3 ઓગસ્ટનું રાશિફળ / રક્ષાબંધનના દિવસનું ગ્રહ-ગોચર વૃષભ જાતકોના પક્ષમાં રહેશે, દિવસ ફાયદાકારક સાબિત થશે

daily astrology predictions of 3 August 2020, Ajai Bhambi
X
daily astrology predictions of 3 August 2020, Ajai Bhambi

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 12:30 AM IST

3 ઓગસ્ટ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે સંબંધીઓ અથવા પાડોસીઓ સાથે ગંભીર વિષય પર ચર્ચા થશે. તમારા દ્વારા રાખવામાં આવેલો મજબૂત પક્ષ તમારું માન-સન્માન વધારી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરે. આજકાલ બેદરકારીના કારણે અભ્યાસમાં વધારે ધ્યાન અપાઇ રહ્યું નથી.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. બધા કામ યોગ્ય રીતે બનતાં જશે. જેનાથી મનમાં સુકૂન રહેશે. આજે મેલજોલ વધારવાનો સમય છે. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. આ સમયે તમારા માન-સન્માન ઉપર કોઇ અસર થશે નહીં.

વ્યવસાયઃ- મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓ અને માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે.

લવઃ- સંતાનને કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાનનું વધારે ધ્યાન રાખવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજકાલ તમે રોજિંદા જીવનથી અલગ કોઇ નવી વાતો શીખવામાં સમય વ્યતીત કરી રહ્યા છો. આજે પણ આવી જ કોઇ ઉપલબ્ધિ હાસલ થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઇ અશુભ સમાચાર મળી શકે છે. જેના કારણે થોડા સમય માટે નેગેટિવ વિચાર ઉત્પન્ન થશે. તમે તમારી ઊર્જા એકત્રિત કરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં જોડાઇ જાવ.

વ્યવસાયઃ- આ સમયે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

લવઃ- તમે તમારા પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરશો.

સ્વાસ્થ્યઃ- કામ અને થાક વધારે રહેવાથી માથાનો દુખાવો થશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ અને અધ્યાત્મ પ્રત્યે રસ રહેશે. ખર્ચ વધારે રહેશે. સંતાન તરફથી કોઇપણ શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ સમયે તમારા આવકના સાધનો વધશે.

નેગેટિવઃ- પર્સનલ લાઇફ સાથે સંબંધિત કોઇપણ પ્રકારનું રિસ્ક લેતાં પહેલાં ધ્યાન રાખો. આ સમયે તમારો નેગેટિવ પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઇ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની સ્થિતિ બનશે.

લવઃ- આર્થિક સમસ્યાઓને લઇને જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી ગુપ્ત પ્રતિભાને ઓળખ મળશે. જેનાથી તમારી અંદર ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગૃત થશે. વ્યસ્ત દિનચર્યામાં તમારા મિત્રો અને પરિવાર માટે પણ સમય કાઢો.

નેગેટિવઃ- તમારી વધારે ઉતાવળ અને ભાવુકતાના કારણે દગો મળી શકે છે. કોઇ લક્ષ્ય પણ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકો માટે ઓફિસનું વાતાવરણ અનુકૂળ રહેશે.

લવઃ- ઘરમાં થોડાં સભ્યોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય ગ્રહ ગોચર અને ભાગ્ય તમારા પક્ષમાં છે. તેનું ભરપૂર સન્માન કરો. વિશિષ્ય વ્યક્તિઓનો સહયોગ તમારા માટે લાભદાયક પરિસ્થિતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- કોઇપણ મેલજોલ અથવા મીટિંગ સંબંધિત કાર્યમાં વાતચીત કરતાં પહેલાં રૂપરેખા અવશ્ય બનાવવી.

વ્યવસાયઃ- તમારે તમારા અસ્થિર મૂડને કાબૂમાં રાખવાની જરૂર છે.

લવઃ- તમારી કલાત્મકતા તમારા પ્રોફેશનલ જીવન માટે સારી સાબિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમે આ સમયે ઊર્જાવાન રહેશો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી રચનાત્મક ઊર્જા આ સમયે ઉચ્ચ સ્તર પર રહેશો. હાલ તમે ભાવુક અનુભવ કરી રહ્યા છો. તમે એકલામાં સમય વિતાવવાનું પસંદ કરશો.

નેગેટિવઃ- પરેશાનીઓમાં થોડાં લોકો નિરાશ થઇ જાય છે. જ્યારે થોડાં લોકો આગળ વધીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. સલાહકાર અને શિક્ષક સાથે યાત્રા કરો.

વ્યવસાયઃ- સેલ્સ માટે દિવસ સારો છે.

લવઃ- તમારું આકર્ષણ કોઇ રસપ્રદ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડાયટને લઇને સંવેદનશીલ રહેશો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમય તમે પ્રેમ અને મિત્રતાને વધારવા માંગશો અને તમારા કામમાં સહયોગની અપેક્ષા કરશો. તમે લાંબા નિર્ણય લેવાના મૂડમાં છો. તમારી શક્તિ અને દૃઢ સંકલ્પ-પ્રોફેશનલ અને વ્યક્તિગત રૂપથી તમારી સંપત્તિ છે.

નેગેટિવઃ- યાત્રામાં પરેશાનીની સંભાવના છે. તમારા સાર્વજનિક સંબંધ કૌશલના કારણોથી લક્ષ્ય જલ્દી પૂર્ણ થશે.

વ્યવસાયઃ- આ સમય તમારા માટે શુભ રહેશે.

લવઃ- પરેશાનીઓના કારણે હાલ તમારી લવ લાઇફ તમને અશાંત અનુભવ કરાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- જિમ કે યોગ કરી શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમય તમે અદૃશ્યને જોઇ શકો છો. સ્પર્શ ન કરી શકવાની વસ્તુને અનુભવી શકો છો અને અસંભવને પણ મેળવી શકો છો. હાલ તમારા માટે નવી દિશામાં નેટવર્કિંગ કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારે અન્ય લોકોની સમસ્યા વિશે ચર્ચાઓ અથવા મતભેદની સ્થિતિઓમાં પડવું નહીં. આ સમયે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- આજે તમે આસપાસના લોકોના વાતાવરણને જીવંત બનાવી દેશો.

લવઃ- કોઇ ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો.

સ્વાસ્થ્યઃ- ફિટ રહેવું તમારા માટે પહેલી પ્રાથમિકતા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે જૂના મિત્રોને મળી શકો છો અને કોઇ ખાસ સંબંધ બનાવી શકો છો. આ સમયે તમારા લગ્નના યોગ સર્જાઇ રહ્યા છે.

નેગેટિવઃ- આ સમયે તમે કોઇની દગાબાજીનો શિકાર બનો નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. પાપ અથવા ગંદકી તમારાથી સહન થશે નહીં.

વ્યવસાયઃ- તમે વર્તમાનમાં વૈભવમાં રહેવા ઇચ્છો છો.

લવઃ- એક રોમેન્ટિક સમયગાળો જેની તમે રાહ જોઇ રહ્યા હતાં તે હવે શરૂ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- શક્તિ, યશ, ગરિમા અને ઓળખ બધું જ તમારા પક્ષમાં છે. આ સમય તમારે તમારું સંપૂર્ણ ધ્યાન વેપારની ઉન્નતિમાં વિતશે. આ સમયે તમે તમારા અનુભવોનો પૂર્ણ પ્રયોગ કરશો.

નેગેટિવઃ- આ સમયગાળામાં તમે કાર્યના પ્રેશરનો સામનો કરશો. પોતાના કૌશલને ઓળખો અને તમારા સંસાધનો ઉપર વિશ્વાસ કરો.

વ્યવસાયઃ- આ સમયે તમે તમારા વિચારોના મૂલ્યને સાબિત કરી શકો છો.

લવઃ- આ સમયે નવા સંબંધ બને તેવા યોગ છે.

સ્વાસ્થ્યઃ- તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- મોટો ભાઈ તમને નવા સામાજિક દૃશ્યોથી કનેક્ટ કરશે. જ્યાં નેટવર્કિંગની અલગ સંભાવના છે. અનેક દિવસો સુધી બ્રેક લીધા વિના કામ કર્યા બાદ હવે પરિણામનો સમય છે.

નેગેટિવઃ- ભાવનાત્મક રૂપથી તમે નબળાઇ અનુભવ કરી શકો છો. ધનના નુકસાનથી ચિંતિત ન રહો. આ સમયે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો.

વ્યવસાયઃ- વિત્તીય અને પાર્ટનરશિપના મુશ્કેલ મામલા તમારા દિવસને સારો બનાવશે.

લવઃ- તમે આ સમયે અન્ય લોકો તરફ આકર્ષિત થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- તણાવથી મુક્ત રહો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી