્રશંસા થઇ શકે છે.
લવઃ- તમારા સાથી અને પરિવાર સાથે સમય વિતાવશો.
સ્વાસ્થ્યઃ- તમને માનસિક સુકૂનની પ્રાપ્તિ થશે.

----------------------------------

કુંભઃ- Five of Swords
જ્યારે તમે એક દિશામાં આગળ વધતાં રહેશો તો સ્થિતિઓ જાતે પ્રકટ થશે. નિયતિ તેની કાર્યવાહી નક્કી કરશે. આરામ કરવો અને તમારા સંબંધોનું આત્મનિરીક્ષણ કરો. એક ઇચ્છા પૂરી થશે.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્રમાં બદલાવથી ગભરાશો નહીં.
લવઃ- સંબંધોમાં તમારે આત્મ અવલોકન કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક રહેશે.

----------------------------------

મીનઃ- The Hermit
આજના દિવસે તમે તમારા જીવનથી નેગેટિવિટીને દૂર કરો. આજે તમારા ઉપર કામનો વધારે દબાવ રહી શકે છે. જેના કારણે તમે અનેક મામલે વિરોધાભાસી વિચારોથી ઘેરાઇ શકો છો. તમારા ઉત્સાહ અને ઓળખાણ પર કરિયરના મામલાને ખરાબ થવા દેશો નહીં.

કરિયરઃ- આજે થોડી નવી સંભાવનાઓ જોવા મળશે.
લવઃ- કુંવારા લોકોને આજે તેમનો પ્રેમ મળે તેવા સંકેત છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

X
daily Tarot predictions of 16 March 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી