8 ડિસેમ્બરનું રાશિફળ / રવિવારનો દિવસ મીન જાતકો માટે શુભ રહેશે, નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે

daily astrology predictions of 8 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 08, 2019, 08:18 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 8 ડિસેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય ધન અચલ સંપત્તિ પ્રાપ્તિની દ્રષ્ટિએ સારો રહેશે. ઘર-ગૃહસ્થીમાં વિકાસ થવાની સાથે-સાથે વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ વિકાસ થવાની સંભાવના જોવા મળી રહી છે. આ સમયે ઘરમાં કોઇ શુભ કાર્ય થવાની સંભાવના છે.

નેગેટિવઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને થોડી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. એટલે માતા-પિતાનું ધ્યાન રાખો. માતા-પિતાના આશીર્વાદ તમારી માટે લાભદાયક રહેશે. પ્રેમ વ્યવહારથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- ધૈર્ય જાળવી રાખવું.
વ્યવસાયઃ- સમય અને પરિસ્થિતિને જોતાં જ કાર્ય કરવું.
સ્વાસ્થ્યઃ- ગૂરૂનો સંબંધ તમારા સ્વાસ્થ્યને વધારે સુખદ બનાવશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક જીવન સારું ચાલશે. ઘરમાં સારું સામંજસ્ય હોવાથી ઘરનું સંતુલન વ્યવસ્થિત થઇ શકે છે. એકબીજાના સહયોગથી કોઇપણ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પરિવારના સહયોગથી કોઇપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- કામકાજને લઇને સ્થિતિ તણાવ ઉત્પન્ન થઇ શકે છે. રોકાણ કરતાં પહેલાં બધી જ જાણકારી પ્રાપ્ત કરવી લાભદાયક છે. તમારા કામકાજમાં સગા-સંબંધિઓને સંમેલિત કરવા નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

લવઃ- તમારે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખવી પડશે.
વ્યવસાયઃ- સમય પ્રમાણે રોકાણ કરવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે તમને મિશ્રિત પરિણામની સ્થિતિ મળશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. કામકાજના ક્ષેત્રોથી સારો લાભ અર્જિત કરી શકાય છે. ધન અચલ સંપત્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ સફળ થઇ શકે છે. ભાગ્ય તમને સારો સાથ આપી શકે છે.

નેગેટિવઃ- એકબીજા સાથે મતભેદ હોવાના કારણે ઘર-પરિવાર સાથે કામકાજના ક્ષેત્રોમાં પણ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. જીવનસાથી સાથે સામંજસ્ય મધુર જાળવી રાખવાનો પ્રયાસ કરવો.

લવઃ- એકબીજા પ્રત્યેના આકર્ષણમાં વૃદ્ધિ થશે.
વ્યવસાયઃ- આર્થિક લાભ માટે સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- એવા ખાનપાનની આદત રાખવી નહીં જેનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ધન અચલ સંપત્તિ પ્રાપ્તિ માટે કરેલાં પ્રયાસ સફળ થઇ શકે છે. જો કોઇ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો તે તમારા માટે શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિ સામાન્ય કરતાં વધારે સારી થઇ શકે છે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રને લઇને વૈચારિક મતભેદ થવાના કારણે કામકાજમાં સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. કામકાજ સંબંધિત બહારગામની યાત્રાઓ સ્થગિત થઇ શકે છે. કોઇ પ્રકારનો તણાવ અથવા પારિવારિક મતભેદ ઊભો થઇ શકે છે.

લવઃ- સમય તમારા પ્રેમ જીવન માટે સારો રહેશે.
વ્યવસાયઃ- બિનજરૂરી ધનખર્ચ થવાના કારણે પરેશાનીઓ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તાકાત વધશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ભાગ્ય પણ તમારો સાથ આપશે અને કામકાજ સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. આ મહિનામાં કોઇ આર્થિક લાભની દ્રષ્ટિએ રોકાણ કરવા માંગતાં હોવ તો કરી શકો છો.

નેગેટિવઃ- બિનજરૂરી યાત્રાના કારણે ખર્ચ વધી શકે છે. માનસિક પરેશાનીઓ વધી શકે છે. કાર્યને લઇને ભાગદોડ વધારે કરવી પડશે. આર્થિક લાભની દ્રષ્ટિએ સ્થિતિ સામાન્ય રહેશે. સમય અને પરિસ્થિતિને જોતાં કાર્ય કરવું લાભદાયક રહી શકે છે.

લવઃ- વર્તમાનની તમારી અડકતરી હરકતો ભવિષ્યમાં તમને ભારે પડી શકે છે.
વ્યવસાયઃ- ધનલાભ સાથે ઉન્નતિના સારા અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સરસ અને સુખદ જીવનને મહત્ત્વને સમજવા માટે પ્રયાસરત રહેવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને લાભ પ્રાપ્ત થઇ શકે છે. સારા જનસંપર્ક સાથે સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. લોકો સાથે સંવાગ થવાથી થોડી સ્થિતિ અનુકૂળ રહી શકે છે.

નેગેટિવઃ- કામકાજમાં વૃદ્ધિ તથા કામકાજમાં સ્થિરતા પ્રાપ્ત થવામાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. લાંબાગાળાથી અધૂરા રહેલાં કાર્યો સંપન્ન થઇ શકે છે. આર્થિક લાભની દ્રષ્ટિએ કરેલાં પ્રયાસો સફળ થઇ શકે છે.

લવઃ- પ્રેમીજન સાથે કોઇ પ્રકારની બિનજરૂરી પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિએ સ્થિતિ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક તાકાત જાળવી રાખવી પડશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ગાડી-ઘરની સુખ-સુવિધા પ્રાપ્ત થવાની સાથે-સાથે રાજનીતિ લાભ પ્રાપ્ત થવાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. જો તમે સર્વિસ કરો છો તો તમને સારી ઉન્નતિ પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોઇ કાર્ય યોજનાને વિસ્તાર આપવો અથવા કોઇ કાર્યની શરૂઆત કરવી નુકસાનદાયક સાબિત થશે. આર્થિક નુકસાન થવાની સંભાવના વધારે છે. કોઇપણ કાર્યનો વિસ્તાર કરવા માટે ધન ખર્ચ કરવું પડી શકે છે.

લવઃ- આ સમય થોડી ઉપલબ્ધિઓ લઇને આવી શકે છે.
વ્યવસાયઃ- રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને લાભ પ્રાપ્ત થઇ શકે છે. દાંપત્ય જીવનની સ્થિતિઓ અનુકૂળ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક મામલે સુધાર થઇ શકે છે. અચાનક બહારની યાત્રા સફળ થઇ શકે છે.

નેગેટિવઃ- સ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે. માનસિક તણાવપૂર્ણ સ્થિતિઓ સાથે-સાથે કાર્યક્ષેત્રમાં પણ વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. બનતાં કાર્ય ખરાબ થવાની સંભાવના છે. કોઇપણ કાર્યને સ્થિરતા અને ગંભીરતાપૂર્વક કરવા ફાયદાકારક રહેશે.

લવઃ- પ્રેમ જીવનમાં થોડી એવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે જે તમારા પ્રેમ જીવનને વધારે શ્રેષ્ઠ બનાવશે.
વ્યવસાયઃ- રોકાણ કરવું તમારી માટે સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરના આધારને મજબૂત જાળવી રાખવા માટે વધારે સશક્ત રહેવાની જરૂર છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પરિવારનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. શિક્ષાના ક્ષેત્રમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. જો તમે તમારા કરિયર પ્રાપ્તિ માટે કોઇ કોર્સ અથવા કોઇ તૈયારી કરી રહ્યા છો તો તેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- માનસિક પરેશાનીઓ વધી શકે છે. ધન ખર્ચ થવાના યોગ વધારે રહેશે. આર્થિક રૂપથી સ્થિતિ સારી રહેશે પરંતુ વધારે પ્રયાસ કરવાથી ધનલાભ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે.

લવઃ- પ્રેમ જીવનમાં થોડાં મુશ્કેલ નિર્ણય પણ લેવા પડશે.
વ્યવસાયઃ- કામકાજને વિસ્તાર આપવા માટે લાભકારી સમય રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં મિશ્રિત પરિણામની સ્થિતિ જળવાઈ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કામકાજ સાથે સંબંધિત યાત્રા વધારે કરવી પડી શકે છે. આર્થિક લાભ થતાં રહેશે. માતા-પિતા સાથે સારું સામંજસ્ય સારું રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. ધર્મ કર્મમાં રસ વધી શકે છે.

નેગેટિવઃ- તમે જિદ્દી તથા અડિયલ સ્વભાવના વ્યક્તિ છો. કોઇપણ કાર્યને સમય પહેલાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો છો. જેથી કાર્યનો ભાર વધવાથી માનસિક તણાવ ઉત્પન્ન થઇ શકે છે. જિદ્દ અને વધારે ગુસ્સામાં કરેલાં કાર્યો નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ- ખાસ મિત્રને પ્રપોઝ કરી શકો છો.
વ્યવસાયઃ- કામકાજને લઇને સ્થિતિ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને બિમારીને ઘટાડવાં માટે સાવધાન રહેવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- માતા-પિતાના સહયોગથી સારી ઉન્નતિ થવાની સંભાવના છે. તમે સમજદાર વ્યક્તિ છો અને કોઇપણ કાર્યનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. ઘરમાં તમને સન્માનની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- માતા-પિતા સાથે ભાઈઓનો પણ સાથ મળશે. તમારે વધારે પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં. તણાવ ઉત્પન્ન થવાની સાથે-સાથે માનસિક તણાવ વધી શકે છે.

લવઃ- તમારા પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
વ્યવસાયઃ- આજે તમે કરેલાં કાર્યોમાં સારી સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- નોકરી કરતાં લોકોને પ્રમોશનના લાભ મળી શકે છે. દુશ્મન પક્ષ સામાન્ય સ્થિતિમાં રહેશે. કોઇ પ્રકારનો વિવાદ હશે તો તેનું સમાધાન થઇ જશે. મન અનુકૂળ રહે તેવી સંભાવના છે.

નેગેટિવઃ- તમારી બધી જ વાતને વ્યક્ત કરશો નહીં. ઘરના સભ્યોનું માનસિક સંતુલન ખરાબ થવાથી ઘરમાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. કોઇપણ કાર્યમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- જે વ્યક્તિ સાથે તમારું બ્રેકઅપ થયું છે તે ફરી તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે.
વ્યવસાયઃ- સ્થિતિ અને પરિસ્થિતિને જોઇને કાર્ય કરશો તો સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

X
daily astrology predictions of 8 December 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી