10 ડિસેમ્બરનું રાશિફળ / મંગળવારે કન્યા જાતકોના તેમના કરેલાં પ્રયાસો ઉપર ગર્વ અનુભવશે, આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે

daily astrology predictions of 10 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 10, 2019, 09:11 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 10 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- વ્યવસાય માટે તમારી યાત્રા આ સમયે થોડી સીમિત રહી શકે છે. તમે તમારા પરિવાર સાથે થોડો સમય વિતાવી શકો છો. કામ સાથે સંબંધિત તણાવ ઘરમાં શાંતિ અને સદભાવને પ્રભાવિત કરશે નહીં.

નેગેટિવઃ- તમારે તમારી અંદર થોડી વિનમ્રતા વિકસિત કરવી પડશે. તમારે એવું વ્યક્તિત્વ ઘડવાની જરૂર છે જેને જોઇને લોકો તમારી સાથે સંપર્ક કરવામાં સંકોચ કરે નહીં.

લવઃ- આ સમયે બનતાં સંબંધો લાંબાગાળા સુધી ચાલતાં અને પ્રતિબદ્ધતાપૂર્ણ હોઇ શકે છે.
વ્યવસાયઃ- તમને સટ્ટા વેપારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય બાબતે થોડી ફરિયાદ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિવારના સભ્યો વચ્ચે એક મહાન બંધન બનશે. એકબીજા સાથે સામંજસ્ય વધારવાનો આ સારો અવસર છે. ગણેશજી કહે છે- થોડી દૈવીય શક્તિ તમને આશીર્વાદ આપશે.

નેગેટિવઃ- આ સમયે સંપર્ક ક્ષેત્ર અને તમારા પારસ્પરિક કૌશલને વિકસિત કરવા માટે બિલકુલ યોગ્ય છે. તમારે તમારી આક્રમતાને થોડી ઓછી કરવી પડશે.

લવઃ- સમય સાથે દરેક બાબત ઠીક થઇ જશે.
વ્યવસાયઃ- આ સમયે તમે સારું રોકાણ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- ગુરૂના કારણે તમારા આરોગ્ટની અનેક સમસ્યાઓ ઉકેલાઇ જશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સારા વિત્તીય લાભ કમાશો અને તમારા પરિવાર અને મિત્ર તમારી મદદ કરી શકે છે. વિલાસિતાની વસ્તુઓ ઉપર થોડી રાશિ ખર્ચ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં છે.

નેગેટિવઃ- આ સમયે તમારું ધ્યાન તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા ઉપર રહેવું જોઇએ. તેના માટે થોડી સૂક્ષ્મતાથી કાર્ય કરવાની તથા તમારા લક્ષ્યો પહેલાંથી નિર્ધારિત કરવા પડશે.

લવઃ- આ સમય આનંદમય રહેશે.
વ્યવસાયઃ- વેપારના વિકાસ માટે આ સમય યોગ્ય છે.
સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જેમ-જેમ તમે વધારે લોકો સાથે વાતચીત કરશો તેમ-તેમ તમે તમારા પારસ્પરિક કૌશલને વધારે તેજ કરશો. કર્ક જાતકો આ સમયે થોડાં પ્રભાવશાળી લોકોની મદદમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

નેગેટિવઃ- જો તમે તમારા સ્તરે કંઇક કામ કરવા ઇચ્છો છો તો આ એક લાભદાયક વિચાર નથી. આ સમયે તમારે અન્ય લોકોની મદદ લેવી જોઇએ.

લવઃ- તમે વિવિધ સામાજિક કાર્યક્રમો અને સમારોહમાં તમારા સાથીને મળી શકશો.
વ્યવસાયઃ- એક મજબૂત વ્યાવસાયિક સંપર્કક્ષેત્ર બનાવવા માટે આ સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક સૌદર્ય અને શક્તિને ધીમે-ધીમે વધારવા ઉપર ધ્યાન આપશો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારો પરિવાર એક સુખદાયી સમયનો આનંદ લેવા માટે તૈયાર છે. નક્ષત્રો હાલ અનુકૂળ સ્થિતિમાં છે. આ સમયે તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે અને તમે પોઝિટિવ અનુભવ કરશો.

નેગેટિવઃ- સારા પ્રયાસો કરવા છતાં તમે સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો નહીં. કઠોર પરિશ્રમ, પ્રયાસ અને અડધી રાત સુધી જાગીને કાર્ય કરવાનું કોઇ ફળ પ્રાપ્ત થશે નહીં.

લવઃ- તમારી મનોદશા ખુશનુમા રહેશે.
વ્યવસાયઃ- તમે આ સમયે આનંદ સાથે-સાથે વ્યવસાયનું મિશ્રણ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- તમે શરીરની ક્ષમતાઓના ઉપાયો ઉપર અમલ કરવા તૈયાર રહેશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમને થોડાં મહાન ગુરૂઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. આજે તમને પરિણામ સારા મળશે, જેના દ્વારા તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમને તમારા પ્રયાસો ઉપર ગર્વ થશે.

નેગેટિવઃ- તમારું ધ્યાન તમારી ઉપર ઓછું અને અન્ય લોકો ઉપર વધારે રહેશે. તમે તમારા હિત ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં અને લાભદાયક રોકાણ પણ કરી શકશો નહીં.

લવઃ- સાથી સાથે સામંજસ્ય સારું રહેશે.
વ્યવસાયઃ- અસફળતાઓ દૂર કરી શકશો અને આત્મવિશ્વાસ સાથે નવી ગતિવિધિઓ કરી શકશો.
સ્વાસ્થ્યઃ- યાત્રાનો થાક સ્વાસ્થ્યમાં થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે જોરદાર રમત અને શારીરિક રૂપથી ચુનોતીપૂર્ણ ગતિવિધિઓમાં એક સક્રિય ભાગ લેશો. વેપારમાં તમે અદભૂત કામ કરવા માટે તૈયાર રહેશો. તમે મહેનત ખૂબ જ કરી છે, જેથી તમે સરળતાથી હાર માનશો નહીં.

નેગેટિવઃ- તમે આ સમેય મહત્ત્વપૂર્ણ વિત્તીય લાભ કમાઇ શકશો. આ સમયે તમારે ધનનો દુરૂઉપયોગ કરવો નહીં.

લવઃ- પ્રેમમાં તમારી ભાવનાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે.
વ્યવસાયઃ- તમારે તમારા નિયમિત વ્યવસાય સિવાય થોડાં વધારે પ્રયાસ કરવા જોઇએ.
સ્વાસ્થ્યઃ- સાહસ અને ધૈર્ય દ્વારા અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાય કરવાં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમને તમારા વરિષ્ઠો અને પરિવારના સભ્યો પાસેથી સમર્થન મળશે અને પ્રમોશનના લાભ મળશે. તમારી મહેનત તમારા કૌશલને સુધારવા પર હોવી જોઇએ.

નેગેટિવઃ- વ્યાવસાયિક નિર્ણય લેતી વખતે ભવિષ્યમાં મળતાં લાભને ધ્યાનમાં રાખો અને ભવિષ્યમાં વેપાર વિસ્તારના દ્રષ્ટિકોણનું પાલન કરવું.

લવઃ- તમારું ધ્યાન મજેદાર ગતિવિધિઓ અને મનોરંજન ઉપર રહેવું જોઇએ.
વ્યવસાયઃ- નિયમિત ખર્ચાને જાળવી રાખવા માટે વડીલોની મદદ લેવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સારું જાળવી રાખવા માટે વધારે સક્રિય રહેવાની જરૂર છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા ખેલકૂદ, ગીત તથા નૃત્ય જેવી ગતિવિધિઓમાં ભાગ લેશો. તમને આ સમયે પ્રમોશન મળવું જોઇએ. કંપનીમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે અનેક શક્તિઓનો આનંદ લેવાનું શરૂ કરી શકો છો.

નેગેટિવઃ- તમારા ખર્ચાને નિયંત્રિત કરો અને કઠોર સમય માટે રૂપિયા બચાવો. જુગાર સંબંધિત ગતિવિધિઓ માટે આ સમય ઉપયુક્ત નથી.

લવઃ- પ્રેમ સંબંધ જબરદસ્ત રહેશે.
વ્યવસાયઃ- વિદેશી રોકાણમાં શાનદાર પરિણામ મળી શકશે.
સ્વાસ્થ્યઃ- ગોચરીય સ્થિતિના કારણે તમારા સ્વાસ્થ્યમાં પરેશાનીઓ આવી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ અને આનંદમય રહેશે. આ સમયે તમારી મહેનત અને તમારી પ્રગતિ માટે ઘરના વડીલો તમારી પ્રશંસા કરશે. તમારું પ્રેરણા સ્તર તેના કારણે વધી જશે.

નેગેટિવઃ- નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં રહેશે નહીં. ગણેશ જી તમને યાત્રા કરતાં પહેલાં સાવધાન રહેવાની સલાહ આપે છે.

લવઃ- તમે તમારા કરિયર અને અન્ય ક્ષેત્રોને આકાર દેવામાં તલ્લીન રહેશો.
વ્યવસાયઃ- તમે રચનાત્મક રૂપથી સર્વશ્રેષ્ઠ રહેશો.
સ્વાસ્થ્યઃ- તમને થોડી બીમારીઓનો અનુભવ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંચાર કૌશલ તમારા સામાજિક કૌશલને વિકસિત કરવા અને સામાજિક ગતિવિધિઓમાં લોકો સાથે મેલજોલમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો. તમે આ સમયે સામાજિક કૌશલ ઉપર કામ કરતાં રહેશો.

નેગેટિવઃ- સ્થિતિમાં સુધાર માટે પ્રતીક્ષા કરો અને જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં આવે ત્યારે કાર્ય વિસ્તારમાં આગળ વધો.

લવઃ- તમે તમારા જીવનસાથીને મળવા માટે તૈયાર રહો.
વ્યવસાયઃ- તમારી પ્રાથમિકતાઓ સાથે સૂક્ષ્મતામાં સાવધાની જાળવવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ- નવયુવક અને યુવતીઓના સ્વાસ્થ્યની સ્થિતિ પહેલાંથી વધારે સારી રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા શિક્ષકોના નિર્દેશોનું પાલન કરો છો તો તમે સારું પરિણામ મેળવવા માટે તૈયાર છો. તમારું મુખ્ય ધ્યાન તમારા કરિયરને વિકસિત કરવા અને એક સારું પરિણામ હાંસલ કરવા ઉપર રહેશે.

નેગેટિવઃ- તમે તમારા સંબંધોને સારા જાળવી રાખવા માંગતાં હોવ તો તમારે રચનાત્મક હોવા સિવાય થોડી મજેદાર ગતિવિધિઓને પણ તેમાં સામેલ કરવી જોઇએ.

લવઃ- મિત્રો અને પરિવારના સભ્યોની મદદ લેવાથી બચવું.
વ્યવસાયઃ- વેપારમાં નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકશો.
સ્વાસ્થ્યઃ- નિત્ય આસન અને વેપારનો સારો લાભ મળશે.

X
daily astrology predictions of 10 December 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી