8 ડિસેમ્બરનું ટેરો રાશિફળ / રવિવારે મેષ રાશિવાળાને સારું પરિણામ લાવવામાં મદદ મળશે, વૃશ્ચિક જાતકોને કૂટનીતિભર્યો વ્યવહાર દરેક પ્રકારે સફળતા અપાવી શકે

Know your daily Tarot Rashifal of 8 December 2019

Divyabhaskar.com

Dec 07, 2019, 02:05 PM IST

મેષ- The Hermit

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. તમને વડીલોથી સારી બાબતો શીખવા મળશે. લોકો તમારી ક્ષમતાઓ પર ભરોસો કરશે, તમારી યોગ્યતા પર વિશ્વાસ કરશે. તમને સારું પરિણામ લાવવા માટે મોટિવેશન મળશે. અંગત જીવનમાં દિવસ સારો રહે.
કરિયર- તમારા બોસ તમને સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરશે.
લવ- તમારા સાથી તમને બુદ્ધિમાન અને આકર્ષક લાગે છે. તેઓ તમારી સાથે પોતાની વાતો કરશે.
હેલ્થ- કમરદર્દ થઈ શકે. વજન ઊઠાવતાં સાવધાની રાખવી.

-----------


વૃષભ- Strength


આજનો દિવસ તમારા માટે ધૈર્ય અને શાંતિની સાથે કામ કરવાનો છે. કેટલાક મામલાઓમાં તમને ખોટી જાણકારી મળી શકે કે કોઈ વાતને સમજવામાં તમને કે તમારી સાથે જોડાયેલાં લોકોને ભૂલ થઈ શકે. તેને લીધે તણાવ પેદા થઈ શકે. આજે બધું શાંતિથી હેન્ડલ કરવું.
કરિયર- તમારી ટીમની સાથે કોઈ ગલતફેમી થઈ શકે તો શાંત રહો તો બધુ સારું થતું જશે.
લવ- આજે તમારા સાથી તમારા ભવિષ્યને પ્રભાવિત કરશે. સારું રહેશે. કે કોઈ સાથીની પસંદગી સમજદારીથી કરો.
હેલ્થ- દાંતનો દુખાવો તમારો મૂડ બગાડી શકે.


-----------


મિથુન- King of Swords


આજનો દિવસ તમારા માટે કોઈ પ્રકારે નિરાશાજનક રહેશે. તમારા અનેક પ્રયાસો કરવા છતાં અનુકૂળ પરિણામ નહીં મળે, જેનાથી તમારી અંદર ગબરાટ કે ચિડિયાપણું આવી શકે. તમારે ધૈર્ય રાખવો પડે. ઝડપથી તમને સારા સમાચાર મળી શકે.
કરિયર- બેરોજગારોને આજે થોડું ધૈર્યથી કામ લેવું પડશે. જો ક્યાંક સારી અરજી કરી હોય તો બેચન ન થશો, ઝડપથી સારા સમાચાર મળી શકે.
લવ- તમે તમારા વિચારો અને ભાવનાઓને તમારા સાથીની સાથે શેયર કરી શકો. તેઓ તમને પ્રેરિત કરશે.
હેલ્થ- આજે તમારે હાથમાં ઘાવ થઈ શકે, કામ કરતી વખતે ધ્યાન રાખવું.


-----------


કર્ક- Eight of Wands


તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. તમને કેટલાક મામલાઓમાં નેતૃત્વની તક મળી શકે. જો તમે કોઈ ટીમને લીડ કરતાં હોવ તો તમારા સાથીઓને મોટિવેટ કરવા અને તેમના પ્રયાસોની પ્રશંસા કરવી પડશે. એ જ તમારી સફળતાનું કારણ બની શકે છે.
કરિયર- તમારી ટીમના કામને પૂરું કરવા માટે કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા થશે. નવી યોજનાઓને તમારી વિશેષતાઓની જરૂર રહેશે.
લવ- તમારા સાથી તમારા સાથે સ્પષ્ટ સંવાદ અને વફાદારી ઈચ્છે છે. જેની માટે તમારે તૈયાર રહેવું પડશે.
હેલ્થ- શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવા વધુ પાણી પીવો.


-----------


સિંહ- Two of Pentacles


તમારા માટે આજનો દિવસ સામાધાન કારી રહે. કોઈ જૂની સમસ્યાઓને તમારે અચાનક કોઈ સારું સમાધાન મળી શકે, જેનાથી તમારો તણાવ ઘટે. તમારી વાતોમાં તમારે સ્પષ્ટતા રાખવી પડશે. કેટલીક બાબતોમાં તમારે સ્પષ્ટ રીતે લોકોને બતાવવી પડશે, નહીંતર ભવિષ્યમાં તે સંબંધો તણાવ પેદા કરી શકે.
કરિયર- તમારા સાથીની સાથે ગલતફેમીનું સમાધાન થઈ શકે. તમારા વિચારો સ્પષ્ટ રાખો.
લવ- તમારા સાથીને વિશ્વાસ અપાવો કે તમે તેમને પ્રેમ કરો છો. તે તમને ખુશ રાખવા માટે વધુ પ્રયાસ કરશે.
હેલ્થ- થોડા હાઈજીનિક બનો તો સ્વસ્થ્ય રહેશો.


-----------


કન્યા- The Star


આજનો દિવસ તમારા માટે કંઈક નવું આને સારું કરવાનો છે. તમને બીજા લોકોની સાથે મળીને કામ કરવામાં આનંદ આવશે. સામૂહિક સફળતા તમને આગળ વધવા પ્રેરિત કરશે. કેટલાક લોકો તમારી લીડરશીપમાં સારું કામ કરી શકે, તમારા આઈડિયા સ્વીકાર થશે. ક્રિયેટિવ કામ સાથે જોડાયેલાં લોકોને આ સમયે વિશેષ સફળતા મળી શકે.
કરિયર- આજે કોઈ ટીમમાં સર્વશ્રેષ્ઠ કામ કરો છો. તમારા વિચારોને બધા આસાનીથી સ્વીકારી લેશે.
લવ- સંબંધોના મામલે તમારે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ સમજવી પડશે, જો તમે કોઈના પ્રેમમાં છો, તો તમને પણ પ્રેમ મળવો જોઈએ.
હેલ્થ- બીમારીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદ અપનાવો.

-----------


તુલા- Three of Swords


આજે તમારે સમયનું વિશેષ ધ્યાન રાખવું પડે. કોઈપણ મામલામાં તમારે ટાળવાનું વલણ તમને નુકસાન પહોંચાડી શકે. તમારી માટે શિડ્યુલ તૈયાર કરો અને તેનું સખત રીતે પાલન કરો. તમારે લોકો પર વિશ્વાસ રાખવો અને સમય આપવાની જરૂર છે. કેટલાક લોકોને ટાર્ગેટ પૂરો કરવામાં પરેશાની આવી શકે.
કરિયર- નોકરીમાં સફળ થવા માટે તમારા પ્રયાસ કરવાની જરૂર છે. ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન આપો. ટાર્ગેટની ટાઈમલાઈનનું ધ્યાન રાખો.
લવ- તમારા ાસથી પર વિશ્વાસ કરો અને તેમને પ્રેમ આપો. તેઓ ખુશ રહેશે.
હેલ્થ- આંખોનું સંક્રમણ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે.


-----------


વૃશ્ચિક- Six of Pentacles


તમને આજે લોકોનો ભરપૂર સહયોગ મળશે. કેટલાક લોકોને સાથીઓનો સહયોગ કરવો પડશે. કેટલાક લોકો તમારા કામની પ્રશંસા કરશે. જો તમે પોતાના કામમાં સો ટકા સફળતા ઈચ્છતાં હોવ તો તેની માટે કૂટનીતિભર્યો વ્યવહાર રાખો. તમારી ટીમ સાથે થોડો પ્રેમ અને થોડો સખત વ્યવહાર કરવો પડે. જે સફળતાનું સૂત્ર બની શકે.
કરિયર- તમારી ટીમ તમારા કામને સમયસર પૂરો કરવા મદદ કરશે. આસપાસના લોકો સાથે કૂટનીતિક વ્યવહાર કરો.
લવ- તમને પ્રેમ મળે. ધૈર્ય રાખો, તમારા સાથી તમારા માટે ભાવનાઓ વ્યક્ત કરો. સંબંધોમાં મધુરતા રહેશે.
હેલ્થ- તમારા પગમાં મોચ આવી શકે. ચાલતા, દોડતા ધ્યાન રાખવું.


-----------


ધન- The World


કેટલાક મોટા ફેરપાર અને નવી શરૂઆતના સંકેત આજે રહેશે. તમારે પ્રાથમિકતા પર ફોકસ રાખવું પડે. તમે તમારા શિડ્યુલને ફોલો નહીં કરો તો ભવિષ્યમાં સમસ્યા રહેશે. કેટલાક મામલામાં તમને નવી બાબતો બનશે જેની માટે તૈયાર રહેવું પડે.કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જે યાદગાર રહેશે.
કરિયર- કામ પર કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય જે ભવિષ્યમાં સફળ થવામાં મદદ કરશે.
લવ- તમારા પાર્ટનર અને પરિવારની સાતે એક ટ્રિપ પ્લાન કરો જેથી આજે તમે તેમને સારી રીતે સમજી શકો.
હેલ્થ- તમે તણાવગ્રસ્ત રહેશો. મેડિટેશન અને એક્સરસાઈઝ પર ધ્યાન આપો.

-----------


મકર- Nine of Swords


આજે તમને તમારી યોગ્યતાનું પુરું પરિણામ મળી શકે. કોઈ મામલામાં તમને તમારી વાત લોકોની સામે રાખવી પડે. તમારી વાત ધ્યાનથી સાંભળવામાં આવશે અને માનવામાં આવશે. તમને કોઈ જૂના કામ માટે રિવોર્ડ મળી શકે. સંબંધોને લઈને થોડી ગંભીરતા દેખાડવી પડશે.
કરિયર- તમારી પ્રેઝન્ટેશન સ્કિલ્સની પ્રશંસા થશે. તમે કામ પર પુરસ્કાર મેળવશો.
લવ- તમારા સાથી ઈચ્છે છે કે તમે તેમની માટે કમિટેડ રહો. તેમને સુરક્ષિત મહેસૂસ કરાવો.
હેલ્થ- તમને દાંતોમાં દર્દ થઈ શકે. જેનાથી તમને પરેશાનીનો સામનો કરવો પડી શકે.


-----------


કુંભ- The Chariot


આજનો દિવસ તમારા માટે લાભ કમાવા અને ધનાગમનનો છે. તમને જૂનું રોકાણ સારો લાભ આપશે. પછી પણ નવા કામ કરતાં પહેલાં કોઈ નિષ્ણાતની મદદ લો. સંશોધન કરો. તમારે હેલ્થ પર આ સમયે ધ્યાન આપવું પડે. કેટલાક લોકો બ્રેક લઈને પરિવાર સાથે બહાર જવા કે તેમની સાથે સમય વિતાવવાની યોજના બનાવી શકે.
કરિયર- નાના કારોબાર તમને લાભ અપાવી શકે. કોઈ પણ વસ્તુમાં રોકાણ કરતાં પહેલાં રિસર્ચ કરી લો.
લવ- તમારા સાથી ઈચ્છે છે કે તમે તેમની દેખભાળ કરો. તેમને સ્નેહની જરૂર છે.
હેલ્થ- યોગ અજમાવવાનો સમયો સમય છે. તમને શારીરિક સ્ફૂર્તિની જરૂર છે.

-----------


મીન - Temperance


આજે તમારા નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. તમને તમારા કામને સારું કરવા માટે લોકોની સલાહ અને સહાયતા બંને મળશે. કેટલાક લોકો તમારી વાતચીતની રીત પસંદ આવશે. લોકોની મદદ માટે તૈયાર રહો. ખાન-પાનમાં વિશેષ કાળજી રાખો.
કરિયર- આજે તમારી ટીમને સારી બનાવવામાં મદદ કરો. કોઈ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સને પસંદ કરે છે કારણ કે તમે ખૂબ જ પારદર્શી છો.
લવ- તમારા સાથી ઈચ્ચે છે કે તમે તેમને વધુ પ્રેમ આપો. તેઓ તમારા પ્રેમથી ખુશ રહેશે.
હેલ્થ- આજે સારા સ્વાસ્થ્ય માટે ડાયટ ચાર્ટનું પ્લાન કરો.

X
Know your daily Tarot Rashifal of 8 December 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી