13 માર્ચનું અંક ભવિષ્ય / શુક્રવારે અંક 3 ધરાવતાં જાતકો તેમના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશે તો લાભ મળી શકશે

Daily Numerology predictions of 13 March 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Mar 12, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 2 સાતે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
સરકારી પક્ષથી અનુકૂળતા લાભ આપશે. સંતાનના કરિયર સંબંધી ચિંતા દૂર થશે. માનસિક સુકૂન રહેશે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્તોતનો પાઠ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2
નજીક સંબંધોમાં કોઇનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. વિશ્વાસઘાતથી બચવા માટે ખાસ વાતો કોઇ સામે વ્યક્ત કરશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3
મીડિયામાં કાર્યરત મહિલાઓને ખાસ અનુકૂળતા રહેશે. લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. થાક વધારે લાગશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4
ઇચ્છિત ફળ મેળવવા વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ લેવો પડી શકે છે. ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકોને ખાસ લાભ મળશે. હાર્ટ બાયપાસ ઓપરેશન કરાવી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5
તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. યાત્રા લાભકારી રહેશે. યાત્રા જેટલી વધારે દૂરની રહેશે, લાભ તેટલો જ વધારે થશે.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-6
ભાગદોડની તુલનામાં સફળતાની ટકાવારી ઓછી રહેશે. કળા ક્ષેત્રમાં પુરૂષોને સારો અવસર મળી શકે છે. આંખ સંબંધી સમસ્યામાં રાહત મળી શકે છે.

શું કરવુંઃ- તમારા કુળદેવતાને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7
કરિયર સંબંધી મોટો અવસર સામે આવી શકે છે. આગળ વધીને તેનું સ્વાગત કરો. કોઇ મિત્રનો વ્યવહાર દુઃખનું કારણ બની શકે છે. પેટ સંબંધી પરેશાની રહેશે.

શું કરવુંઃ- વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8
જૂની વિવાદાસ્પદ વાતો ચિંતા કરાવી શકે છે. કોઇપણ મોટો નિર્ણય કરતાં પહેલાં તેના ઉપર વિચાર કરી લેવો અથવા ભવિષ્ય માટે ટાળી દેવો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ અને ઇમરતી ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9
નજીકના વ્યક્તિના સહયોગથી મોટી સફળતા/લાભની પ્રાપ્તિ સંભવ છે. ઠેકેદારો અને ફિલ્મ-ટીવી સાથે જોડાયેલાં નિર્દેશકોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

X
Daily Numerology predictions of 13 March 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી