તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લાભ:ડેડિયાપાડા- સાગબારાની રૂા.309 કરોડની યોજનાનું આજે લોકાર્પણ

રાજપીપલા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજ સાગબારા- દેડિયાપાડાની 309 કરોડની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાનું ઈ-લોકાર્પણ.
  • ત્રણ તાલુકાના 205 ગામોનને યોજનાનો લાભ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે નર્મદા જીલ્લાની સાગબારા-દેડિયાપાડા તાલુકાની 309 કરોડની ટ્રાયબલ જુથ પાણી યોજનાનું ઇ-લોકાર્પણ કરાશે. દેડીયાપાડા તાલુકા મથકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ સાગબારા તાલુકા મથકે આઇ.ટી.આઇ. નજીક તાલુકા વિકાસ અધિકારીની કચેરી પાસે બપોરે 12 કલાકે આ ઇ-લોકાર્પણનો સ્થાનિક સમારોહ યોજાશે. તદ્ઉપરાંત જિલ્લાના પાનખલા, પીપળીપાડા, ગોડમુખ અને કનખાડી ગામોએ પણ ગ્રામજનો આ ઇ-લોકાર્પણ કાર્યક્રમ નિહાળી શકશે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

સાગબારા તથા દેડીયાપાડા તેમજ સોનગઢ તાલુકાના ગામોમાં ઉનાળામાં પીવાના પાણીની અછત રહેતી હોવાથી લોકો પીવાનુ શુધ્ધ પાણી પુરૂ પાડવા ઉકાઇ જળાશયમાં સોનગઢના બોરદા ગામ નજીક ઇન્ટેક વેલ બનાવી રો-વોટર મેળવી શુધ્ધિકરણ કરી પીવાનું શુધ્ધ પાણી સાગબારાના 84 ગામો, ડેડિયાપાડાના 110 ગામો તથા તાપી જીલ્લાના સોનગઢનાં 11 ગામો મળી કુલ 205 ગામો અને 26 ફળિયાઓની વર્ષ 2046 ની 5,06,262 વસ્તીને શુધ્ધ પાણી પુરૂ પાડવા માટેની આ જુથ પાણી પુરવઠા યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે, જેના માટે હાલમાં 30.63 એમ.એલ.ડી. ઉકાઈ જળાશયમાં આરક્ષિત રાખવામાં આવેલ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો