7 ડિસેમ્બરનું રાશિફળ / શનિવારનો દિવસ શારીરિક, માનસિક અને આર્થિક દ્રષ્ટિએ કુંભ જાતકો માટે સારો સાબિત થશે

daily astrology predictions of 7 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 07, 2019, 08:29 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 7 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યશૈલીથી થોડાં કાર્યો જલ્દી પૂર્ણ થવાની આશા છે. રાશિ સ્વામી ગુરૂ તમને કુશાગ્ર બુદ્ધિના માલિક બનાવનાર રહેશે. જેના કારણે અનેક લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવશે.

નેગેટિવઃ- આજે તમારો દિવસ અસ્વસ્થતા અને વ્યગ્રતામાં પસાર થઇ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં જ રહેશે. ખર્ચામાં વૃદ્ધિ થશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત ન થવાથી દુશ્મન પણ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાયઃ- ધન-વૃદ્ધિ અને પ્રમોશન થવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- દૈનિક દિનચર્યામાં થોડી કસરત પણ સામેલ કરો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- નાના પ્રવાસનું આયોજન થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઇ મિત્રના સહયોગથી નોકરીનો અવસર મળી શકે છે. રચનાત્મક અથવા તો સર્જનાત્મક ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત થશે. તમારી સર્જનશક્તિમાં પોઝિટિવ વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- પારિવારિક શાંતિ જાળવી રાખવા માટે નિરર્થક વાદ-વિવાદ કરવાથી બચો. આજે યાત્રા પ્રવાસ પર જઇ શકશો નહીં. જળાશયોથી બચીને રહેવું.

લવઃ- જીવનને લઇને સ્થિતિઓ તણાવપૂર્ણ રહી શકે છે.
વ્યવસાયઃ- કાર્યાલયમાં સાથે કામ કરતાં લોકોનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ શારીરિક પીડા અને ભય આપનાર રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારી માટે સારો રહેશે. પતિ-પત્ની બહાર ફરવા જઇ શકે છે. આજે મિત્રો સાથે મુલાકાત થશે. તેમના સહયોગથી લાભ પ્રાપ્ત થશે. આર્થિક લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. પરિવારમાં ધાર્મિક કાર્ય થશે.

નેગેટિવઃ- તમારી વાણી ઉપર સંયમ રાખો. સ્વાસ્થ્ય પાછળ ધન ખર્ચ થવાની સંભાવના છે. ખોટાં કાર્યોથી બચવું. વિચારોને સ્પષ્ટતા સાથે અભિવ્યક્ત કરો. સંતાન સંબંધી સમસ્યા ઊભી થશે.

લવઃ- જીવનસાથીના સહયોગથી સારી ઉન્નતિની આશા કરી શકાય છે.
વ્યવસાયઃ- ધન અચલ સંપત્તિની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુસ્તીના અણસાર જળવાય રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- વૈચારિક સ્થિરતા સાથે હાથમાં આવેલાં કાર્યોને પૂર્ણ કરી શકશો. મિત્રોના સહયોગથી કારોબારમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. આવકના સ્ત્રોત વિકસિત થશે. શારીરિક અને માનસિક દ્રષ્ટિએ સ્વસ્થ અને ઉત્સાહી રહેશો.

નેગેટિવઃ- આજે ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઇ શકે છે. આજે કોઇ સાથે મનમુટાવ થઇ શકે છે. આજે પારિવારિક સભ્યો સાથે મનમુટાવ થવાના સંકેત છે. અનૈતિક કાર્યથી બદનામી થવાની સંભાવના છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ધૈર્યથી કામ લેવું.
વ્યવસાયઃ- નોકરી, વેપાર તથા દૈનિક દરેક કાર્યમાં અનુકૂળ પરિસ્થિતિ રહેવાથી મનમાં પ્રસન્નતા રહેશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ કર્ક જાતક અને જાતિકાઓના શારીરિક ક્રાંતિને પ્રબળ કરનાર રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વ્યવસાયમાં સફળતા મળશે અને સહકર્મીઓનો સહયોગ પણ તમને પ્રાપ્ત થશે. ધનલાભ થઇ શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થશે અને સુખ-આનંદની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- આવક તથા ખર્ચાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. રૂપિયાની લેવડ-દેવડ અથવા આર્થિક વ્યવહાર કરશો નહીં.

લવઃ- મહિલા મિત્રોથી લાભ મળશે.
વ્યવસાયઃ- આત્મવિશ્વાસથી કરેલાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પરિજનોનો સહયોગ મળશે. મકાન અથવા ભૂમિ સાથે સંબંધિત દસ્તાવેજોના કાર્યો પૂર્ણ થશે. યાત્રા પર જવાનો યોગ છે. નોકરીમાં ઓફિસરોની મદદ મળશે. નિર્ણય લઇ શકો છો. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઇ શકે છે.

નેગેટિવઃ- મનમાં નેગેટિવ વિચાર હાવિ રહેશે. આર્થિક તંગી રહેશે. માનસિક તણાવ વધી શકે છે. પાણીથી ભય રહેશે. મિત્રો પાછળ ધન ખર્ચ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા વધશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર થશે.
વ્યવસાયઃ- ભાગેદારીમાં કામ કરવું તમારા માટે લાભદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. કાર્ય બાબતે વ્યસ્ત રહેશો. આર્થિક લાભ થવાની સંભાવના છે. આર્થિક આયોજન પણ કરી શકો છો. નોકરીમાં ઉન્નતિના અવસર મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે.

નેગેટિવઃ- માનસિક તણાવ વધી શકે છે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. સંતાન સંબંધી સમસ્યા આવશે. થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. વાણી ઉપર સંયમ રાખવો.

લવઃ- આજે પાર્ટનર પાસેથી સુખ મળી શકે છે.
વ્યવસાયઃ- આજે ભાગ્ય તમને સારો સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા માટે ખાન-પાનનું ધ્યાન રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કારોબારમાં નફો મળશે. નોકરી-ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે. યાત્રાની સંભાવના છે. આજે ભાગ્ય તમને સાથ આપશે. નવું કાર્ય કરવા માટે પ્રેરિત રહેશો. આજે તમારું મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- આવકમાં ઘટાડો આવશે અને ખર્ચાઓ વધશે. સ્થાયી સંપત્તિ અને વાહન વગેરેના દસ્તાવેજ કરવામાં સાવધાની જાળવવી. માતાના સ્વાસ્થ્ય સબંધિત ચિંતા રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોને જાળવી રાખવા માટે થોડી વાતોને ઇગ્નોર કરો.
વ્યવસાયઃ- રૂપિયાનું રોકાણ કરવા માટે દિવસ શુભ છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સંતાન તરફથી શુભ સમાચાર મળશે. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે. મહિલા મિત્રોનો સહયોગ મળશે. સામાન્ય રૂપથી શારીરિક-માનસિક તાજગી સાથે આજના બધા જ કાર્યો પૂર્ણ કરશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- માનસિક શાંતિ તો રહેશે, પરંતુ સ્વભાવ ચિડીયો બની શકે છે. સાર્વજનિક જીવન તથા સામાજિક જીવનમાં આજે સફળતા ઓછી મળશે. માનસિક તણાવ વધી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધો સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- કાર્ય-વ્યવસાય સંબંધિત લાભ પ્રાપ્તિના સારા અવસર છે.
સ્વાસ્થ્યઃ- ધન રાશિના જાતકોનો સ્વાસ્થ્ય મામલે દિવસ શુભ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમે મનોરંજન તથા હરવા-ફરવામાં સમય વ્યતીત કરશો. જીવનસાથીનો સહયોગ મળશે. યાત્રા લાભકારી રહેશે. કારોબારના સિલસિલામાં યાત્રા પર જવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- વાણી ઉપર સંયમ રાખો. નેગેટિવ વિચારો ઉપર કાબૂ રાખો. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. મન અશાંત રહેશે. આજે ઓફિસમાં કાર્યભાર વધારે રહેશે.

લવઃ- આજનો દિવસ લવ બર્ડ્સ માટે સારો રહેશે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ભેટ અને ધનની પ્રાપ્તિ થશે. શારીરિક, માનસિક અને આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારી માટે સારો સાબિત થશે. દાંપત્યજીવનની મધુરતાનો આનંદ ઉઠાવી શકશો. આજે પરિજનો સાથે ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડ માટે અનુકૂળ સમય નથી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જરૂરી દસ્તાવેજો અથવા કોર્ટ-કચેરીના મામલાઓમાં સાવધાની રાખવાની જરૂર છે.

લવઃ- આજનો દિવસ રોમાન્સથી ભરપૂર રહેશે.
વ્યવસાયઃ- આર્થિક લાભ પ્રાપ્તિમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- દબાવ અને જવાબદારી વધવાથી તણાવ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કાર્યમાં સફળતા અને યશ મળશે. આવકના સ્ત્રોત વિકસિત થઇ શકે છે. કોઇ મિત્રનું આગમન થઇ શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. બિમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર થવાથી રાહતનો અનુભવ થશે.

નેગેટિવઃ- પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. સ્વજનોથી દૂર જવાનો અવસર આવશે. નેગેટિવ વિચારોથી મન વિચલિત થશે. ધૈર્યશીલતામાં ખામી આવશે. પારિવારિક સભ્યો સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ- લવ લાઇફમાં કોઇ પ્રકારનો ભય રાખવો નહીં.
વ્યવસાયઃ- કોઇપણ કાર્યને ઉતાવળમાં કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે બેદરકારી કરવી નહીં.

X
daily astrology predictions of 7 December 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી