ટાટા સન્સ વિવાદ / એપેલેટ ટ્રિબ્યુનલે ચુકાદામાં ફેરફાર કરવાથી ઈન્કાર કર્યો, રજિસ્ટ્રાર ઓફ કંપનીસે ગેરકાયદેસર શબ્દ હટાવવા અપીલ કરી હતી

રજિસ્ટ્રાર ઓફ કંપનીસનું કહેવું છે કે ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાની મંજૂરી નિયમો મુજબ જ અપાઈ હતી
રજિસ્ટ્રાર ઓફ કંપનીસનું કહેવું છે કે ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાની મંજૂરી નિયમો મુજબ જ અપાઈ હતી

  • ટ્રિબ્યુનલે ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાની મંજૂરી આપવાની વાતને ગેરકાયદેસર ગણાવી હતી
  • રજિસ્ટ્રાર ઓફ કંપનીસે કહ્યું- મંજૂરી નિયમો મુજબ આપવામાં આવી હતી

Divyabhaskar.com

Jan 06, 2020, 12:21 PM IST

મુંબઈઃ ટાટા સન્સ વિવાદમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)એ પોતાના ચુકાદામાં ફેરફાર કરવાથી સોમવારે ઈન્કાર કર્યો છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીસે(આરઓસી) આ માટે અપીલ કરી હતી. આરઓસી ઈચ્છતું હતું કે ટ્રિબ્યુનલ 18 ડિસેમ્બરના તેના ચુકાદામાંથી ગેરકાયદેસર શબ્દ હટાવી લે. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપની બનાવવાની મંજૂરી આપવાનો આરઓસીનો ચુકાદો ગેરકાયદેસર હતો. આરઓસીની દલીલ હતી કે મંજૂરી નિયમો મુજબ જ આપવામાં આવી હતી. તેણે 23 ડિસેમ્બરે ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં ટ્રિબ્યુનલે કહ્યું છે કે તેના ચુકાદાથી આરઓસી પર કોઈ કલંક લાગ્યુ નથી.

સાયરસ મિસ્ત્રી પરિવાર ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાની વિરુદ્ધ હતો
એપેલેટ ટ્રિબ્યુનલે 18 ડિસેમ્બરે સાયરસ મિસ્ત્રી મામલામાં ચુકાદો આપ્યો હતો. તેણે મિસ્ત્રીને ફરીથી ચેરમેન તરીકે નિમણૂક કરવાની સાથે જ ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપની બનાવવાના ચુકાદાને પણ બદલવાનો આદેશ આપ્યો હતો. સપ્ટેમ્બર 2017માં ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપની બનાવવા માટે શેરહોલ્ડરોને મંજૂરી આપી હતી. બાદમાં આ આરઓસીએ ટાટા સન્સને પ્રાઈવેટ કંપની તરીકે નોંધી હતી. સાયરસ મિસ્ત્રી પરિવાર તેની વિરુદ્ધ હતો. મિસ્ત્રી પરિવારની પાસે ટાટા સન્સના 18.4 ટકા શેર છે.

X
રજિસ્ટ્રાર ઓફ કંપનીસનું કહેવું છે કે ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાની મંજૂરી નિયમો મુજબ જ અપાઈ હતીરજિસ્ટ્રાર ઓફ કંપનીસનું કહેવું છે કે ટાટા સન્સને પ્રાઈવેટ કંપની બનાવવાની મંજૂરી નિયમો મુજબ જ અપાઈ હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી