21 માર્ચનું અંક ભવિષ્ય / શનિવારે અંક 3 ધરાવતાં જાતકોને શુભ અવસર મળશે, શનિદેવને અડદ ચઢાવવા

Daily Numerology predictions of 21 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 8ની અંક 1 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9 ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1
પ્રમોશનનો લાભ મળી શકે છે. ગૃહિણિઓ માટે પરિવારમાં ખાસ આયોજન કરવામાં આવી શકે છે. મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2
વારસાગત સંપત્તિનો મામલો પક્ષમાં આવી શકે છે. પૈતૃક વિવાદમાં વિજય સંભવ છે. માનસિક સ્થિતિ પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- તમારા કુળદેવીને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3
શિક્ષક વર્ગ માટે ઉપલબ્ધિકારક અવસર આવી શકે છે. લોકો સાથે તાલમેલમાં સુવિધા રહેશે. સ્વાસ્થ્ય સુધરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને અડદ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4
કાર્યના વિસ્તાર સંબંધમાં મળી રહેલાં પ્રસ્તાવનો સ્વીકાર કરી લો. લાભમાં રહેશો. તમારી વાતને લોકોને સમજાવતી સમયે અવાજ ધીમો રાખો.

શું કરવુંઃ- ભિખારીને ભોજન કરાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5
મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તેને સંબંધિત દરેક બાબત ઉપર વિચાર કરી લો. કપડાના વેપારીઓ માટે વધારે અનુકૂળતા રહેશે. હાડકા સંબંધી સમસ્યાથી રાહત મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડો ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6
અનાજ અને ખાન-પાનની સામગ્રીના કારોબારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. ફર્નીચરના વેપારીઓને વધારે સુવિધા રહેશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7
કોઇ વરિષ્ઠ પરિજન સાથે સંબંધિત ચિંતા રહી શકે છે. તમારામાં ક્ષમતા હોય તેટલું જ ભાગદોડ કરો.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8
કરિયર સંબંધિત ખાસ નિર્ણય કરતી સમયે કોઇ નજીકના પરિજન અથવા ઇષ્ટ મિત્રને સાથે લો. ટાયર-ટ્યૂબના નિર્યાતકોને યોગ્ય અવસર મળી શકે છે. માનસિક વિચલન રહી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-9
જે રાજનેતા પોતાની સંતાનને રાજનીતિમાં આગળ વધારવા માંગે છે, તેમના માટે સમય અનુકૂળ છે. દુકાન/મકાન નિર્માણ શરૂ કરવા માટે યોગ્ય સમય છે.

શું કરવુંઃ- ચંદન મિક્સ કરેલાં જળથી સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

X
Daily Numerology predictions of 21 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી