તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન જાગૃતિ:વૃક્ષો બચાવવાના અભિયાન સાથે નાસિકથી SOUની સાયકલ યાત્રા

રાજપીપલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસનો પ્રવાસ ખેડીને ત્રણ યુવાનો કેવડિયા આવી પહોંચ્યા

કોરોના મહામારી વચ્ચે આજે લોકોને જીવવા ઓક્સિજન ની સૌથી વધુ જરૂર પડે છે ત્યારે આપણા માનવ જીવન માટે એક જ વિકલ્પ છે વૃક્ષ વાવો. અને સંકલ્પ લેવાનો છે કે વૃક્ષ બચાવો.ના અભિયાન અને જન જાગૃતિ સાથે ત્રણ યુવાનો નાસિક થી કેવડિયા આજે પહોંચ્યા.તિરંગો લહેરાવી પ્રવસીઓનો આ સંદેશો પાઠવ્યો હતો.મહારાષ્ટ્રના નાસિકના રહીશ ચિન્મય રાજેન્દ્ર નવલે, સંકેત સંદીપ ભાનુસે, અને મયુર મહેશ કુલકર્ણી આ ત્રણેય યુવાનો દિવાળી ના પર્વ બાદ નવો મેસેજ લોકોને આપવો હોય તો વૃક્ષ વાવો અને વૃક્ષ બચાવો નો આપીએ એવા લોક જાગૃતિ અભિયાન સાથે 21 નવેમ્બર 20ના રોજ સવારે 6 કલાકે નાસિક થી કેવડિયા આવવા નીકળ્યા હતા.

રવિવારે 3.30 કલાકે એટલે માત્ર દોઢ દિવસમાં સાયકલ પ્રવાસ ખેડી કેવડિયા પહોંચ્યા. સ્ટેચ્યુના ધામમાં તેઓ પહોંચ્યા હતા. તિરંગો બતાવી પ્રવાસીઓ ને વૃક્ષ વાવવા અને વૃક્ષ બચાવીએ કહી સંદેશો પાઠવ્યો હતો. અને તેઓ ત્યાંથી તરત પરત નાસિક જવા રવાના પણ થઈ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો