14 ઓગસ્ટનું રાશિફળ / કર્ક રાશિના જાતકોએ આર્થિક સમૃદ્ધિ માટે થોડું જોખમ ઉઠાવવું પડશે, સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થશે

daily astrology predictions of 14th August 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Aug 14, 2019, 08:29 AM IST

ધર્મ ડેસ્ક. 14 ઓગસ્ટ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશિ

પોઝિટિવઃ આજે તમે તમારી જાતને એવું કામ કરવા માટે પ્રોત્સાહિત કરશો જે અન્ય લોકો માટે અશક્ય લાગે છે. કોઈ પણ નકારાત્મક લાગણીઓને આજે તમારા પર હાવી થવા દેશો નહીં.

નેગેટિવઃ કદાચ આજે તમને લાગશે કે કોઈ તમારા પ્રત્યે ખોટી ભ્રમણાઓ બાંધી રહ્યું છે. યાદ રહે, આપણે હંમેશાં દરેકને ખુશ રાખી શકતા નથી. જો કેટલાક લોકો તમારા લાખ પ્રયત્નો પછી પણ જો તમને સમજવામાં અસમર્થ હોય તો તેમને સમજાવવાનો પ્રયાસ કરવાનું માંડી વાળો.

લકી કલર: પીળો
લકી નંબર: 2

લવઃ આજે તમે આકર્ષણનું કેન્દ્ર બનીને રહેશો. તમારી મસ્ત અદા કોઈને ખૂબ ગમશે. જો તમે મિત્રો સાથે પાર્ટીમાં સામેલ થશો તો છવાય જશો.

કરિયરઃ સમય બદલાઈ રહ્યો છે, તમારા કરિયરની નીતિ પણ બદલો. રાતોરાત ધનાઢ્ય થવાનો વિચાર ન કરો. કમાવવાની કેટલીક નવી રીતો શોધો. આજે ખાસ સાવચેત રહેવાની જરૂર જણાય.

હેલ્થઃ આજે તમારા ભોજન પર ઘણું ધ્યાન આપશો. તમારે કાળજી લેવી પડશે. તમે જે પણ ખોરાક પસંદ કરો છો તેનાથી તમારા સ્વાસ્થ્યમાં ફરક પડશે કે કેમ તે પણ જોવું જોઈએ. તમે જે ખાશો તે તમને તાકાત આપશે.

---------

વૃષભ રાશિ

પોઝિટિવઃ તમે તમારી આવક વધારવાનો વિચાર કરી રહ્યા હતા. આજે તમને ક્યાંકથી આર્થિક લાભ મળવાના સમાચાર મળશે. સમય વધુ લાગ્યો પરંતુ છેવટે તમને ધૈર્યનું મીઠું ફળ મળી ગયું! સમજદારીથી રોકાણ કરો.

નેગેટિવઃ આજે તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે તમારા જીવનમાં નકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે ઘણા સકારાત્મક વ્યક્તિ છો, પરંતુ તમને ખ્યાલ નથી હોતો કે નકારાત્મકતા તમારા પર કેવી રીતે હાવી થાય છે.

લકી કલર: લીલો
લકી નંબર: 1

લવઃ આજે તમે કામના સંબંધે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો. એક નવો માણસ તમારા કામ માટે મળી શકે છે. તમારા કામથી દૂર થવાની બિલકુલ જરૂર નથી, પરંતુ તમને તેમાં ચોક્કસપણે મુશ્કેલીનો અનુભવ થશે.

કરિયરઃ આજે તમારો ખર્ચ અને આવક યોગ્ય રીતે લેખા-જોખા કરવાનો દિવસ છે. તે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.

હેલ્થઃ આજે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર છે. આજે તમે તમારી ખાવાની ટેવ સુધારી શકો છો. ચીકાશ વાળું ખાવાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

----------

મિથુન રાશિ

પોઝિટિવઃ ઘણી લાંબી પ્રતીક્ષા પછી તમને જે લાભ મળ્યો છે તે સરળતાથી ખર્ચાય ન જાય તે વાતનું ધ્યાન રાખો. બધી જ શક્યતાઓને ધ્યાનમાં લઈને તમારા ધ્યેય તરફ આગળ વધો. તમારા મિત્રો તમારા નિશ્ચયથી ખૂબ પ્રભાવિત થશે.

નેગેટિવઃ આજે તમારી ચપળતા અને ચતુરાઈને ઓળખવાનો દિવસ છે. કેટલાંક લોકો તેમની સીમા ઓળંગીને તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરી શકે છે. તમારે શાંત રહિને તેમને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. શાંતિથી આવા લોકો સુધી તમારો સંદેશ પહોંચવા દો.

લકી કલર: વાદળી
લકી નંબર: 8

લવઃ કોઈ નવો મિત્ર તમારા પ્રત્યે સ્નેહ પ્રગટ કરશે. પરેશાન થયા વિના તેને આવકારો. આ સંબંધોનું ભાવિ પણ સારું હશે.

કરિયરઃ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે પોતાની જાતને આર્થિક રીતે ખૂબ સુખી હોવાનું માનશો.

હેલ્થઃ આજે તમારા ભોજન ઉપર ખાસ ધ્યાન રાખવું. આ સમય એવો છે જેમાં ખાવા પીવાની આદતથી લઈને પાચન ક્રિયા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે શરીરને યોગ્ય ખોરાક આપવો જરૂરી છે.

------------

કર્ક રાશિ

પોઝિટિવઃ કેટલાક એવા પગલા ભરો જેનાથી તમને આર્થિક લાભ થાય. તમે સજદાર અને સક્ષમ પણ છો તેનો લાભ ઉઠાવો. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે પ્રયત્ન કરી શકો છો. હવે તમારી આવકના સ્રોત સારી રીતે સેટ કરી શકશો.

નેગેટિવઃ આજે થોડી હિંમત દાખવીને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે થોડું જોખમ ઊઠાવો. ક્યારેક ક્યારેક પોતાની જાતને પણ શાંત રાખવાની જરૂર જણાય. તમારી સકારાત્મકતા ખતમ ન થાય તે માટે પ્રયત્નશીલ રહો.

લકી કલર: કેસરી
લકી નંબર: 5

લવઃ આઝે તમને કોઈ અનઅપેક્ષિત વ્યક્તિ સાથે ડેટિંગ કરવાની તક મળશે, જે કમને આશ્ચર્યમાં મૂકી શકે છે. તેની સાથે જાઓ અને આનંદ ઉઠાવો.

કરિયરઃ જો તમે તમારા હિસાબના ચોપડાને સુધારી લીધો છે, તો પછી સમજો કે તે આજે તમારું સૌથી મોટું ફાયદાકારક કામ છે. આ રીતે તમે તમારી આવક વધારવાની સારી રીત વિશે પણ વિચારી શકો છો.

હેલ્થઃ તમારે તમારા શરીરની શારીરિક અને માનસિક જરૂરિયાતોને સમાનરૂપે પૂરી કરવી જોઈએ. યોગ્ય અને પૌષ્ટિક આહાર આપીને તમે શારીરિક જરૂરિયાતો પૂરી કરી શકો છો. મનમાં ઊંચા વિચારો રાખશો તો માનસિક જરૂરિયાતો પણ પૂરી થશે.

-------------

સિંહ રાશિ

પોઝિટિવઃ તમારા વરિષ્ઠ સાથીઓ પણ તમારી મહેનતથી પ્રભાવિત થઈ શકે છે. તમારા ગ્રાહકો પણ તમારી મહેનત જોઈ રહ્યા છે. આ રીતે તમે તમારી મહેનતનું ફળ ચારે બાજુથી જોશો. તમારી સફળતા પર ગર્વ અનુભવો.

નેગેટિવઃ આજે કદાચ તમારે તમારી કળાનો પ્રયોગ કરીને આજુબાજુના લોકો વચ્ચે ચાલી રહેલ તણાવને દૂર કરવાની ફરજ પડશે. તમારી કમ્યુનિકેશન આર્ટનો ઉપયોગ કરવો પડશે. તમે તે ઝઘડાનો ભાગ નહીં બની શકો, પરંતુ સમાધાન માટે તમે વચ્ચેનો માર્ગ અપનાવી શકો છો.

લકી કલર: આસમાની
લકી નંબર: 6

લવઃ એકલા રહેતા લોકો આજે બીજા લોકોના સંપર્કમાં આવવા માટે નવી રીત અપનાવશે. તમે ઓનલાઈન મિત્રો શોધવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. તે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે, પરંતુ તમારી વિગતો આપતા પહેલાં થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે. તમારો પરિચય અને કોન્ટેક્ટ નંબર આપતા પહેલા થોડુ વિચારી લેવુ.

કરિયરઃ તમે વેપારમાં નિષ્ણાત છો, તમે ગ્રાહકોને આકર્ષિત કરી શકો છો. આજે તમને બિઝનેસમાં ફાયદો થવાનો અંદાજ છે. તમે તમારા બોસ પાસેથી થોડું બોનસ પણ મેળવી શકો છો.

હેલ્થઃ આજે તમને નવી વસ્તુની શોધ કરવામાં આનંદ થશે. આજે તમે એવું કંઇક બનાવશો જે તમે પહેલાં ક્યારેય નહોતું બનાવ્યું. આજે તમે ખૂબ ઉત્સાહથી ખોરાક પણ ખાઈ શકશો.

--------------

કન્યા રાશિ

પોઝિટિવઃ આજે તમે સર્જનાત્મકતાથી ભરપૂર રહેશો. તમે તેનો ઉપયોગ આજકાલ કરી શકો છો. તમે લાંબા સમયથી કંઈક વ્યક્ત કરવા માગો છો પરંતુ તે કરવામાં અસમર્થ છો. આજના દિવસનો ઉપયોગ કરીને તમે તમારી રચનાત્મકતા વ્યક્ત કરી શકો છો.

નેગેટિવઃ થોડા આરામથી બેસો અને યોગ્ય રીતે વિચાર કરો. તમારા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે કઈ આર્થિક કંપની સાથે વ્યવહાર કરવો શ્રેષ્ઠ રહેશે તે અંગે પણ વિચાર કરો.

લકી કલર: લાલ
લકી નંબર: 3

લવઃ છેલ્લા કેટલાક દિવસથી તમારું જીવન નવા પાર્ટનર અને ગુપ્ત પ્રેમ બાબતોથી ભરેલું રહ્યું છે. આ સ્થિતિ આજે પણ ચાલુ જ રહેશે.

કરિયરઃ તમારા બેન્કરો, વીમા કંપની અને તમને સંબંધિત અન્ય વિવિધ સંસ્થાઓ સાથે વ્યવહાર કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આ બધા દિવસો કરવાનું સારું રહેશે.

હેલ્થઃ આજે તમને સ્વાદિષ્ટ અને સ્વચ્છ ખોરાક આરોગવાનો ગમશે. આજે ખૂબ આનંદ કરશો, કારણ કે આવા દિવસોમાં વારંવાર નથી આવતા. આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો. પરંતુ તેની સાથે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે આટલી કેલરી લઈ રહ્યા છો.

---------------

તુલા રાશિ

પોઝિટિવઃ આજે તમારા ઘરે શાંતિ ભર્યો માહોલ રહેશે. તમે તમારા પારિવારિક જીવનને સુધારવામાં ખૂબ યોગદાન આપ્યું છે. આજે તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે, જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. હવે તમે અને તમારો પરિવાર એકબીજાને સરળતાથી સમજી શકશો.

નેગેટિવઃ જો તમને લોટરી રમવામાં રસ નથી, તો પછી ધ્યાનમાં રાખો કે આગામી થોડા દિવસોમાં જો તમે કાર કે મિલકત ખરીદવા માંગો છો તેમાં તમારો લકી નંબર હોઈ શકે છે. તમારા પ્રયત્નો ચાલુ રાખો અને સુખી જીવનનો આનંદ માણો.

લકી કલર: વાદળી
લકી નંબર: 7

લવઃ તાજેતરમાં મળેલા મિત્રો વિશે આજે તમે વિચારતા રહેશો. આ ક્ષણિક આકર્ષણ સિવાય કંઈ જ નથી, તેથી તમારી ભાવનાઓને નિયંત્રિત કરો અને સંબંધોમાં આગળ વધવાનો પ્રયાસ ન કરો.

કરિયરઃ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી છે, ક્યાંકથી નાણા આવી શકે છે. આજે થોડીક બચત પણ થઈ શકે છે. ક્યાંકથી વધારાની રકમ પણ મળશે.

હેલ્થઃ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, જેથી તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા ન થાય. આજે તમને પેટ સંબંધિત કોઈ બીમારી આવી શકે છે. તમે જે ખાશો તેના પર ખાસ ધ્યાન આપો. તમારે તમારા ખાવા પીવા માટે ખૂબ સાવધ રહેવાની જરૂર છે.

---------------

વૃશ્ચિક રાશિ

પોઝિટિવઃ કાર્યક્ષમતાની ગુણવત્તા તમારામાં રહેલી છે, જે આ દિવસોમાં વધુ જોવા મળશે. તમે સકારાત્મક અને સર્જનાત્મક ઊર્જાથી ભરપૂર છો, તેથી તમને એવી બધી સમસ્યાઓનું નિરાકરણ સરળતાથી મળશે જે અન્ય લોકો માટે હલ કરવાનું અશક્ય હોય છે. તમે આ બધું ફક્ત તમારી કાર્યક્ષમતા અને ઊંડી વિચારસરણીને કારણે કરી શકશો.

નેગેટિવઃ એક પછી એક સમસ્યા તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેનો ઉપાય પણ એજ છે કે, એક પછી એક સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો. જો આ સમસ્યાઓ તમારા દ્વારા હલ કરવામાં નથી આવતી, તો પછી જેમના ઉપર તમને ભરોશો છે તેમની મદદ લો.

લકી કલર: લીલો
લકી નંબર: 5

લવઃ આજે તમે ઈન્ટરનેટના માધ્યમથી કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો. તે વ્યક્તિ વિદેશમાં રહેતી હોય તેવું શક્ય છે. તમારો ઉત્સાહ જાળવી રાખો, કારણ કે આ સંબંધ લગ્ન સુધી આગળ વધી શકે છે.

કરિયરઃ જો તમારો પોતાનો ધંધો છે તો, આજનો દિવસ તમારા માટે સારો છે. નવા કામો તમારી પાસે ઝડપથી આવશે અને હાલમાં તમારા હાથ ઉપર રહેલા કાર્યો પણ સારી રીતે ચાલી રહ્યા છે.

હેલ્થઃ સારા સ્વાસ્થ્ય માટે સારું ભોજન લેવું જરૂરી હોય છે. પૌષ્ટિક ખોરાક ખાઓ, ખાસ કરીને તાજી શાકભાજી, ફળ અને સલાડ વગેરેનો સહારો લો. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

----------

ધન રાશિ

પોઝિટિવઃ તમારા મુશ્કેલીઓને આગળ ધરીને પરેશાન થવાની જરૂર નથી. કેમકે, આ બધી બાબતો સામાન્ય છે. જો રાજકીય ક્ષેત્રે તમારી પકડ સારી છે તો સમજો કે આજે તમારા માટે ફાયદાની વાત સામે આવી શકે છે.

નેગેટિવઃ આજે તમારા મિત્રો પાસેથી તમને માન સન્માન મળશે જેથી તમે ખુશી અનુભવશો. પરંતુ સાવધાન રહો, કારણ કે કેટલાંક મિત્રો તમારી ઈર્ષા પણ કરી શકે છે. મિત્રોના આવા વર્તન માટે તમે જવાબદાર નથી પરંતુ તેમની ઈર્ષાથી પ્રભાવિત ન થાઓ તેના માટે સાવધ રહેવાની જરૂર જણાય.

લકી કલર: ગુલાબી
લકી નંબર: 1

લવઃ આજનો દિવસ તમારા પ્રેમ સંબંધો માટે ખૂબ સારો છે. તમારી મુલાકાત આજે કોઈ વિપરિત જાતિની વ્યક્તિ સાથે થઈ શકે છે. ઘરે રહેવા કરતાં મિત્રો સાથે બહાર ફરવાનો પ્લાન કરી શકો છો.

કરિયરઃ આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, તેનાથી સંતુષ્ટી અનુભવશો. આનો અર્થ એ છે કે, આજે કોઈ મોટું નુકસાન અથવા કોઈ ફાયદો નથી, પરંતુ ખુશ થવા માટે આટલું પુરતું છે. જો તમારો પોતાનો વ્યવસાય છે, તો આજે તમારો દિવસ સારો છે.

હેલ્થઃ દારૂથી દૂર રહો, કારણ કે દારુ તમારું આરોગ્ય બગાડી શકે છે. તમારા ખાવા પીવા પર ધ્યાન આપો, જેથી તમે બીમાર ન થાઓ. ફક્ત નોન-આલ્કોહોલિક પીણાં જ લો.
---------

મકર રાશિ

પોઝિટિવઃ આજે તમે તમારી સકારાત્મકતાને ઓળશી શકશો. રોજની દિનચર્યામાં પણ ફેરફાર કરવો પડશે. નાની નાની બાબતોમાં પણ તમે ખુશી અનુભવશો. આજે ઘણા લોકો તમારી પ્રસંશા કરશે.

નેગેટિવઃ કોઈ તમને નવી યોજના સૂચવે તો, તેમાં નાણાંનું રોકાણ ન કરો. તમારી ઇચ્છા અનુસાર શરૂઆતમાં એટલા પૈસા ખર્ચ કરો કે ડૂબી જાય તો પણ અફસોસ થતો નથી. પછીથી ધીરે ધીરે પૈસા વધારશો. તમને લાગશે કે તમે શેર બજારના માસ્ટર છો, પરંતુ તમે તેમાં માહિર નથી.

લકી કલર: લાલ
લકી નંબર: 2

લવઃ પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સોનેરી રહેશે. આજે તમે ભાગીદારો અને પરિવારના સભ્યો તરફથી મળતા પ્રેમમાં ડૂબી જશો. જે તમને અપાર આંતરિક સુખની અનુભૂતિ કરાવશે.

કરિયરઃ જો તમે પહેલાં ક્યારેય શેર બજારમાં રોકાણ કર્યું નથી અને તેના વિશે વિચારતા હો, તો તેને શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે. તમારા કોઈપણ મિત્રોની સલાહ મેળવો જેણે પહેલાથી શેરબજારમાં નાણાંનું રોકાણ કર્યું છે. તેમની પાસેથી જાણો કઈ યોજનામાં રોકાણ કરવું શ્રેષ્ઠ રહેશે.

હેલ્થઃ જો તમને ખાવાનું ખૂબ પસંદ છે તો આજે એવો દિવસ કે તમે નવી વસ્તુઓ મેળવી શકશો.

-----------

કુંભ રાશિ

પોઝિટિવઃ જે કામ તમે હાથ ઉપર લીધું છે તે ઝડપથી થઈ રહ્યું છે અને નવું કામ પણ ઝડપથી જ આવશે. જો તમારી પાસે રાજકીય પહોંચ છે, તો તમને કોઈ મોટો ફાયદો થવાનું છે.

નેગેટિવઃ જો તમે કોઈ મુસાફરી કરી રહ્યા છો, તો તમારે રસ્તામાં વધુ કાળજી લેવી પડશે. તમે કોઈની તરફેણ ન કરીને સત્યને ટેકો આપશો, તમારા સાથીદારો તમારાથી ખૂબ પ્રભાવિત થશે.

લકી કલર: પીળો
લકી નંબર: 7

લવઃ આજે તમે કોઈ નવા મિત્રને મળશો, જે તમારી ભવિષ્યની સફળતામાં સહાયક સાબિત થશે. તે તમારા રોમાંસ પાર્ટનર પણ હોઈ શકે છે, તેની સાથે તમારા સંબંધની શક્યતાઓ અંગે વિચાર કરો. તમારી ઇચ્છાઓ અને સપનાને તેની સાથે શેર કરો પછી જુઓ કે તમારું ભવિષ્ય ક્યાં જાય છે.

કરિયરઃ તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો રોકાણ માટેના વધુ વિકલ્પો શોધો. મિલકત અને અન્ય કોઈપણ રોકાણો વિશે તમારું મન બનાવી ચૂક્યું છે, પરંતુ રોકાણ માટેના અન્ય ઘણા સારા વિકલ્પો જોતાં તમને આશ્ચર્ય થશે. તેવા વિકલ્પો શોધો. આજે તમને આવી કેટલીક નવી માહિતી મળશે જે તમને મોટો આર્થિક લાભ અપાવશે.

હેલ્થઃ મદિરા પાનથી દૂર રહો. તમને આજે માનસિક તણાવ અનુભવાશે. તેથી આલ્કોહોલ વિશે વિચારશો પણ નહીં. ઘરે આરામ કરો અને તમારી જાતને ખરાબ ટેવોનો શિકાર બનતા અટકાવો.

---------

મીન રાશિ

પોઝિટિવઃ આજે તમારા માટે ધંધાની સારી સંભાવના છે. તમે તમારા ધંધાનો વિકાસ કરવા માટે આ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. તમારા પ્રયત્નોની સફળતા પર તમને આશ્ચર્ય થશે. આજે તમારે તમારી કમ્યુનિકેશન સ્કિલ ઉપયોગ કરવો પડશે.

નેગેટિવઃ આજે તમે કદાચ પોતાની જાતને એક મુશ્કેલ પરિસ્થિતિમાં જોશો. જે અન્ય લોકો દ્વારા બનાવવામાં આવી રહી છે. તમારે તમારી સમજનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. વિચારીને પગલાં લો અને તમારી જાતને તેમાંથી બહાર કાઢો.

લકી કલર: વાદળી
લકી નંબર: 4

લવઃ નવા પાર્ટનરની શોધ માટે ઘણા દિવસોની નિષ્ફળતાનો આજે સકારાત્મક જવાબ મળશે. તમારી આંખો ખુલ્લી રાખો અને જૂના સ્રોતોમાંથી એ શોધો કે તમે નિરાશ થઈને છોડી જે દીધા હતા હતા તે તમને હકારાત્મકતા અપાવશે.

કરિયરઃ તમારા સૌથી મોટા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમને લાગે છે કે તમારે તમારા ઉત્પાદન અને તમારી સેવાઓનો વિસ્તાર કરવો જોઈએ. તમારા કાર્યમાં આગળ વધશો તો તમને ચોક્કસ સફળતા મળશે.

હેલ્થઃ આજે દિવસભર તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો, તો તમારે જંક ફૂડ ખાવાની ટેવ છોડવી પડશે. તમારા ભોજનમાં પ્રોટીનયુક્ત ખોરાક લેવો પડશે.

X
daily astrology predictions of 14th August 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી