• Home
  • Utility
  • Customers can buy LIC's 'Tech Term' policy online, the duration can be from 10 years to 40 years

સુવિધા / ગ્રાહકો LICની ‘ટેક ટર્મ’ પોલિસીને ઓનલાઈન ખરીદી શકે છે, સમયગાળો 10 વર્ષથી લઈને 40 વર્ષ સુધી રહેશે

Customers can buy LIC's 'Tech Term' policy online, the duration can be from 10 years to 40 years

Divyabhaskar.com

Mar 09, 2020, 05:59 PM IST

યુટિલિટી ડેસ્ક. ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ ગત વર્ષે એક નવો ટર્મ પ્લાન લોન્ચ કર્યો છે, જે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. LICના આ નવા ટર્મ પ્લાનનું નામ ‘LIC Teh Term’ રાખવામાં આવ્યું છે. LIC ટેક ટર્મ એક નોન લિંક્ડ, નોન પ્રોફિટ ઓનલાઈન ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી છે, જે વીમા કરાયેલા પરિવારમાં અચાનક મૃત્યુના કિસ્સામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ નવી ટર્મ ઈન્શ્યોરન્સ અંતર્ગત પહેલા વર્ષમાં અકસ્માત, આત્મહત્યા અથવા કોઈપણ કારણોસર મૃત્યુ થવા પર કવર આપવામાં આવશે.

LIC ટેક ટર્મના ફીચર્સ
LICનો ટેક ટર્મ પ્લાન સંપૂર્ણ રીતે એક ટર્મ ઈન્શ્યોરન્સ છે, જેમાં જો કોઈ પોલિસીધારક મૃત્યુ પામે છે તો વીમાની રકમ નોમિનીને આપવામાં આવશે. આ લાભ પોલિસીના સમયગાળા દરમિયાન મળશે. તે ઉપરાંત આ ટર્મ ઈન્શ્યોરન્સની મેચ્યોરિટી પર પોલિસી હોલ્ડર જો જીવિત હોય છે તો તેને કંઈપણ આપવામાં આવશે નહીં. પ્યોર ટર્મ ઈન્શ્યોરન્સનો કોસ્ટ બહુ ઓછો છે અને તે હાઈએસ્ટ સમ એશ્યોર્ડ પ્લાન હોય છે.


આ ટર્મ ઈન્શ્યોરન્સ પર મિનિમમ એશ્યોર્ડ રકમ 50 લાખ રૂપિયાની હશે. તેમાં કોઈપણ અપર લિમિટ નહીં હોય. જો કોઈ પોલિસીધારક ઈન્કમ પ્રૂફ આપે છે તો તેના માટે હાઈ સમ એશ્યોર્ડ થઈ શકે છે. તમામ પોલિસીધારકની પાસે ઓપ્શન હશે કે તેઓ અર્ધવાર્ષિક, વાર્ષિક અથવા સિંગલ પ્રીમિયમનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ ટર્મ ઈન્શ્યોરન્સ માટે મિનિમમ સમયગાળો 10 વર્ષનો અને વધારેમાં વધારે 50 વર્ષનો હશે. તેમજ આ પોલિસી અંતર્ગત વય મર્યાદા 80 વર્ષની હશે. પ્રીમિયમ રેટ તે વાત પર આ નિર્ભર રાખે છે કે પોલિસીધારક સ્મોકર છે કે નોન-સ્મોકર છે.

જો કોઈની ઉંમર 30 વર્ષની છે અને આગામી 30 વર્ષ માટે આ પોલિસી લે છે તો અને તેના માટે 50 લાખ રૂપિયા સમ એશ્યોર્ડ રકમનો ઓપ્શન પસંદ કરે છે તો આ માટેનું વાર્ષિક પ્રીમિયમ 9,912 રૂપિયા હશે. તેમાં જીએસટી પણ સામેલ હશે. જો એશ્યોર્ડ રકમ 1 કરોડ રૂપિયાની છે તો વાર્ષિક પ્રીમિયમ 17,445 રૂપિયા હશે.


કેવી રીતે ખરીદી શકાય છે LIC ટેક ટર્મ પ્લાન
LIC ટેક ટર્મ પ્લાન ખરીદવા માટે તમારે ભારતીય જીવન વીમા નિગમની સત્તાવાર વેબસાઈટ www.licindia.in પર જવાનું રહશે. અહીં તમારે બધી જરૂરી માહિતી આપવી પડશે, ચુકવણી કરવી પડશે અને તમારા સરનામાં પર પોલિસી દસ્તાવેજો પ્રાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. તમે પ્રીમિયની ચૂકવણી નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, AMEX કાર્ડ, UPI, IMPS અથવા કોઈ e-Wallet દ્વારા કરી શકો છો. જો તમે કોઈ ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો તો તમારે તમારા પ્રીમિયમના આધારે વધારાની સુવિધા ફી ચૂકવવી પડશે.


નોન-મેડિકલ સ્કીમ
સામાન્ય રીતે કોઈ પણ વીમા કંપની હાઈ લાઈફ કવર સાથે વીમો ખરીદતા સમયે પોલિસીધારકનો મેડિકલ ટેસ્ટ કરાવે છે. એલઆઈસીની આ ટેક ટર્મ પોલિસીને નોન-મેડિકલ સ્કીમ અંતર્ગત મેળવી શકાય છે. આ માટે, શરત એ છે કે પોલિસી લેનાર વ્યક્તિની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધારે હશે તો તેઓ વધારેમાં વધારે 75 લાખ રૂપિયા સુધી સમ એશ્યોર્ડ કરાવી શકે છે. જો કોઈની ઉંમર 36-45 વર્ષની વચ્ચે છે અને તેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કરતા વધારે છે તો તેઓ માટે આ લિમિટ 50 લાખ રૂપિયા સુધીની હશે.

X
Customers can buy LIC's 'Tech Term' policy online, the duration can be from 10 years to 40 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી