6 ડિસેમ્બરનું રાશિફળ / શુક્રવારે 12માંથી 5 રાશિના જાતકો ઉપર લક્ષ્મીજીની કૃપા રહેશે, ધનલાભના યોગ બનશે

daily astrology predictions of 6 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 06, 2019, 08:41 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 6 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- જૂની વસ્તુ પાછી મળવાથી આનંદ થશે. ભાઈ-બહેનો સાથે મેલજોલ વધશે. તમે બધા જ કાર્ય સ્વસ્થ રહીને કરશો. મનની મુંજવણ ઓછી થશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. માનસિક શાંતિ રહેશે.

નેગેટિવઃ- ગુસ્સો તથા આવેશ વધારે રહેશે. ધન અને યશની હાનિ થવાની સંભાવના છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થઇ શકે છે. આજે ગુસ્સા અને વાણી ઉપર સંયમ રાખો.

લવઃ- લગ્નનું પ્રપોઝલ મળી શકે છે.
વ્યવસાયઃ- નવા કાર્યની શરૂઆત માટે તૈયાર રહેવું.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ શારીરિક ઉત્સાહને એક નવી ઊંચાઈએ લઇ જશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સંગીત પ્રત્યે રસ વધશે. પરિશ્રમ વધારે કરવો પડશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. વિદેશ જવાનો યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. દાંપત્ય જીવન સારું રહેશે.

નેગેટિવઃ- વાદ-વિવાદમાં ભાગ લેવાથી બચો. સ્વાભિમાન ભંગ થાય નહીં તેનું ધ્યાન રાખો. આજે યાત્રા પ્રવાશ પર જઇ શકશો નહીં. સંતાન સાથે સંબંધોમાં સમસ્યા ઊભી થઇ શકે છે. આજે નેગેટિવ વિચારોથી દૂર રહો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- શેર-સટ્ટાનું પ્રલોભન હાનિ પહોંચી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રાખવાની કોશિશ કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મિત્રો પાસેથી લાભ થઇ શકે છે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થાન પર જઇ શકો છો. આર્થિક દ્રષ્ટિથી પણ લાભ થશે. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં વધારે જવાબદારી મળી શકે છે. અધિકારી તમારા કાર્યોથી સંતોષનો અનુભવ કરશે.

નેગેટિવઃ- પરિશ્રમ વધારે રહેશે. જીવનસાથી સાથે ક્લેશ થઇ શકે છે. ખર્ચા વધી શકે છે. માનસિક પરેશાનીઓ વધી શકે છે. સામાજિક ક્ષેત્રમાં ધ્યાન રાખવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્ય-વ્યવસાયમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શનિ સાથે યુતિ હોવાથી તમે અનેકવાર સ્વાસ્થ્ય પીડાથી પરેશાન રહેશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ધાર્મિક આયોજન કરી શકો છો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ઉન્નતિના અવસર મળી શકે છે. આજે ધૈર્યશીલતામાં વૃદ્ધિ થશે. પરિવારનો સહયોગ મળશે. આજે પિતા અને વડીલોના આશીર્વાદથી લાભ થશે. આકસ્મિક ધનલાભ થવાની પણ સંભાવના છે.

નેગેટિવઃ- જળાશયોથી બચીને રહેવું. માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સંવેદનશીલતાના કારણે અને ઘરેલૂ મામલાઓને લઇને માનસિક તણાવ રહેશે. આજે તમારે તમારી ભાવનાઓને વશમાં રાખવી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાઇ રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રને લઇને યાત્રા વધારે કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- હળવી કસરતની જરૂરિયાત છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મમાં રસ વધશે. માતા-પિતાનો સહયોગ મળશે. દૂર અથવા વિદેશ સ્થિત સંતાનના સંબંધમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે અથવા તેમને મળવાનો અવસર પ્રાપ્ત થશે. આજનો દિવસ મિત્રો અને સામાજિક કાર્યો પાછળ ભાગદોડમાં વિતશે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર કાબૂ રાખો. પ્રતિસ્પર્ધિઓથી સાવધાન રહેવું. માસનિક ચિંતાઓ પરેશાન કરી શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. ધન ખર્ચ થઇ શકે છે. સંતાન સાથે મતભેદ અથવા તેમની ચિંતાથી મન વ્યગ્ર રહેશે.

લવઃ- આજનો દિવસ પાર્ટનરની ખામી અનુભવ થશે.
વ્યવસાયઃ- આર્થિક લાભ થવાના અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- થોડી પરેશાનીઓથી પસાર થવું પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. બહાર ફરવા કે પિક્ચર જોવા જઇ શકો છો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. બાળકો સાથે સમય વિતશે. આજે પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાઇ રહેશે. આજે નવા કાર્યમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- મન અશાંત રહેશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થઇ શકે છે. નવા કાર્યની શરૂઆત આજે કરવી નહીં. ગુસ્સા ઉપર પણ આજે સંયમ રાખવો પડી શકે છે. ધનહાનિના યોગ છે. વિચારોમાં નેગેટિવિટી આવશે.

લવઃ- પાર્ટનર સાથે મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક લાભની દ્રષ્ટિએ સ્થિતિ સારી જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે શારીરિક ક્ષમતાઓને વધારે સારી કરી શકશો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે લોકોનો વિશ્વાસ તમારી ઉપર વધશે. આજે તમને કોઇ સારા સમાચાર મળી શકે છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. પ્રોપર્ટી સંબંધી લાભ મળી શકે છે. તમારી મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇપણ કાર્યને લઇને સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના છે. કોઇ પ્રકારની અકારણ સ્થિતિઓ ઉત્પન્ન થઇ શકે છે. તણાવથી બચવું. રોકાણ કરવાથી પણ બચવું જોઇએ.

લવઃ- પ્રેમ સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે.
વ્યવસાયઃ- અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે.
સ્વાસ્થ્યઃ- મનમાં થોડી અશાંતિની સ્થિતિથી પસાર થવું પડી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નવી નોકરી મળવાની સંભાવના છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. આજે સમય તમારી અનુકૂળ રહેશે. તમે તમારું નવું કામ શરૂ કરી શકો છો. આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- પરિવારમાં એકબીજા સાથે સામંજસ્ય ખરાબ રહેવાથી ઘરનું સંતુલન ખરાબ થઇ શકે છે. એકબીજ સાથે મનમુટાવ થવાની સંભાવના બની શકે છે. ઘરનું વાતાવરણ ખરાબ થઇ શકે છે.

લવઃ- આજે તમે તમારા જીવનસાથીને મળી શકો છે.
વ્યવસાયઃ- પરિવારમાં મુંજવણ વધવાથી થોડાં કામકાજના ક્ષેત્રોમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સંઘર્ષો અને ચિંતાની સ્થિતિ બની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરના સમારકામ ઉપર ધ્યાન આપો. આજે તમને અચાનક ધનલાભ મળી શકે છે. મિત્રો સાથે મુલાકાત થશે. પ્રોપર્ટીથી લાભ મળી શકે છે. આજે તમે નવા લોકોને મળી શકો છો. નવા સ્થાને ફરવા જવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- જવાબદારી પૂર્વક કાર્ય કરવામાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. સમય વિપરિત રહેવાથી કામકાજના ક્ષેત્રો ઉપર ખરાબ અસર પડી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં વિસ્તાર કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમને ધનલાભ મળી શકે છે. નવા અવસર મળશે. યાત્રાનો યોગ છે. આજે તમારું નામ યશ વધશે. રોકાણ કરવા માટે સમય અનુકૂલ છે. પાર્ટનરનો સહયોગ મળશે. આજે તમે કંઇક નવું કરી શકશો.

નેગેટિવઃ- કાર્યનો ભાર વધવાથી માનસિક પરેશાનીઓ વધી શકે છે. જો તમે રાજનીતિ સાથે જોડાયેલાં હશો તો તમારા વિરોધીઓ તણાવ ઉત્પન્ન કરી શકે છે. વધારે લાભની કામના કરવી નહીં.

લવઃ- જીવનમાં નવા સફરની શરૂઆત થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિએ સ્થિતિ ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- શનિ, રાહૂ અને ગુરૂના કારણે સ્વાસ્થ્યની સ્થિતિ મધ્યમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમને આર્થિક લાભ મળી શકે છે. સામાજિક કાર્ય કરી શકશો. જમીન સંબંધી કાર્ય સરળતાથી પૂર્ણ થઇ શકે છે. આજે તમે જરૂરી નિર્ણય લઇ શકશો. આજે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. પિતાનું સ્વાસ્થ્ય ઠીક રહેશે.

નેગેટિવઃ- પારિવારિક સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના છે. કોઇ પ્રકારની કોઇ યોજનાનો વિસ્તાર કરવો અથવા કોઇ ઠોસ નિર્ણય લેવો અથવા કોઇ પ્રકારનો સમજોતો કરવો તણાવ ઉત્પન્ન કરી શકે છે.

લવઃ- આજે સિંગલ લોકોના લગ્ન નક્કી થઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક ધનલાભની દ્રષ્ટિએ સ્થિતિઓ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ ન થવાથી શારીરિક અસ્વસ્થતા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આર્થિક લાભ મળવાના યોગ છે. વિરોધીઓને પરાજિત કરી શકશો. નવા કાર્યની શરૂઆત કરી શકશો. મિત્રો સાથે મુલાકાત લાભકારી સાબિત થશે. તમને લાભ મળશે. આજે ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- કોઇ સાથે મનમુટાવ અને તણાવના પ્રસંગ બની શકે છે. મન વ્યગ્ર રહેશે. પોતાની ઉપર સંયમ રાખો. આજે તમે સમજીવિચારીને બોલો. માન-સન્માન મળવામાં થોડો સમય લાગી શકે છે.

લવઃ- આજે તમે તમારા પાર્ટનરને તમારા હ્રદયની વાત કહી શકશો.
વ્યવસાયઃ- આજે સહયોગીઓ પાસેથી તમને સારો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- મીન રાશિના જાતકો અને જાતિકાઓનું સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

X
daily astrology predictions of 6 December 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી