તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:કારની ટક્કરે હાલોલ પાવાગઢ રોડ પર સાયકલ સવારનું મોત

હાલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંગારના ગોડાઉનમાં મૃતક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતા

હાલોલ નગરના ગોધરા રોડ ખાતે મહાકાળી મંદિરની નજીક સનસિટી સામે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અમીલહા. પોસ્ટ. બહાદુરપુર તા.જી.બસ્તી નગર બજારના રહેવાસી ઇન્સાન અલી અબ્દુલ જબ્બાર ઉંમર 58, હાલોલ-પાવાગઢ રોડ ખાતે રવિવારે બપોરના ચા પીવા નવરંગ કોલોની પાસે ચાની લારી તરફ સાયકલ પર જતી વેળા પાવાગઢ તરફથી પુરઝડપે આવતી ઇકો વાનના ચાલકે સાયકલને ટક્કર મારતા ઇન્સાન અલી રોડ પર ડિવાઇડર સાથે અથડાતાં માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોકોએ તેમને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં મોત નિપજતા તેઓની સાથે જ કામ કરતા મુહમ્મદ આદિલ નિઝામુદ્દીન સલમાનનીએ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હાલોલ પોલીસે ઇકો વાનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો