તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અભિયાન:વીકેન્ડમાં ટોળા જામ્યા, પાલિકા અને પોલીસે લોકોને સમજાવી પાછા વાળ્યા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુમસ અને VIP રોડ પર કોરોના સામે જાગૃતિ અભિયાન

કોરોનાની ગંભીરતા છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં હોય સંક્રમણનો ખતરો સર્જાઇ રહ્યો છે. હરવા ફરવામાં લોકો ટોળે વળી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં નથી તેથી શહેરના ડુમસ રોડ, વી.આઈ.પી રોડ, ઉધના-મગદલ્લા રોડ પર શનિ-રવિ રાત્રે ઉમટી પડેલાં લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના પાઠ પાલિકા અને પોલીસ ભણાવી લોકોમાં જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધર્યું છે.શહેરના ડુમસ રોડ, વીઆઈપી રોડ અને ઉધના મગદલ્લા એમ મહત્વના ત્રણ રોડ પર ભેગા થતાં લોકોને સમજાવવા માટે પોલીસ અને અઠવા ઝોનના દોઢસોથી વધુનો સ્ટાફ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો.

અને આ ત્રણેય રોડ પર ફરી ને ભેગા થયેલા લોકોને સમજાવવામાં આવ્યાં હતાં કે, અહીંયા ભેગા નહી થવું, લારી-ગલ્લાઓને પણ દૂર કરવામાં આવ્યાં હતાં.સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી કોરોના સંક્રમણથી બચવા માટે સૂચનો કર્યા હતાં એટલું જ નહીં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા પાસે દંડ સુદ્ધા વસુલવામાં આવ્યો ન હતો માત્ર લોકોમાં કોવિડ અંગે જાગૃતિ આવે તેવા પોલીસ-પાલિકાએ પ્રયાસો હાથ ધર્યા છે. દર શનિ-રવિવારે લોકોમાં જાગૃતિ માટે ટીમ કાર્યરત રહેશે તેમ અઠવા ઝોનના કાર્યપાલક ઈજનેર મહેશ ચાવડાએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો