18 માર્ચનું અંક ભવિષ્ય / બુધવારે અંક 8 ધરાવતાં લોકોએ વિવાદોથી દૂર રહેવું, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો

Daily Numerology predictions of 18 March 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 02:27 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/ મિત્ર યુતિ, અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 5 સાથે વિરોધી/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ અને અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1
ઓફિસમાં મહિલા અધિકારી હોવાથી પ્રમોશનના મામલે અનુકૂળતા રહેશે. મહિલા અધિકારીઓ માટે કરિયર સંબંધી મામલાઓમાં સ્થિતિ પક્ષકારી રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબા સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2
મહિલા પ્રધાન કાર્ય કરતાં લોકોને સફળતા મળી શકે છે. નવું કામ શરૂ કરવા માંગતાં લોકોએ મહિલાના નામથી કામ શરૂ કરવું. વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3
સ્થાનીય યાત્રા સંભવ છે. નવું કામ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ગતિવિધિ થઇ શકે છે. લાંબા સમયથી અટવાયેલું મહત્ત્વપૂર્ણ કામ બની શકે છે.

શું કરવુંઃ- શનિદેવને અડદ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4
તમારા નક્કી કરેલાં લક્ષ્યને પૂર્ણ થતાં જોઇને મન પ્રસન્ન રહી શકે છે. પેટ્રોલ-કેમિકલ પદાર્થોના કારોબારીઓ માટે લાભની સ્થિતિ બની શકે છે.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5
ગારમેન્ટના વેપારીઓ માટે અનુકૂળતાની સ્થિતિ રહેશે. રોકાણ કરતાં લોકો માટે સાવધાનીનો સમય છે.

શું કરવુંઃ- તમારા ગુરૂની વિશેષ આરાધના કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6
તે વાતો માટે પરેશાન થઇ શકો છો, જેના ઉપર તમે નિયંત્રણ રાખી શકતાં નથી. કોઇ મેડિકલ તપાસ કરાવાની બાકી હોય તો આજે કરાવી શકો છો.

શું કરવુંઃ- ગાયને રોટલીમાં ગોળ રાખીને ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-7
ઓફિસ/કાર્યસ્થળ પર થોડી ઊંચ-નીચ થઇ જાય તો ગભરાશો નહીં. કરિયાણાના વેપારીઓ માટે સાવધાન રહેવાનો સમય છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મોગરાની માળા ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8
કામ કરવાની જગ્યા બદલવા માંગો છો તો સમય સારો છે. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે વિવાદમાં ઉતરશો નહીં.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9
એક લાંબા સમયગાળાથી જે અવસરની પ્રતીક્ષામાં છો, તે હવે તમને મળી શકે છે. ગોલ્ફ, પોલો, સાયકલ રેસિંગ અને બાઇક રેસિંગ કરતાં લોકો માટે સમય ઉપલબ્ધિવાળો રહી શકે છે.

શું કરવુંઃ- જળમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

X
Daily Numerology predictions of 18 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી