20 માર્ચનું અંક ભવિષ્ય / શુક્રવારે અંક 1 ધરાવતાં જાતકોએ સાવધાન રહેવું, શ્વાસ સંબંધિત સમસ્યા થઇ શકે છે

Daily Numerology predictions of 20 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2 સાથે અંક 3ની પ્રબળ મિત્ર/મિત્ર યુતિ, અંક 6 ની મિત્ર યુતિ અને અંક 9ની વિરોધી યુતિ. અંક 3 સાથે અંક 6ની પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9 ની પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1
જીવનસાથીનો વ્યવહાર સહયોગકારી રહી શકે છે. શ્વાસ સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- ભેંસને રોટલી ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-2
કુંવારા લોકોને લગ્નના મામલે અનુકૂળતા રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3
નોકરી સંબંધિત ઇન્ટરવ્યૂ આપ્યું છે, તો પરિણામ સુખકારી મળશે. લોકોની વાતોને સમજવામાં સરળતા રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4
જો તમે પુરૂષ છો અને તમારી અધિકારી મહિલા છે તો કાર્યાલયમાં ખાસ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5
સમય મિશ્રિત રહેશે. યાત્રા દરમિયાન સંભાળીને રહેવું. કોઇનો સહયોગ કરતાં પહેલાં તેને યોગ્ય રીતે પારખી લો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડો ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6
નવું રોકાણ કરવા માંગો છો તો આઈ.ટી. ક્ષેત્રમાં કરી શકો છો. ગૃહિણિઓ માટે દિવસ આનંદમય રહેશે.

શું કરવુંઃ- ભૈરવબાબાને ઇમરતી ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7
પરિવારમાં વિશેષ આયોજન થઇ શકે છે. કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગેદારી કરી શકો છો. અંગત સંબંધ અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ધ્ય આપીને અર્ધ્યનું જળ આંખ પર લગાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8
અટવાયેલું કોઇ ખાસ કામ નજીકના કોઇ સંબંધીની મદદથી થઇ શકે છે. ડિવોર્સનો મામલો ચાલી રહ્યો છે તો સમય અનુકૂળ રહેશે. પાચન સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9
ચૂંટણીનો મામલો પક્ષમાં આવી શકે છે. જમીન સંબંધી સોદો લાભ આપી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળ અને દૂર્વા ચઢાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

X
Daily Numerology predictions of 20 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી