તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:આમોદમાં ડે.મામલતદાર લાંચ લેતાં ઝડપાયા, મામલતદાર કારમાં ફરાર

ભરૂચ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાયબ મામલતદાર ચિરાગ ડોડિયા, ફરાર મામલતદાર જે.ડી. પટેલ
  • ખેડૂતની એન્ટ્રી પાસ કરવા માટે 10 હજારની લાંચ માગી હતી
  • આમોદ ભાજપના હોદ્દેદાર દ્વારા એસીબીમાં ફરિયાદ કરાઇ હતી

આમોદની મામલતદાર કચેરીમાં બુધવારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આમોદ ભાજપના હોદ્દેદારની ખેડૂતની એન્ટ્રી પાસ કરવાની અરજી માટે મામલતદાર તેમજ નાયબ મામલતદારે 10 હજારની લાંચ માગી હતી. છટકામાં નાયબ મામલતદાર ઝડપાયા હતા, જ્યારે મામલતદારને છટકાની ગંધ આવી જતાં તે કાર લઇ ભાગી ગયા હતા. આમોદ મામલતદાર કચેરીના મામલતદાર તરીકે ડો. જે. ડી. પટેલ તેમજ નાયબ મામલતદાર તરીકે ચિરાગ ડોડિયા છે.

આમોદના ભાજપના એક હોદ્દેદારે તેમની ખેડૂતની એન્ટ્રી માટેની અરજી કરી હતી. જે પાસ કરવા બંનેએ 10 હજારની લાંચ માંગતાં હોદ્દેદારે વડોદરા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી ટીમે બુધવારે આમોદ મામલતદાર કચેરીએ છટકું ગોઠવ્યું હતું. જેના ભાગરૂપે ફરિયાદીએ કચેરીએ પહોંચી નાયબ મામલતદાર ચિરાગ ડોડિયાને 10 હજાર ચૂકવ્યા હતા. તેમણે રૂપિયા સ્વીકારતાં જ એસીબીની ટીમ ધસી આવી હતી. બીજી તરફ મામલતદાર ડો. જે.ડી. પટેલને એસીબીના છટકાની ભનક આવી જતાં તે તેનો મોબાઇલ ટેબલ પર મૂકી ત્યાંથી દોટ લગાવી કારમાં નાસી છૂટ્યા હતા.

એસીબીએ નાયબ મામલતદાર ચિરાગ ડોડિયાની ધરપડક કરી છે.જ્યારે ફરાર થયેલા મામલતદાર ડો.જે. ડી. પટેલને પકડવા નિવાસસ્થાને તેમજ અન્ય સ્થળે ટીમ રવાના કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો