તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Daily Tarot Predictions Of 12 March 2020, Shila M Bajaj

ગુરૂવારે Strength કાર્ડ પ્રમાણે, મિથુન જાતકોએ આત્મબળ અને ઇચ્છાશક્તિથી આગળ વધવું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 12 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The World
આજનો દિવસ તમારા માટે કઇંક નવા પ્રકારની જવાબદારીભર્યો રહી શકે છે. થોડાં એવા કાર્યો કરવા પડી શકે છે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. આ કાર્યો તમને થોડો તણાવ અને પરેશાની આપી શકે છે.

કરિયરઃ- આજે ઓફિસમાં કામનો દબાવ વધારે રહેશે.
લવઃ- આજે થોડાં મામલે વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે માનસિક તણાવના કારણે પરેશાન રહી શકો છો.
------------------------------------

વૃષભઃ- Knight of Coins
આજના દિવસે તમારે થોડાં કાર્યોમાં પરિણામની રાહ જોવી પડશે. તમે તમારી રીતે પ્રયાસ કરી ચૂક્યા છો. હવે તમારે શાંતિ સાથે તે કોશિશના પરિણામને જોવાનો સમય છે. તમે તમારું ફોકસ જાળવી રાખો.

કરિયરઃ- આજે તમને આર્થિક લાભ થવાના યોગ છે.
લવઃ- આજે સંબંધોની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.
------------------------------------

મિથુનઃ- Strength
આજનો દિવસ તમારા માટે આત્મબળ અને ઇચ્છાશક્તિથી આગળ વધવાનો દિવસ છે. તમને લોકો સાથે મળવા અને તેમના વિચારોને જાણવાનો અવસર મળી શકે છે. આજે તમારા માટે થોડી સારી સૂચનાઓ પણ આવી શકે છે.

કરિયરઃ- જોબ માટે સમય સારો રહેશે.
લવઃ- સંબંધો વધારે ગાઢ બનશે.
સ્વાસ્થ્યઃ- જૂની બિમારીઓથી રાહત મળી શકે છે.
------------------------------------

કર્કઃ- Queen of Swords
થોડાં લોકો માટે આજનો દિવસ ધનલાભ અને વ્યવસાયિક બુદ્ધિનો પ્રયોગથી ખ્યાતિ અર્જિક કરવાનો છે. તમને તમારા લોકો પાસેથી સહયોગ મળશે. થોડાં ખાસ લોકોની સલાહ તમારા માટે વિશેષ લાભ આપનારી રહેશે.

કરિયરઃ- વેપારમાં રોકાણ કરવાનો દિવસ છે.
લવઃ- લવ લાઇફ માટે સમય અનુકૂળ છે.
સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનની આશંકા છે.
------------------------------------

સિંહઃ- The Fool
તમારા માટે દિવસ કામ દ્વારા પ્રગતિ મેળવવાનો છે. તમારા આઇડિયાઝને મેનેજમેન્ટની મંજૂરી મળી શકે છે. નવી જવાબદારીઓ સાથે શરૂઆત કરવાનો સમય છે. તમારે તમારો સ્વભાવ અને દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખવાની જરૂર છે.

કરિયરઃ- કામ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખો.
લવઃ- તમે એકસાથે સારો સમય વિતાવશો.
સ્વાસ્થ્યઃ- ભોજનમાં કેલ્શિયમની માત્રા વધારવાનો સમય છે.
------------------------------------

કન્યાઃ- The Hierophant
આજે તમને તમારા આયુષ્ય, અનુભવ અને પદમાં વરિષ્ઠ લોકો પાસેથી પ્રોત્સાહન મળી શકે છે. તમારે કોઇ મામલે તરત નિર્ણય લેવો પડી શકે છે.

કરિયરઃ- યાત્રાનો અવસર મળશે.
લવઃ- પ્રેમી પાસેથી કોઇ સરપ્રાઇઝ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા રહેશે.
------------------------------------

તુલાઃ- The Hanged Man
થોડાં લોકો માટે દિવસ સારા પરિણામ આપનાર રહેશે. આજે ધનની આવકના યોગ છે. તમને તમારી યોગ્યતા પ્રમાણે કામ મળશે. થોડાં લોકોને ઉધારે આપેલાં રૂપિયા પાછા મળી શકે છે.

કરિયરઃ- આવકના અન્ય સ્ત્રોતની તપાસ કરો.
લવઃ- તમે આજે પ્રેમનો સ્વીકાર કરશો.
સ્વાસ્થ્યઃ- સારા સ્વાસ્થ્ય માટે યોગ કરો.
------------------------------------

વૃશ્ચિકઃ- The Moon
આજનો દિવસ તે લોકો માટે ખૂબ જ ખાસ રહેશે જેઓ કોઇપણ પ્રકારનું ક્રિએટિવ કામ અથવા શુક્ર સાથે જોડાયેલાં ક્ષેત્રમાં છે. આજે લોકો તમને સન્માન અને પુરસ્કાર આવી શકે છે. અંગત જીવનમાં તમને તમારા સાથીની ભાવનાઓને સમજવાની જરૂર છે.

કરિયરઃ- સંગીત અને અન્ય ક્રિએટિવ ફિલ્ડના લોકો માટે સમય સારો છે.
લવઃ- પ્રેમીને એક નાની ગિફ્ટ ભેટમાં આપો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
------------------------------------

ધનઃ- Three of Swords
થોડાં ક્રિએટિવ કામ
આજે તમે પોતાને થોડાં બંધાયેલાં અનુભવ કરી શકો છો. થોડી પરિસ્થિતિઓ તમારી વિરૂદ્ધ જઇ શકે છે. થોડાં લોકોને આસપાસના વાતાવરણથી ગભરામણ પણ થઇ શકે છે. આજનો દિવસ તમારા માટે વધારે એક્ટિવ રહેવાનો છે.

કરિયરઃ- તમે કામમાં સક્રિય અને પ્રેરિત રહેશો.
લવઃ- એક લાંબી ડ્રાઇવ તમને બંનેને એકસાથે લાવશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો થઇ શકે છે.
------------------------------------

મકરઃ- King of Pentacles
આજનો દિવસ તમારા માટે યોજનાઓને પૂર્ણ કરવાનો રહેશે. જે કામને પૂર્ણ કરવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતાં, તે આજે પૂર્ણ થઇ જશે. જેથી તમને ભવિષ્યમાં કામ કરવામાં સરળતા રહેશે.

કરિયરઃ- યોજના પ્રમાણે કામ પૂર્ણ થશે.
લવઃ- અંગત સંબંધોમાં સુખ મળશે.
સ્વાસ્થ્યઃ- તણાવગ્રસ્ત રહી શકો છો.
------------------------------------

કુંભઃ- Ten of Swords
આજનો દિવસ તમારા માટે અનેક બદલાવ લાવી રહ્યો છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં તમને તેની અસર જોવા મળી શકે છે. જલ્દી જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. આજે થોડાં લોકો તમારા માટે નવા ટાર્ગેટ સેટ કરશે.

કરિયરઃ- આજે કામ વધારે રહેશે.
લવઃ- સાથી સાથે ઘણો સારો સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- તમારા મનમાંથી ચિંતાઓ ઓછી કરો.
------------------------------------

મીનઃ- The Tower
આજનો દિવસ ખૂબ જ સાવધાનીથી પસાર કરવો. આજે કોઇ જૂના જાણકાર સાથે મુલાકાત થઇ શકે છે. આજે કોઇ વાતને લઇને પરેશાનીઓ ઘેરી શકે છે. જો કોઇ નિર્ણય લેવામાં દુવિધા થઇ રહી હોય તો સલાહ લેવી.

કરિયરઃ- કરિયર અંગે કોઇ વિશેષ વ્યક્તિની સલાહ જરૂર લો 
લવઃ- પ્રિયજનો સાથે કોઇ વાતને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે કોઇ રોગ પરેશાન કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો