તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ડભોઇની નર્મદા કેનાલો ખેડૂત માટે અભિશાપરૂપ પુરવાર થઇ રહી છે

ડભોઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પંથકમાં આવેલી નર્મદા યોજનાની કેનાલોમાં ગાબડા અને ઝાડી ઝાંખરાને લઈ છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચતું નથી. નર્મદા કેનાલમાં લીકેજ થતા પાણીથી ખેડૂતોનો પાક બગડે છે.
  • ઠેરઠેર ગાબડા અને લીકેજથી નજીકના ખેડૂતોને ભારે નુકસાન
  • તંત્રમાં વારંવાર રજૂઆત છતાં તંત્ર મુક પ્રેક્ષક બન્યું

ડભોઇ પંથકમાં આવેલી કંઈ કેટલાય વિસ્તારની નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિષાપ રૂપ પુરવાર થઇ રહી છે. ઠેરઠેર પડી ગયેલા ગાબડાને લઇ લીકેજ થતું પાણી ખેડૂતોની જમીન બગાડી રહ્યું છે. તો ઉગી નીકળેલા ઝાડી ઝાખરા છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચવા દેવામાં અવરોધરૂપ પુરવાર થઈ રહ્યું છે. છતાં તંત્રની આંખને ઉઘડતા ખેડૂતોમાં રોષ ભભૂકે લો જોવા મળે છે. ડભોઇ પંથકના નર્મદા કેનાલોની સ્થીતી દયનિય સ્થિતિ જોવા મળી રહી છે. તાલુકાના અંગુઠણથી નારીયા માર્ગ ઉપર આવેલી પોર શાખા નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ છે. વાડાના ખેડૂતો સુધી સિંચાઇના પાણી પહોંચાડવા બનાવમાં આવી છે.

પરંતુ આ કેનાલોની તંત્ર દ્વારા દેખરેખ ન રાખતા હોવાને કારણે ઠેર ઠેર ગાબળા પડી ગયા હોવાના કારણે પાણીનો મોટા પાયે દુર્વ્યય થતો જોવા મળે છે. સાથોસાથ તેને અડીને આવેલા ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોનો પાક પણ બગાડ થતો જોવા મળે છે. જેથી આ કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે નર્મદા તંત્ર આ કેનાલ રીપેર કરાવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. ડભોઇ તાલુકાના મોટા ભાગના ખેડૂતો નર્મદા નિગમના કેનાલના સિંચાઇના પાણીથી ખેતી માટે નિર્ભર છે.

જ્યારે ડભોઇ પંથકમાં આવેલ વિવિધ કેનાલોની નર્મદા ઓથોરેટી દેખ રેખ રાખતી ન હોવાના ખેડૂતોના આક્ષેપો છે. છેલ્લા કેટલાય સમયથી કેટલીક કેનાલોમાં ઝાડી ઝારખા ઉઘી નિકળ્યા છે. જેને સફાઈ સાથે સાથે સરકારમાંથી મળતી ગ્રાંટોનો ઉપયોગ કરી કેનાલો રીપેર થાય છે. પણ તેમાં પણ નીચી ગુણવત્તાનું કામ થતું હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવી રહ્યા છે. જેને પગલે ટૂંકા ગાડામાં જ કેનાલો અવાર નવાર બિસ્માર બની જતી હોય છે. આવોજ કિસ્સો નર્મદા નિગમની પોર શાખા નહેર જે અંગુઠણ અને નારીયા વચ્ચેથી પસાર થાય છે. તેમાંથી ખેડૂતો સુધી પાણી પહોચાડવા માઇનોર કેનાલ બનવામાં આવી છે.

જ્યારથી કેનાલ બની ત્યારથી આ વિસ્તારના 3 કિલોમીટર સુધીના અંતરના ખેડૂતોને નર્મદાના નીર ખેતી માટે મળ્યા નથી. હાલ છેલ્લા ત્રણ માસ ઉપરાંતના સમયથી આ માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબળું પડ્યું છે. જ્યારે અંગુઠણ ગામના ખેડૂત કિરણભાઈ અંબુભાઈ પટેલ સહિત અન્ય ખેડૂતો દ્વારા અવાર નવાર નર્મદાના અધીકારીઓને રજૂઆતો કરી પણ આધેકારીઓ આવી જોઈ જતાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ખેડૂતોને અધીકારીઓ જણાવે છે આ જવાબદારી મંડળીઓની છે. પણ કઈ મંડળી તે જણાવતા નથી અને ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે. જ્યારે કેનાલમાં સર્જાયેલ ગાબડાને પગલે લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું પણ ખેડૂતોનું કહેવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો