વડોદરા / સીઆરપીસી કલમ 91નું અમોઘ શસ્ત્ર, ઓનલાઇન ઠગાઇમાં ગુમાવેલા પૈસા પોલીસ પરત અપાવી શકે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • બેંક, વોલેટ તથા ઓનલાઇન કંપનીને સમન્સ મોકલી પોલીસ ઠગોની કુંડળી મેળવે છે

Divyabhaskar.com

Jan 23, 2020, 12:20 AM IST

વડોદરાઃ વિવિધ લીંક મોકલી કે ઓનલાઇન શોપીંગમાં લાલચ આપીને લોકોના નાણાં ઉપાડી લેવાના સતત બનાવો બની રહ્યા છે. જો કે પોલીસને તત્કાળ આ પ્રકારની ઠગાઇની જાણ કરવામાં આવે તો પોલીસ સીઆરપીસીની કલમ 91નો ઉપયોગ કરી સાયબર ઠગોએ ઉપાડી લીધેલા પૈસા પરત અપાવી શકે છે. પોલીસ આ કલમ મુજબ બેંક, વોલેટ કંપનીઓ અથવા ઓનલાઇન શોપીંગની કંપનીઓને સમન્સ મોકલી સાયબર ક્રિમીનલ્સની કુંડળી મેળવી શકે છે.

પોલીસ સમન્સ મોકલી નાણાં પરત આપવા ફરજ પાડે છે
ઓનલાઇન શોપીંગ કે પેટીએમનું કેવાયસી અથવા વિવિધ પ્રકારની લાલચ આપી લીંક મોકલ્યા બાદ સાયબર ઠગો શહેરીજનોના પૈસા ઉપાડી લઇ છેતરપીંડી કરી રહ્યા છે. શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારે ઠગાયેલા લોકો આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ ઠગાયેલા લોકોને શકય હોય તેટલી ઝડપથી તેમના નાણાં પરત મેળવાય તેવા પ્રયાસો કરી રહી છે. સાયબર ક્રિમિનલ્સની નજીક પહોંચી લોકોના નાણાં પરત મેળવવામાં પોલીસ પાસે અમોઘ શસ્ત્ર છે. પોલીસ સીઆરપીસીની કલમ 91 મુજબ જે તે બેંક, વોલેટ કંપનીઓ કે ઓનલાઇન શોપીંગની કંપનીઓને સમન્સ મોકલીને જે તે ટ્રાંજેકશન કોણે કર્યું છે તે ટ્રાંજેકશન આઇડી, પૈસા કોના ખાતામાં જમા થયા અને ઠગાયેલા લોકોના ઉપાડી લેવાયેલા નાણાં બ્લોક કરવા સહિતની કામગીરી કરવા અને તમામ માહિતી આપવા આ સંસ્થાઓને ફરજ પાડી શકે છે. નાણાંકીય સંસ્થાઓ પણ પોલીસે માંગેલી માહિતી આપવા બાધ્ય છે. સમન્સ મળ્યા બાદ આ સંસ્થાઓને જે તે વ્યક્તિ કે એકાઉન્ટની માહિતી આપવી પડશે. પોલીસને કોઇ નાણાંકિય સંસ્થા આ માહિતી ના પુરી પાડે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઇ શકે છે તેમ સાયબર લો એકસપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું.

નાણાકીય ઠગાઇથી બચવા શું કરવું

  • મેસેજ પર આવેલી લીંક કયારેય ખોલવી નહી
  • કેશ ઓન ડિલીવરી કે વીપીપી ઓપ્શન જ પસંદ કરવો
  • યુપીઆઇ કે પીન કે ઓટીપી કોઇની સાથે શેર ના કરવો
  • તત્કાળ સાયબર સેલ પોલીસમાં જઇને ફરિયાદ કરવી
  • કાર્ડ કે ઇ વોલેટને બ્લોક કરી જે તે બેંક કે ઇ વોલેટ સંસ્થાને ફરિયાદ કરવી
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી