3 ઓગસ્ટનું અંક ભવિષ્ય / રક્ષાબંધનના દિવસે અંક 2ના જાતકોએ પાણીમાં ચોખા મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

Daily Numerology predictions of 3 August 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 3 August 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 12:30 AM IST

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ-8 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને સારો અવસર મળી શકે છે. મધ્યસ્થતામાં સફળતા મળી શકે છે. આંખને લઇને વધારે સાવધાન રહેવું.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ ખાવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

નક્કી થયેલી યોજનામાં ફરી ફેરફાર કરશો નહીં. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચોખા મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં વડીલોની સલાહ લો. ખાસ કામ માટે ધન ખર્ચ કરી શકો છો. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબા સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવા સંબંધિત મોટી સફળતા હાથ લાગી શકે છે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

સરકારી ઠેકેદારોને શોકિંગ ન્યૂઝ મળી શકે છે. આજે કોઇપણ શસ્ત્ર સાથે રાખવાથી બચવું.

શું કરવુંઃ- ગુરુ સમાન વ્યક્તિના વિશેષ આશીર્વાદ લેવાં.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

મનોબળ નબળું પડી શકે છે. એકાગ્રતા પ્રભાવિત થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- શનિદેવને તલના તેલના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા હવે પૂર્ણ થઇ શકે છે. પરિવાર સાથે વધારે સમય પસાર થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

ખોદકામના વેપારીઓને સારી સફળતા મળી શકે છે. ગાડી ચલાવતી સમયે ધ્યાન રાખવું.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

કામ કરવાનું બેનર બદલાઇ શકે છે. ફિલ્ડવર્કના સંવાદદાતાઓને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- વાનરોને કેળા ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- રીંગણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી