9 ડિસેમ્બરનું રાશિફળ / સોમવારનો દિવસ કુંભ જાતકો માટે શુભ રહેશે, ધન સંબંધિત મામલે સાવધાન રહેવું

Monday will be auspicious for the family, be careful about the wealth

Divyabhaskar.com

Dec 08, 2019, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 9 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે તમારું વધારે ધ્યાન ધનલાભ ઉપર કેન્દ્રિત કરશો અને યાત્રા કરશો નહીં. તમે જરૂરિયાત પ્રમાણે તમારા વેપાર અથવા કાર્યના અંતર્ગત જ યાત્ર કરો. આ યાત્રા તમારી માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- તમે અન્ય લોકો ઉપર વધારે ધ્યાન આપશો. તમારે બદલતી પરિસ્થિતિઓ અનુકૂળ રહેવું પડશે અને તમારી સફળતા માટે લોકો સાથે સમાયોજન કરવું પડશે.

લવઃ- પ્રેમીજન વ્યવહારિક રૂપથી એકબીજા પ્રત્યે સમર્પિત રહીને જીવનમાં આગળ વધવાનો નિર્ણય કરશે.
વ્યવસાયઃ- આજે વેપારમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યમાં ઉમંગ અને ઉત્સાહની સ્થિતિ પ્રાપ્ત થતી રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા દિમાગમાં પોઝિટિવ વિચાર આવશે અને તમે માનસિક રૂપથી સંતુષ્ટ રહેશો. તમારામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. તમારી બુદ્ધિનો વિકાસ થશે અને જ્ઞાન અર્જિત કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ અને કઠોર નિર્ણય લેવો પડી શકે છે. જે તમારી આસપાસના લોકોને ગમશે નહીં. પરંતુ તે નિર્ણય તમારા જીવન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

લવઃ- આ સમય તમારા પ્રેમ જીવન માટે સૌથી રોમેન્ટિક રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં ઉત્તરોતર વૃદ્ધિ થશે.
સ્વાસ્થ્યઃ- રાહૂ વિચારવાની શક્તિને અચાનક જ વિપરીત દિશા તરફ વાળી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા ગ્રહ યોગ તમારી વિદ્યા, પ્રેમ સંબંધ, સંતાન, દાંપત્ય જીવન, વેપાર, ઉચ્ચ શિક્ષા, માન-સન્માન તથા ભાગ્યમાં વૃદ્ધિ કરશો. આ સમયનો લાભ ઉઠાવો અને મહેતન કરશો.

નેગેટિવઃ- તમે માનસિક રૂપે થોડાં અસંતુષ્ટ રહેશો અને મનમાં અજીબ બેચેની બની રહેશે. કોઇપણ પ્રકારની ગભરામણ અને વ્યાકુળતામાં આવીને ઉત્તેજિત થવું નહીં.

લવઃ- આ મહિને તમે ઘણાં લોકોને મળશો.
વ્યવસાયઃ- નવો વેપાર કરવા માંગતાં લોકોને હાનિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- રાહૂનો દુષ્પ્રભાવ તમને પરેશાન કરશે નહીં.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- નોકરીની શોધમાં રહેલાં લોકોને સ્થાયી અથવા લાંબા સમય સુધી ટકી શકે તેવી નોકરી મળવાની સંભાવના છે. આ સમય તમારા કરિયર માટે મિશ્રિત પરિણામ આપનાર રહેશે.

નેગેટિવઃ- નાની-મોટી સમસ્યાઓ દૂર થઇ જશે અને શિક્ષામાં થોડો સુધાર આવશે. આ સમય વધારે વ્યસ્ત રહેશો અને તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો.

લવઃ- તમારા જીવનમાં નવા વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે.
વ્યવસાયઃ- રોકાણ કરવા માંગતાં લોકોએ સાવધાન રહેવું.
સ્વાસ્થ્યઃ- તનની તંદુરસ્તી હેતુ થોડી ઉત્તમ તો થોડી મધ્યમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કામના લીધે યાત્રા કરવી પડશે અને વિદેશ જવાની પણ સંભાવના છે. આ યાત્રાનું પરિણામ તમારી માટે સુખદ રહેશે અને તમારા જીવનમાં આગળ વધવાનો અવસર મળશે.

નેગેટિવઃ- મલ્ટીનેશનલ કંપનીમં કામ કરતાં લોકો માટે વર્ષ ખૂબ જ ઉપલબ્ધિઓથી ભર્યું રહેશે. તમારા કામ ઉપર સંપૂર્ણ ફોકસ રાખીને મહેનત કરો.

લવઃ- આ સમય પ્રેમ જીવનની કઠોર પરીક્ષા લેશે.
વ્યવસાયઃ- વ્યવસાય અથવા રોકાણ તમને નુકસાન આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- હળવી કસરત કરવાની જરૂર છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે પ્રોપર્ટીને ભાડે આપીને સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. જેના અંતર્ગત પ્રોપર્ટી સેલ લાભ આપનાર સાબિત થશે. પરિવારના લોકો વ્યસ્ત રહેશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આર્થિક દ્રષ્ટિએ આ સમય સર્વાધિક શુભ નથી. તમારે આવક અને ખર્ચ વચ્ચે સામંજસ્ય બેસાડવાનો પ્રયાસ કરવો પડશે.

લવઃ- પ્રેમ જીવન માટે ચુનોતીપૂર્ણ સમય પ્રારંભ થઇ જશે.
વ્યવસાયઃ- તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો વ્યવહાર જાળવી રાખો.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડાં પરેશાન રહેશો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા પરિવારના માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તથા પરિવારમાં કોઇના લગ્ન થવાના કારણે સામાજિક રૂપથી તમારો પરિવાર આગળ વધશે. સમય પારિવારિક જીવન માટે ખૂબ જ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ- યાત્રાઓ વધારે રહેશે જેના ઉપર ખર્ચ પણ વધારે થશે. સંપૂર્ણ પ્લાનિંગ સાથે યાત્રા કરવી જેથી વધારે ખર્ચને સીમિત કરી શકાય.

લવઃ- તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્ત રહેશો.
વ્યવસાયઃ- વ્યવસાયના સંદર્ભે વિદેશ યાત્રા પર જવું પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- રોગ અને બીમારીને દૂર કરવાની જરૂર છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમને મિશ્રિત અનુભવ પ્રાપ્ત થશે. આ સમયે તમારી સામે એવી પરિસ્થિતિ આવશે જેમાં તમારે મુશ્કેલ નિર્ણયો લેવા પડી શકે છે. વૈવાહિક જીવનમાં સુખના ક્ષણો આવશે અને તમારું દાંપત્ય જીવન મધુર બનશે.

નેગેટિવઃ- સ્થિતિઓ થોડી નિયંત્રણમાં આવશે અને તમે ધન કમાવાની દિશામાં આગળ વધશો. કોઇપણ પ્રકારના શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરશો નહીં.

લવઃ- સમય પ્રેમ સંબંધ માટે અનુકૂળ છે.
વ્યવસાયઃ- ભાગેદારીમાં વ્યવસાય કરતાં લોકો માટે સમય શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં નાની-નાની પરેશાનીઓ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમય તમારા માટે ચુનોતીપૂર્ણ રહેશે. પરંતુ તમારી દઢ ઇચ્છાશક્તિથી તમે દરેક સમસ્યાનો સામનો કરી શકશો. વિદેશ યાત્રાની સંભાવના પ્રબળ રહેશે.

નેગેટિવઃ- આ સમય તમારા આર્થિક દ્રષ્ટિકોણ માટે વધારે યોગ્ય રહેશે નહીં. આ સમયે આર્થિક ચુનોતીઓનો સામનો કરતી વખતે તમે કોઇ મુશ્કેલીમાં પડશો નહીં.

લવઃ- આ સમય લવ બર્ડ્સ માટે સારો રહેશે.
વ્યવસાયઃ- ધનનું રોકાણ અને ખર્ચ ઉપર વિશેષ ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું દાંપત્ય જીવન મધુરતા સાથે ચાલતું રહેશે અને તમારા પારસ્પરિક તાલમેલના કારણે દાંપત્ય જીવનમાં સુખ વધશે. સંબંધોમાં ભાવનાત્મક વળાંક આવશે અને તમે એકબીજાની ભાવનાઓને સમજશો.

નેગેટિવઃ- જો તમે સમજી-વિચારીને કામ કરશો તો તમારા નિર્ણયો સારો રસ્તો બતાવશે અને તમે મનગમતી નોકરી મેળવવામાં સફળ રહેશો.

લવઃ- કપલ્સમાં પ્રેમ જીવનમાં સુખ વધશે.
વ્યવસાયઃ- તમે વેપારમાં કોઇ ઉપલબ્ધિ હાંસલ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- તનની તાકાત અને મનનો ઉત્સાહ વધશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- એક્ટિંગ, નાટક, ફાઇન આર્ટ, ક્રિએટિવ વર્ક, ફોટોગ્રાફી, સોશ્યિલ સર્વિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સિવિલ એન્જીનિયરિંગ, વિધિ તથા કાનૂન, સમાજ સેવા ક્ષેત્રોમાં રસ ધરાવતાં લોકો માટે સમય શુભ રહેશે.

નેગેટિવઃ- તમને ધૈર્ય રાખવાની સલાહ આપવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે કોઇ જોખમ લેવું નહીં.

લવઃ- સિંગલ લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
વ્યવસાયઃ- ધન સંબંધી કોઇ રિસ્ક લેવું નહીં.
સ્વાસ્થ્યઃ- તમે સારા સ્વાસ્થ્યના માલિક રહેશો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ગુરૂ બૃહસ્પતિ તમારી રાશિમાં વિરાજમાન રહેશે અને તમને ઉત્તમ નિર્ણય લેવામાં મદદ કરશે. આ નિર્ણય ભવિષ્યમાં તમારા સુખદ કરિયરનું મૂળ રાખશે.

નેગેટિવઃ- કોઇ નવું કામ અથવા વ્યવસાય શરૂ કરવું નહીં. જો તમે પહેલાંથી જ કોઇ વેપાર કરો છો તો તેને વધારે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરો.

લવઃ- તમે લગ્નબંધનમાં બંધાવ તેવા યોગ બનશે.
વ્યવસાયઃ- તમારો આવક નિયમિત રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધારે સારું રહેશે.

X
Monday will be auspicious for the family, be careful about the wealth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી