અચીવમેન્ટ / દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડમાં રીતિક રોશન બેસ્ટ એક્ટર, બેસ્ટ ફિલ્મ ‘સુપર 30’

Dada Saheb Phalke International Film Festival Award, hrithik roshan best actor, super 30 best film

Divyabhaskar.com

Feb 21, 2020, 06:49 PM IST

મુંબઈઃ તાજેતરમાં જ દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ 2020 જાહેર કરવામાં આવ્યા હતાં. રીતિક રોશનને ફિલ્મ ‘સુપર 30’ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. વિકાસ બહલની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો પણ અવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રીતિકે ‘સુપર 30’ ફાઉન્ડર આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી.

બેસ્ટ ટીવી એક્ટ્રેસ દિવ્યાંક ત્રિપાઠી
સેરેમનીમાં કિચ્ચા સુદીપને મોસ્ટ પ્રૉમિસિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ટીવી એક્ટ્રેસ તરીકે દિવ્યાંકા ત્રિપાઠીની તથા મોસ્ટ ફેવરિટ ટીવી એક્ટર તરીકે હર્ષદ ચોપરાની પસંદગી કરવામાં આવી હતી. સેરેમનીમાં દિવ્યાંકા ત્રિપાઠી, રશ્મિ દેસાઈ, દિયા મિર્ઝા, મલાઈકા અરોરા સહિતના સેલેબ્સ સામેલ થયા હતાં.

વિનર્સ લિસ્ટ

 • બેસ્ટ ફિલ્મઃ સુપર 30
 • બેસ્ટ એક્ટરઃ રીતિક રોશન
 • બેસ્ટ પ્રૉમિસિંગ એક્ટરઃ કિચ્ચા સુદીપ
 • બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) : અરમાન મલિક
 • બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ) : તુલસી કુમાર
 • બેસ્ટ ટીવી સીરિઝઃ કુમકુમ ભાગ્ય
 • મોસ્ટ ફેવરિટ જોડી ઈન ટીવી સીરિઝઃ સૃતિ ઝા તથા શબ્બીર આહલુવાલિયા (‘કુમકુમ ભાગ્ય’ના અભિ-પ્રજ્ઞા)
 • મોસ્ટ ફેવરિટ ટીવી એક્ટરઃ હર્ષદ ચોપરા
 • બેસ્ટ ટીવી એક્ટ્રેસઃ દિવ્યાંકા ત્રિપાઠી
 • બેસ્ટ એક્ટર ઈન ટીવી સીરિઝઃ ધીરજ ધૂપર
 • બેસ્ટ રિયાલિટી શોઃ બિગ બોસ 13
 • મોસ્ટ ફેશનેબલ ‘બિગ બોસ 13’ સ્પર્ધકઃ માહિરા શર્મા
 • બેસ્ટ એક્ટ્રેસ ઈન વેબ સીરિઝઃ દિયા મિર્ઝા (કાફિર)
 • બેસ્ટ એન્કરઃ મનિષ પોલ
 • બેસ્ટ ડિજિટલ ફિલ્મઃ યોર્સ ટ્રૂલી
 • ડિકેડ સ્ટાર 2020: અનુપમ ખેર
 • બેસ્ટ પાપારાઝી ઓફ ધ યરઃ માનવ મંગલાની
X
Dada Saheb Phalke International Film Festival Award, hrithik roshan best actor, super 30 best film

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી