તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સોમવારે વૃષભ રાશિના જાતકોને ધંધામાં આર્થિક લાભ થશે, કર્ક રાશિના લોકોને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 2 માર્ચ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ- 

પોઝિટિવઃ-સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે. વિદ્યાર્થી વર્ગને સારું પરિણામ મળી શકે છે. આજના દિવસે તમે નવા કપડા અને જ્વેલરીની ખરીદારી કરી શકો છો. મુસાફરી કરવાનું તમારા માટે સાર્થક સાબિત થઈ શકે છે. આજે તમે જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધી શકો છો. 

નેગેટિવઃ- જીવનમાં સંધર્ષ વધી જશે અને દરેક કાર્યને પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડશે. પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કાર્યક્ષેત્ર બદલાઈ શકે છે અથવા ટ્રાન્સફર પણ થઈ શકે છે. ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. 

લવઃ-જો તમે પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. પરણિત લોકો માટે આ સમય સારો રહેશે. તમે તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરી શકશો. 
વ્યવસાયઃ-આ દરમિયાન કાર્યક્ષેત્ર પર સફળતા પ્રાપ્ત થશે. સરકારી નોકરી કરનાર લોકોને આ સમય દરમિયાન લાભ થઈ શકે છે. આત્મ સન્માનમાં વૃદ્ધિ થશે અને પ્રશંસા થઈ શકે છે. 
સ્વાસ્થ્યઃ- હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું. 

-------------------
વૃષભઃ- 

પોઝિટિવઃ-સામાજિક ક્ષેત્રમાં કંઈક નવું કરી શકશો અને તેનાથી તમારું માન-સન્માન વધશે. પ્રતિષ્ઠા વધશે, તેમજ સન્માન અને પુરસ્કાર મળી શકે થે. જીવન-સંપત્તિના કિસ્સમાં સફળતા મળશે અને તેના સંબંધિત કેટલાક નવા કાર્ય પણ થઈ શકે છે. પેતૃક સંપત્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. 

નેગેટિવઃ-સ્વભાવમાં ઘંમડ વધવાથી નુકસાન પણ થઈ શકે છે. તો બીજી તરફ ઘરેલૂ જીવનમાં પણ લડાઈ-ઝઘડા થઈ શકે છે. કાર્યમાં વ્યસ્ત રહેવાથી પરિવારને સમય નહીં આપી શકો. તેના કારણે ઘરમાં વિવાદ થશે. તે ઉપરાંત લગ્નજીવનમાં પણ વિવાદ થઈ શકે છે. 

લવઃ- તમારા અને તમારા પાર્ટનર વચ્ચે પ્રેમ વધશે. એકબીજા સાથે નાના નાના ઝઘડા થઈ શકે છે. એવામાં તમારી જાતને શાંત રાખીને ઝઘડાને દૂર રાખવાનો પ્રયાસ કરવો. તેનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે. 
વ્યવસાયઃ-બિઝનેસ સાથે જોડાયેલ લોકો માટે આ સમય લાભકારી રહેશે. વેપારી ક્ષેત્રમાં નવી ટેક્નિક અને આવક પ્રાપ્ત કરી શકો છો. ઘન લાભના અનેક યોગ બનશે. 
સ્વાસ્થ્યઃ-તમારા શરીર અને સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. 

------------------
મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું પરાક્રમ વધશે. મન ઉત્સાહિત રહેશે. મુસાફરી લાભકારી નીવડી શકે છે. પરિવારની સાથે યાત્રાનો યોગ બની રહ્યો છે. પિતા અને રાજ્ય અધિકારીઓનો સહયોગ મળશે. તમારી કરિયરમાં ફેરફાર થઈ શકે છે. આ યોજનાથી વિદેશ જવાનું થઈ શકે છે. 

નેગેટિવઃ- નવું કાર્ય કરવા માટે આ સમય સારો નથી. આ દરમિયાન તમારા કાર્યમાં અનેક અડચણો આવી શકે છે. પરંતુ ધીરજથી કામ કરવું. આ સમય દરમિયાન ગુસ્સો અને ઘંમડ વધી શકે છે. પરણિત લોકોની વચ્ચે ઝઘડા થઈ શકે છે. 

લવઃ- વિવાહિત લોકો માટે આ સમય પ્રતિકૂળ સાબિત થશે કેમ કે, તમારું સ્વાસ્થ્ય ખરાબ થવાથી તમારો સ્વભાવ ચીડિયો થઈ જશે જેના કારણે તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. 
વ્યવસાયઃ- કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. વિદેશ જવાની તક મળશે. પૈસાનો વધારે ખર્ચ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. 
સ્વાસ્થ્યઃ-માથામાં દુખાવાની સમસ્યા રહેશે. 
---------------

કર્કઃ-

પોઝિટિવઃ- સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પરિવારની સાથે ફરવા જવાનું થઈ શકે છે. મિત્રની સાથે ફરવાનું અથવા મનોરંજન જેવા કાર્ય માટે યોજના બની શકે છે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. 

નેગેટિવઃ- આ સમય દરમિયાન તમારો સ્વભાવ કઠોર થઈ શકે છે જેના કારણે પરિવારમાં વિવાદ થઈ શકે છે. ખોટા વિચારો ધરાવતા લોકો સાથે સામનો થઈ શકે છે. આવક વૃદ્ધિને લઈને અનેક સમસ્યા આવી શકે છે પરંતુ તેનો સામનો કરીને સારા પૈસા કમાઈ શકશો. 

લવઃ- પ્રેમમાં પડેલ લોકો માટે આ સમય પ્રતિકૂળ રહેશે કેમ કે, કાર્યક્ષેત્ર સંબંધિત કોઈ યાત્રા પર જવાથી અથવા વધારે કામના તણાવના કારણે તમારા પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. 
વ્યવસાયઃ- નોકરી બદલવાનો પ્લાન બનાવી શકો છો. આ દરમિયાન તમને આર્થિક લાભ થશે. ઉચ્ચ અધિકારી અને પ્રખ્યાત લોકો સાથે મળવાની તક મળશે. 
સ્વાસ્થ્યઃ- પેટ અને કફની સમસ્યાથી હેરાન થઈ શકો છો. 
------------------

સિંહઃ-

પોઝિટિવઃ- નોકરીના ક્ષેત્રમાં અધિકારી વર્ગના લોકોના કાર્યની પ્રશંસા કરી શકો છો. તમે ગાઢ અને રહસ્યમય વિદ્યા શીખવામાં વિશેષ રસ લઈ શકો છો. આધ્યાતમિક સિદ્ધિ પ્રાપ્ત થવાનો યોગ છે. લોકોના અટવાયેલા કાર્યો ઝડપથી થઈ જશે. જીવનશૈલીમાં સુધારો થઈ શકે છે. 

નેગેટિવઃ-નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય નથી. ચોરી વગેરેનો ભય રહેશે. સ્વભાવથી ઘંમડી થઈ શકો છો. સાહસમાં અભાવ આવી શકે છે પરંતુ તમે તમારા સંકલ્પ પ્રત્યે અડગ રહેશો. આ સંકલ્પ તમને તમારા વિરોધીઓથી આગળ લઈ જશે. 

લવઃ-પ્રેમીપંખીડાઓના વિવાદનો ફાયદો અન્ય ત્રીજી વ્યક્તિ ન લઈ જાય તેનું ધ્યાન રાખવું નહીં તો સંબંધમાં કડવાસ આવી શકે છે જેના કારણે તમારો પાર્ટનર તમારાથી દૂર થઈ શકે છે. 
વ્યવસાયઃ- આ સમય દરમિયાન તમારા દ્વારા કરવામા આવેલ પ્રયાસ સફળ રહેશે અને લાભ પ્રાપ્ત થશે. વિરોધીઓને હરાવીને તમે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકશો. કરિયરને લઈને આ દરમિયાન દેવાથી મુક્તિ મળશે સાથે નોકરી બદલવાનો પ્લાન બનાવી શકો છો. 
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રીતે આરામની અનુભૂતિ કરી શકશો. 
---------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પારિવારિક સુખમાં વૃદ્ધિ થશે. જીવનસાથીનો સહયોગ મળશે અને જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને હલ કરવાની તક મળશે. બુદ્ધિના જોર પર સમસ્યાઓ નિયંત્રિત કરવામાં અમુક હદ સુધી સફળતા મળશે. ઘરમાં સુખ શાંતિનું વાતવરણ રહેશે. 

નેગેટિવઃ- ઘનની કમી મહેસૂસ થશે. પૈસાનું આગમન અને વ્યય ઝડપથી થશે. આર્થિક સ્થિતિ અનિયંત્રિત રહેશે. કાર્યમાં અડચણ આવી શકે છે પરંતુ ધીરજથી અને શાંતિથી પોતાના કર્તવ્યનું પાલન કરવું. બાળકોને પણ આ સમય દરમિયાન સમસ્યા ઉઠાવી પડી શકે છે. 

લવઃ- આ સમય તમારા જીવનસાથીને તમારી મદદથી લાભ થઈ શકે છે જેનાથી તેમને સારું લાગશે અને સાથે તમારા પ્રત્યે પ્રેમ વધશે. આ સમય તમે તેમને કોઈ સારી ગીફ્ટ આપી શકો છો. 
વ્યવસાયઃ- ખાસ કરીને ધન સંબંધી બાબતો માટે આ સમય તમારા માટે લાભકારી છે. લાંબા સમય સુધી અટવાયેલા કાર્યો પૂરા થશે. ઉપરાંત કરિયરમાં પ્રગતિ માટે નવી તક પ્રાપ્ત થશે જેનાથી આગળ જતા લાભ મળશે. 
સ્વાસ્થ્યઃ- ઘટના, દુર્ઘટનાનો યોગ છે, ગણેશજી કહે છે કે, બાળકોએ વાહનોથી સંભાળીને ચાલવું. 
-----------
તુલાઃ-
પોઝિટિવઃ- અમુક નિર્ણય યોગ્ય હોવાથી આવનાર સમયમાં તમને લાભ થશે. આમ તો આ સમય તમારા દુશ્મનો માટે સારો નથી. ભાઈ-બહેનની સાથે સારો સમય પસાર કરી શકો છો અને તેમના દ્વારા લાભ પણ મળશે. પ્રતિસ્પર્ધિઓની ચાલ નિષ્ફળ રહેશે. 

નેગેટિવઃ- આજે તમારી જાતને તમે ઈચ્છાઓ અને જવાબદારીઓની વચ્ચે ફસાઈ ગયેલી માનશો. એક તરફ તમે સામાજિક પ્રસંગમાં આગળ પડીને લાભ લેવા ઈચ્છો છો તો બીજી તરફ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તમે તમારા કામમાં પૂરતો સમય આપો. 

લવઃ-પ્રેમીપંખીડાઓ માટે ચંદ્ર દેવનો સમય શુભ સાબિત થઈ શકે છે, કેમ કે, આ સમય તમે અને તમારો પાર્ટનર પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરશો. 
વ્યવસાયઃ- સાહસ અને વિચારથી તમે બીજા લોકોથી આગળ નીકળી શકો છો. તમારી તીવ્ર બુદ્ધિ અને વાકચાતુર્યથી તમે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. 
સ્વાસ્થ્યઃ-શરદી અને તાવ સંબંધી સમસ્યા વધી શકે છે, તેથી સાવધાની રાખવી. 
-------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમને ધાર્મિક તીર્થ સ્થાનોએ ફરવાની અને દર્શન કરવાની ઈચ્છા થઈ શકે છે. સંબંધીઓની સાથે મુલાકાત થવાથી સમય આનંદમાં પસાર થશે. પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત સફળ રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. મિત્રો અને સગાસંબંધીઓ તરફથી ઉપહાર મળી શકે છે. 

નેગેટિવઃ- વાદ-વિવાદ ઝઘડાથી દૂર રહેવું. આજે તમારે તમારા અને મિત્રો વચ્ચેના સંબંધો તરફ ધ્યાન આપવું જરૂરી છે. કેમ કે તમારા લોકોની વચ્ચે ઈર્ષાભાવ વધી રહી છે જે આગળ જઈને તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિત્રોની સાથે વાત કરીને તે વાત જાણવાનો પ્રયાસ કરવો. 

લવઃ- આ દરમિયાન તમે બંને ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ યાત્રા દરમિયાન તમને પ્રિયતમને સમજવાની તક મળશે જેથી તમારો સંબંધ વધારે મજબૂત બનશે. 
વ્યવસાયઃ- હાથમાં લીધેલ કાર્ય સમય પર પુરુ ન થતા હતાશાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળવામા થોડો સમય લાગશે. ઓફિસમાં અથવા વ્યવસાયમાં વધારે કાર્યના કારણે થાકનો અનુભવ થશે. 
સ્વાસ્થ્યઃ-જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે તણાવથી દૂર રહેવું.
---------------------------

ધનઃ-

પોઝિટિવઃ-કોઈ વિપરિત પરિસ્થિતિમાં તમારા પિતાનો સહયોગ મળશે. પોતાનાથી ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે, જેનાથી તમે સમસ્યામાથી નીકળવામા મદદ મળશે. બહારના સંબંધથી લાભ થશે. તમે તમારી ખુશીને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરી શકો છો. 

નેગેટિવઃ- આજે પૈસાની લેવડ-દેવડથી બચવું. જરૂરી છે તમે તમારા ગુસ્સાને કાબુમાં રાખો. જો કોઈ ત્રીજી વ્યક્તિ તમારા અને તમારા મિત્રની વચ્ચે તકરાર કરવાનો પ્રયાસ કરી રહી છે તો તેનાથી દૂર રહેવું. આજે તમે તમારા જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે કોઈ સલાહકારને શોધશો. 

લવઃ-પરણિત યુગલો માટે આ સમય અનુકુળ રહેશે. આ સમય તમારા દામ્પત્ય જીવનમાં ખુશી આવશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. આ દરમિયાન ઘરેલુ કાર્યમાં પણ તમને તમારા પાર્ટનરનો સહયોગ મળશે. 
વ્યવસાયઃ-તમારો સકારાત્મક વ્યવહાર તમારા કાર્યમાં દેખાશે, તેનાથી તમારા સહકર્મી પણ પ્રભાવિત થશે. તમારે આ સમયનો ફાયદો ઉઠાવવો અને તમારા અધૂરા કાર્યોને પૂરા કરવા. 
સ્વાસ્થ્યઃ- મન અશાંત રહેશે અને બેચેની રહેશે. 

------------
મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારા કામ અને કળાની પ્રશંસા થઈ શકે થે અને તેના કારણે તમને અચાનક લાભ મળી શકે છે. આજે તમે માનસિક રીતે પોતાની જાતને મજબૂત અનુભવી શકો છો. ઘરના કોઈ સભ્યથી કોઈ સારા સમાચાર મળી શકે છે. 

નેગેટિવઃ- આજે તમારે તમારી જવાબદારી પર ધ્યાન આપવું જોઈએ. જો તમે આ સમય કદાચ પાર્ટી કરવા માગતા હશો પરંતુ આ સમયે તમારા પરિવારની સાથે સમય પસાર કરવો જોઈએ અને તેમની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ. 

લવઃ- પ્રેમીપંખીડા માટે આ સમય સારો રહેશે કેમ કે, આ સમય તમે તમારા પ્રેમી સાથે લગ્ન સંબંધમાં બંધાવવાનો નિર્ણય લઈ શકો છો અને તમારા પરિવારના લોકો તમારી વાત માની જશે તેની શક્યતા છે. 
વ્યવસાયઃ- કાર્ય વિસ્તારની નવી યોજના બની શકે છે, સારી આવક થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણથી લાભ થશે. ભવિષ્યને લઈને કોઈ યોજના બનાવી શકો છો. 
સ્વાસ્થ્યઃ- આ સમયગાળા દરમિયાન મનને એકાગ્ર કરવું અને ધ્યાન કરવું. તેનાથી તમારા મનમાં ઉત્સાહનો સંચાર થશે. 
-----------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર આ સમય દરમિયાન જોવા મળી શકે છે અમુક હદ સુધી સકારાત્મક હશે. આજે તમને તમારા ઘર સાથે જોડાયેલ રોકાણથી ફાયદો થઈ શકે છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગ માટે આજનો દિવસ સારો રહેશે. 

નેગેટિવઃ- જીવનસાથી સાથે વાદ-વિવાદની સંભાવના છે. ઉત્સાહિત થઈને કોઈ નિર્ણય લઈ શકો છો. ઘણી વખત તમે તમારા જીવનસાથીને લઈને મોટા મોટા સપના જોવો છો તે આગળ જઈને પૂરા નથી થઈ શકતા. 
લવઃ- તમારા સંબંધમાં વિશ્વાસ વધશે. વિવાહ લોકો માટે આ સમય અનુકુળ રહેશે. આ સમય દરમિયાન દામ્પ્તય જીવન સાથે જોડાયેલ સારા સમચાર મળી શકે છે. 
વ્યવસાયઃ- આજે ઘણી નવી જવાબદારી તમારા માટે ખુશીઓ લઈને આવશે. પોતાની આ ઓળખ અને સન્માનનો આંનદ ઉઠાવવો પરંતુ ધ્યાન રાખવું કે તમારી છાપ ખરાબ ન થાય. 
સ્વાસ્થ્યઃ- મોસમી બીમારીથી તમને સમસ્યા થઈ શકે છે પરંતુ તે જલ્દી દૂર થઈ જશે. 
--------

મીનઃ-

પોઝિટિવઃ- મિત્રોની સાથે સાંજનો સમય પસાર કરવામા અને ખરીદી કરવામાં મજા આવશે. આજે તમે જે સામાજિક કાર્યક્રમમાં જશો, ત્યાં તમે લોકોના ધ્યાનનું કેન્દ્ર બની શકો છો. કામકાજની બાબતમાં આજે તમારો સમય અનુકુળ રહેશે. 

નેગેટિવઃ- સરકાર સંબંધિત કામ કરાવવા માટે તમારે થોડી ધીરજ રાખીને કામ કઢાવવું પડશે. જો તમારું જરૂરી કામ અટકી ગયું છે તો કોઈ પણ શરમ રાખ્યા વગર અધિકારી સાથે વાત કરો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વડીલની સલાહ લેવી. 

લવઃ- પ્રેમમાં પડેલ જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવવાળો રહેશે કેમ કે, તમે જાણતા અજાણતા તમારી કોઈ આદતથી તમારી પ્રિયતમને નારાજ કરી શકો છો અને તેના કારણે તમારા બંનેની વચ્ચે વિવાદ થઈ શકે છે. 
વ્યવસાયઃ- આજે ખર્ચો વધી શકે છે, પરંતુ સાથે આવક પણ વધશે. ઓફિસમાં અચાનક તમારી ઉર્જાનું સ્તર નીચે જઈ શકે છે. 
સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્ય સારું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો