19 માર્ચનું અંક ભવિષ્ય / ગુરૂવારનો ભાગ્યશાળી અંક 8 છે, અંક 2 ધરાવતાં જાતકોએ ખોટી ચિંતા કરવી નહીં

Daily Numerology predictions of 19 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 8ની અંક 1 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1
તમે સાહસી છો, પરંતુ સાહસમાં અને મૂર્ખતામાં અંતર સમજો અને બિનજરૂરી ખતરો લેશો નહીં. પિતા સાથે સંબંધમાં તણાવ ઊભો થઇ શકે છે.

શું કરવુંઃ- શનિ મંત્રનો જાપ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2
કોઇ પારિવારિક સમસ્યાનું સમાધાન થઇ શકે છે. કોઇ નજીકની મહિલાના કારણે પરેશાની ભોગવવી પડી શકે છે. ખોટી ચિંતાઓ કરશો નહીં.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવા ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3
કોઇ મિત્ર/મિત્ર સમાન વ્યક્તિનો સારો સહયોગ કામ કરવામાં મદદ કરી શકે છે. સેટેલાઇટ ચેનલોના એન્કરોને ઉપલબ્ધિ મળી શકે છે. લેખકો માટે નવા અનુબંધ સંભવ છે.

શું કરવુંઃ- જળમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4
સંતાન સંબંધી ચિંતા રહી શકે છે. પુત્રી દૂર અભ્યાસ કે જોબ કરતી હશે તો તેની ચિંતા થઇ શકે છે. લગ્નજીવનમાં સમસ્યા ચાલી રહી છે તો વધી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-5
કોઇ મોટું કામ કરવા માંગો છો તો તેના ઉપર આજે કામ શરૂ કરશો નહીં. દૂરની યાત્રા કરવી પડી શકે છે. સરકારી સપ્લાઈના માધ્યમોથી સમય સંભાળીને રહેવાનો છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6
જે પરિણામ/ફળ માટે અત્યાર સુધી તમે ભાગી રહ્યા હતા, તે હવે મળી શકે છે. તમારા સુખમાં અન્ય લોકોને સામેલ કરી લો. રૂપિયા ખોટા ખર્ચ કરવાથી બચવું.

શું કરવુંઃ- તમારા ઇષ્ટદેવનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7
અંગત જીવન સુખકારી રહેશે. આઈ.ટી. એન્જીનિયરો માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. તમારી આસપાસની નાની-નાની દેખાતી વાતો ઉપર ખાસ ધ્યાન આપો.

શું કરવુંઃ- ભૈરવબાબાને સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8
નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો બદલી લો. કામમાં નવો સ્ટાફ લેવા માંગો છો તો આજનો દિવસ રોકાઇ જાવ. માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગોળના પાણીથી ગણેશજીનો અભિષેક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9
છેલ્લું રોકાણ લાભ આપી શકે છે. ઓટો ગેરેજનું કામ કરતાં લોકો માટે અનુકૂળતા રહેશે. નવી ગાડી લેવા માંગો છો તો આજે બુક કરાવી શકો છો. પિતાના સંરક્ષણમાં રાજનીતિ કરતાં લોકો માટે સમય સારો સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- ઘાટ્ટા રંગની રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

X
Daily Numerology predictions of 19 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી