તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Daily Tarot Predictions Of 15 March 2020, Shila M Bajaj

રવિવારનો દિવસ Six of Coins કાર્ડ પ્રમાણે, મેષ જાતકો માટે પોઝિટિવ રહેશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ રવિવાર, 15 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Six of Coins
આજનો દિવસ તમારા માટે થોડી નવી જવાબદારીઓ સાથે શરૂ કરવાનો છે. આજે લોકોમાં તમારો પ્રભાવ રહેશે. થોડાં કાર્યોમાં તમને ખૂબ જ પોઝિટિવ પરિણામ જોવા મળી શકે છે. તમે તમારા કાર્યોના પરિણામને લઇને નિશ્ચિંત રહી શકો છો.

કરિયરઃ- આજે તમને કામનો તણાવ રહેશે નહીં.
લવઃ- થોડાં લોકોને આશ્ચર્યજનક સૂચના મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી વસ્તુઓને નજરઅંદાજ કરશો નહીં.

-------------------------

વૃષભઃ- The Moon
આજનો દિવસ તમારા માટે વ્યવસાયિક પરિયોજનાઓના વિસ્તારનો થઇ શકે છે. તમે તમારા ક્રિએટિવ આઇડિયાઝથી થોડા સારા લાભ કમાવાની સ્થિતિમાં રહેશો. ખ્યાતિ મળવાના પણ યોગ છે. 

કરિયરઃ- આજે કરિયરની દ્રષ્ટિએ દિવસ સારો છે. 
લવઃ- આજે તમને તમારા જીવનસાથીથી સમર્થન મળવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નક્ષત્રોનો સાથ મળી શકે છે.
-------------------------

મિથુનઃ- Justice
થોડાં મામલે ચુનોતિઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઉપર બમણી જવાબદારી આવી શકે છે. થોડાં લોકો નવું કામ શરૂ કરવાનું મન બનાવી શકે છે. નવા કામ માટે સમય અનુકૂળ છે.

કરિયરઃ- તમે નોકરી બદલી શકો છો.
લવઃ- તમારો પ્રેમી તમારા પાસેથી પ્રેમ ઇચ્છે છે.
સ્વાસ્થ્યઃ- માથા અને આંખમાં સમસ્યાઓ ઊભી થઇ શકે છે.
-------------------------

કર્કઃ- Wheel of Fortune
આજે તમને નવા અવસર પ્રાપ્ત થશે. તમને તમારા કાર્યસ્થળ ઉપર લોકોનો ભરપૂર સહયોગ મળી શકે છે. લોકોને તમારા પાસેથી ઘણી આશા છે. તમારે અંગત જીવનની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવું જોઇએ.

કરિયરઃ- બોસ તમારી પાસેથી સારા પ્રદર્શનની આશા રાખે છે.
લવઃ- તમે પ્રેમી સાથે બહારગામ જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમારા ભોજન ઉપર ધ્યાન આપો.
-------------------------

સિંહઃ- Judgement
આજે તમે જે કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તેમાં કોઇપણ પ્રકારના નિર્ણય લેતાં પહેલાં યોગ્ય રીતે રિસર્ચ અને વિચાર-વિમર્શ કરી લેવો જોઇએ. ત્યાર બાદ જ કોઇ નિર્ણય લેવો. તમારો સાંજનો સમય પ્રેમી કે જીવનસાથી સાથે ક્યાંક બહાર જવા માટે રાખવો જોઇએ.

કરિયરઃ- રોકાણ કરતાં પહેલાં તેના વિશે યોગ્ય તપાસ કરો.
લવઃ- તમારા સાથી સાથે મૂવી ડેટ તમને આરામ કરવામાં મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- સ્વસ્થ રહેવા માટે યોગ અને રેકી શરૂ કરી શકો છો.
-------------------------

કન્યાઃ- The Star
આજે તમારે અન્ય લોકોની સરખામણીમાં વધારે મહત્ત્વ મળી શકે છે. આવું ખાસ કરીને ઓફિસ કે કાર્ય સ્થળ પર જ થવાની સંભાવના છે. નવા પ્રોજેક્ટમાં આજે તમને લીડરશિપનો અવસર મળી શકે છે.

કરિયરઃ- તમને નવી પરિયોજનાનું નેતૃત્વ કરવાનો અવસર મળી શકે છે.
લવઃ- આજે તમને તમારો સાથી પ્રેમાળ લાગી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમને તાવ આવે તેવી સંભાવના છે.
-------------------------

તુલાઃ- Ten of Swords
આજનો દિવસ તે લોકો માટે થોડો ખાસ રહેશે, જેઓ પોતાના કાર્યક્ષેત્રથી અલગ પોતાના માટે આવકનું કોઇ બીજું સાધન ઊભું કરવા માંગે છે. જે લોકો બિઝનેસમાં છે, તેમના માટે આ સમય સારો રહેશે.

કરિયરઃ- આજે તમે કોઇ પાર્ટટાઇમ જોબ અથવા બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી શકો છો.
લવઃ- આજે થોડાં લોકોના મનમાં કોઇ જૂના મિત્ર કે સંબંધી પ્રત્યે આકર્ષણનો ભાવ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમને ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા રહેશે.
-------------------------

વૃશ્ચિકઃ- The Lovers
તમારા માટે આજનો દિવસ અનેક લોકોને મળવાનો રહેશે. અનેક લોકોને તમે મળશો અને તેમની પાસેથી પ્રોત્સાહન પણ મેળવશો. આવનાર દિવસોમાં તમારે અનેક યાત્રાઓ કરવી પડી શકે છે.

કરિયરઃ- તમે વિવિધ શહેરોની યાત્રા કરી શકો છો.
લવઃ- પારિવારિક સમારોહ તમને તમારા પ્રેમ નજીક લાવશે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.
-------------------------

ધનઃ- Three of Swords
આજનો દિવસ તમારા માટે થોડી વસ્તુઓમાં અનેક પોઝિટિવ પરિણામ આપનાર રહી શકે છે. આજે તમારે પરિસ્થિતિમાં આવી રહેલાં બદલાવને જોતાં થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે.

કરિયરઃ- લાભકારી પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે.
લવઃ- જીવનસાથી સાથે તમારો સંબંધ સંતુલિત રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારે થોડું સાવધાન રહેવું.
-------------------------

મકરઃ- Five of Wands
આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓની શરૂઆત માટે પ્રયાસ કરવાનો છે. તમને મિત્રો અને સહયોગીઓનું સમર્થન મળી શકે છે. આજે તમારી યોગ્યતામાં વધારો કરશો. જીવનમાં ઉન્નતિના યોગ પણ બની રહ્યા છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે તમારું સન્માન વધી શકે છે.
લવઃ- આજે તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરવા વિશે વિચારી શકો છો.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધી સમસ્યાઓ પ્રત્યે થોડું સાવધાન રહેવું.
-------------------------

કુંભઃ- The Hierophant
પ્રોફેશનલ રીતે ઉન્નતિનો માર્ગ ખુલશે. પ્રમોશન થવાના યોગ છે. વેપારમાં જે ટેન્ડર કે પ્રોજેક્ટનો થોડા સમયથી રાહ જોઈ રહ્યા હતાં તે મળી શકે. કોઈ વાતે ઊતાવળ કરશો નહીં. પૂજા-પાઠ કરવા તમારા માટે સારાં રહે. નવાં લોકોને મળવાનું થશે.

કરિયરઃ- જો કોઈ વ્યવસાય કરવા માંગતા હોવ તો તેની માટે મહેનત કરવી પડશે પરંતુ ફળ સારું મળશે અને ઝડપથી મળશે.
લવઃ- પ્રિયજનોની સાથે સમય સારો વિતશે. આજે કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે. જેની માટે તમે તૈયાર છો.
સ્વાસ્થ્યઃ- થોડા આરામથી જૂના રોગથી છુટકારો મળી શકે.
-------------------------

મીનઃ- The World
દિવસ આજે મિશ્રફળદાયી રહેશે. કરિયર કે પર્સનલ લાઈફની પરેશાનીનો ઝડપથી ઉકેલ આવશે. તમારા મનમાં કોઈ નકારાત્મક ભાવ આવવા દેશો નહીં. કામમાં પૂર્ણ ફોકસ રાખો. વ્યવસાય માટે આજનો દિવસ ખાસ રહેશે. તેનો ફાયદો ઊઠાવો.

કરિયરઃ- ઓફિસમાં નેગેટિવિટીભર્યા વાતાવરણને લઇને નિરાશ થશો નહીં.
લવઃ- આજે સંબંધોને લગતો કોઈ નિર્ણય ન લો, યોગ્ય સમયની રાહ જુઓ.
સ્વાસ્થ્યઃ- પોતાની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો