1 ડિસેમ્બરનું રાશિફળ / રવિવારનો દિવસ મીન જાતકો માટે શુભ રહેશે, ધનલાભના યોગ બની રહ્યા છે

daily astrology predictions of 1 December 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Dec 01, 2019, 08:31 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 1 ડિસેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે જે પણ વિચારશો, તેમાં સફળતા મળી શકે છે. કરેલાં કાર્યોનું પૂર્ણ પરિણામ પણ મળી શકે છે. કામકાજમાં ગતિ આવી શકે છે. અધિકારી તમારા વખાણ કરશે. મન ચંચળ રહેશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન લાવવાનો અવસર મળી શકે છે.

નેગેટિવઃ- કામકાજમાં મન ઓછું લાગશે. થાકનો અનુભવ થઇ શકે છે. કામનો લોડ પણ વધી શકે છે. આજે તમને કોઇ ગેરસમજ થઇ શકે છે. આજે એવા પ્રોજેક્ટ ઉપર કામ કરવું જે રચનાત્મક હોય.

લવઃ- પ્રેમ જીવનને લગ્ન જીવનમાં બદલવાની સંભાવના છે.
વ્યવસાયઃ- રોકાણની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જૂના વિચારેલાં કાર્યો શરૂ કરો. ફાયદો થઇ શકે છે. આજે તમે સારું અનુભવ કરશો. જે સપના તમે જોઇ રહ્યાં હતાં, તે પૂર્ણ થઇ શકે છે. સામૂહિક અને સામાજિત કામ માટે દિવસ સારો છે.

નેગેટિવઃ- આર્થિક પરિસ્થિતિના કારણે ચિંતા વધી શકે છે. તમે તમારા જ મન પ્રમાણે કામ કરશો, તો પરિવારમાં તણાવ વધી શકે છે. તમારી માટે જે લોકો મહત્ત્વપૂર્ણ છે તેમની સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ- પ્રેમી/પ્રિયંકાને પ્રેમ કરતાં હોવ તો આ સમયે પ્રપોઝ કરી શકો છો.
વ્યવસાયઃ- બિઝનેસમાં રોકાણ કરતાં સાવધાન રહો.
સ્વાસ્થ્યઃ- આજે તમને શરીર સાથ આપે નહીં તેવું બને.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કાર્યક્ષેત્રમાં લોકો મદદગાર રહેશે. આજે અન્ય લોકોની જેટલી મદદ કરશે, તમારા કામ તેટલી જ સરળતાથી પૂર્ણ થઇ જશે. નવા સોદા તમારી માટે ફાયદાકારક રહી શકે છે. દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ- આજના દિવસે તમે તમારા મિત્રોને ખૂબ જ યાદ કરી શકો છો. કામકાજની દ્રષ્ટિએ આજનો દિવસ મુશ્કેલ રહેશે. આજે તમારું મન ભટકી શકે છે.

લવઃ- દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરી શકાય છે.
વ્યવસાયઃ- ધન સંપત્તિ સાથે સંબંધિત કોઇ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યમાં આંખ, કાન, દાંત, માથા અને ગળાના દુખાવાની સ્થિતિ ઊભી થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી માટે દિવસ ખાસ રહેશે. થોડી એવી વાત અથવા એવી વસ્તુઓ તમારી સામે આવી શકે છે, જે તમને આવનાર દિવસોમાં મોટો ફાયદો આપશે. આજે તમને રોકાણની સલાહ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ ફાલતૂ વિવાદ અથવા ઝંઝટથી બચવા માટે તમે કોઇ વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. સંવેદનશીલ મામલે અથવા રૂપિયાને લઇને કોઇ સાથે મનમુટાવ થવાના યોગ બની રહ્યા છે.

લવઃ- મિત્રોની પરેશાનીઓ અને તણાવના કારણે તમે સારું અનુભવ કરશો નહીં.
વ્યવસાયઃ- કોઇ નવું કામ શરૂ કરતાં પહેલાં સંપૂર્ણ સાવધાની રાખો.
સ્વાસ્થ્યઃ- તમને શારીરિક અસ્વસ્થતા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. આજે તમે નવા લોકો સાથે સંપર્ક કરી શકો છો. કાર્યક્ષેત્રમાં ઘણાં લોકો તમારી સાથે સહમત પણ થઇ શકે છે.

નેગેટિવઃ- પરિવારના લોકો તમારાથી નિરાશ થઇ શકે છે. મનમાં આજે હળવી બેચેની રહી શકે છે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ પરેશાનીનું વાતાવરણ બની શકે છે. સાવધાન રહેવું.

લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ થોડી તણાવપૂર્ણ રહી શકે છે.
વ્યવસાયઃ- રોજમર્રાના કામકાજ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં તમારી ચિંતા ઓછી થઇ જશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દિવસભર રૂપિયા વિશે વિચારતાં રહેશો. ભૂમિ અને પ્રોપર્ટીના કામથી પણ ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઇ મોટી ચિંતા પૂર્ણ થઇ શકે છે. તમને દરેક કામ સરળ લાગશે.

નેગેટિવઃ- સંબંધોના ક્ષેત્રે તમારે કોઇ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. થોડાં મામલાઓ ગુંચવાઇ પણ શકે છે. તમે જાતે અસંતુલિત વ્યવહાર કરશો. તો પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીને લઇને મતભેદ થવાથી કામકાજના ક્ષેત્ર ઉપર ખરાબ અસર પડી શકે છે.
વ્યવસાયઃ- અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમે જે પણ કામ કરશો તેનાથી તમને થોડો ફાયદો થશે. કામકાજથી તમને રૂપિયા મળશે. મનમાં રૂપિયાને લઇને અનેક પ્રકારના વિચાર આવી શકે છે.

નેગેટિવઃ- કોઇ વાતને લઇને જ્યાં સુધી કોઇ સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ ના થાય ત્યાં સુધી કોઇ નિર્ણય લેવો નહીં. કોઇ વ્યક્તિ ખોટાં કામ કરવા માટે તમારી મદદ માંગી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- આજે કોઇને ઉધાર આપશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારા ગ્રહ યોગ પીડાની સ્થિતિ પ્રદાન કરશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમય તમારી માટે ઘણો સારો રહેશે અને તમે ધન એકઠું કરી શકવામાં સફળ રહેશો. જો તમે થોડું સંભાળીને ચાલશો તો તમે બચત કરી શકશો અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકશો.

નેગેટિવઃ- જવાબદારીઓના કારણે પણ તમે પરેશાન થઇ શકો છો. આર્થિક સ્થિતિમાં થોડાં મોટા બદલાવ થવાના યોગ છે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે.

લવઃ- પ્રેમ સંબંધને મધુર જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- વેપારીઓ માટે સમય સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારે તમારા કરિયરમાં ઉન્નતિના મહત્ત્વપૂર્ણ અવસર મળશે. જેના દ્વારા તમે જીવનમાં આગળ વધશો. આજે તમારે સમયનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ અને સામે આવતી દરેક અપોર્ચુનિટીનો લાભ ઉઠાવવો જોઇએ.

નેગેટિવઃ- વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલાઓ જલ્દી ઉકેલાઇ જશે. વિવાદની સ્થિતિ બની શકે છે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ- કામ પ્રત્યે એકબીજાનો સહયોગ કરવાની ભાવના પ્રકટ કરો.
વ્યવસાયઃ- વિદેશી યાત્રાઓ પણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- અનેક પ્રકારના રોચક વિચાર અને યોજનાઓ આજે બની શકે છે. કુંવારા લોકોના લગ્ન પણ નક્કી થઇ શકે છે. અચાનક ધનલાભ થઇ શકે છે. કામકાજ સાથે સંબંધિત સારા અને વ્યાવહારિક આઇડિયા તમારા દિમાગમાં આવશે.

નેગેટિવઃ- કામકાજમાં વધારે મહેનત સિવાય થોડી ઓછી સફળતા પણ તમને મળી શકે છે. કામ માટે જેટલી વધારે કોશિશ કરશો તમને તેટલી જ પરેશાનીનો અનુભવ થશે.

લવઃ- દાંપત્ય જીવન સારું રહેશે.
વ્યવસાયઃ- આજનો દિવસ વેપારી વર્ગ માટે ઘણો સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વિપરીત લિંગના વ્યક્તિઓ તમારાથી પ્રભાવિત થઇ શકે છે. મિત્રો પાસેથી મદદ મળતી રહેશે. જૂની ચિંતાઓ દૂર થઇ જશે. પોતાની ઉપર વધારે ધ્યાન આપો. નવા કપડાં ખરીદી શકો છો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે.

નેગેટિવઃ- આવક અને ખર્ચાના મામલે તમારે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. પરિવારના થોડાં લોકોના કારણે તમે તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકશો નહીં.

લવઃ- જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાથી બહારગામની યાત્રા થઇ શકે છે.
વ્યવસાયઃ- કામકાજ સાથે જવાબદારી પણ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું આરોગ્ય નકારાત્મક સ્થિતિ આપનાર રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- દિમાગમાં અનેક પ્રકારના આઇડિયા આવી શકે છે. સામાજિત મેલજોલના અવસર મળી શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂર્ણ કરાવી શકો છો. દુશ્મનો ઉપર જીત મળી શકે છે. ધનલાભના યોગ છે.

નેગેટિવઃ- પરિવારમાં કોઇ કામથી અચાનક ભાગદોડ થઇ શકે છે. તમારા વિચારમાં જિદ્દ સામેલ રહેશે. કોઇ નવું કામ કરવાથી બચવું.

લવઃ- પ્રેમ જીવનમાં સ્થિરતાને મહેસૂસ કરશો.
વ્યવસાયઃ- તમારે સાવધાન રહેવું પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે.

X
daily astrology predictions of 1 December 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી